Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરુચની નર્મદા ચોકડી પાસેથી હથિયાર સાથે બે લોકોની ધરપકડ, દહેજમાં હત્યાનો હતો પ્લાન

ભરુચની નર્મદા ચોકડી પાસેથી પોલીસે બે યુવકોની હથિયાર સાથે ધરપકડ કરી છે. જે પ્રાથમિક વિગત સામે આવી છે તે પ્રમાણે ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરવાના ઈરાદે ઉત્તરપ્રદેશથી આ હથિયારો મંગાવ્યા હતા. આ વાતની ચોક્કસ બાતમીના આધારે બે યુવકોને ઉત્તરપ્રદેશથી લઈને આવેલા હથિયારો સાથે દબોચી લેવામાં આવ્યા છે. એટલે કે હત્યાના ગુનાને અંજામ અપાય તે પહેલા જ પોલીસે àª
ભરુચની નર્મદા ચોકડી પાસેથી હથિયાર સાથે બે લોકોની ધરપકડ  દહેજમાં હત્યાનો હતો પ્લાન
ભરુચની નર્મદા ચોકડી પાસેથી પોલીસે બે યુવકોની હથિયાર સાથે ધરપકડ કરી છે. જે પ્રાથમિક વિગત સામે આવી છે તે પ્રમાણે ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરવાના ઈરાદે ઉત્તરપ્રદેશથી આ હથિયારો મંગાવ્યા હતા. આ વાતની ચોક્કસ બાતમીના આધારે બે યુવકોને ઉત્તરપ્રદેશથી લઈને આવેલા હથિયારો સાથે દબોચી લેવામાં આવ્યા છે. એટલે કે હત્યાના ગુનાને અંજામ અપાય તે પહેલા જ પોલીસે આરોપીઓને દબોચી લીધા છે. 
ભરૂચ જિલ્લા એલ.સી.બી પોલીસને બાતમી મળી હતી કે ઉત્તરપ્રદેશથી હથિયારો સાથે ભરૂચ બે ઈસમો આવી રહ્યા છે. દહેજમાં ત્રણ ચાર દિવસ અગાઉ બે જુથ વચ્ચે તકરાર થઈ હતી. જેમાં એક જુથના લોકોએ ધમકી આપતા સામેના પક્ષે દહેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે તેઓ  પંજાબ તરફ હથિયાર લેવા માટે ગયેલા છે. ત્યારબાદ તપાસ બાદ ભરૂચ એલસીબીએ નર્મદા ચોકડીના બસ સ્ટેન્ડ પાસે બે વ્યક્તિઓ શંકાસ્પદ લાગતા તેમની તપાસ કરી હતી. જેમાં તેમની પાસે રહેલી ટ્રાવેલિંગ બેગમાંથી ગેરકાયદે હથિયારો મળી આવ્યા હતા.
બેગમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ, દેશી હાથ બનાવટનો તમંચો, ખાલી મેગઝીન, જીવતા કાર્ટીઝ નંગ ૯ સહિત કુલ ૬૬,૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. હથિયારો સાથે આવેલા વ્યક્તિઓની કડક પૂછપરછ કરતા એકે પોતાનું નામ દિલપ્રીતસીંગ ઉર્ફે મહોબતપ્રીત દીવાનસીંગ (ઉ.વ.૨૫, હાલ રહે. - માખણિયા ફળિયું દહેજ) તથા બીજાએ અજયપાલ નરેન્દ્રસિંગ (ઉ.વ.૨૫, હાલ રહે. - માખણિયા ફળિયું દહેજ) જણાવ્યું હતું. આ બંને ઇસમો મૂળ પંજાબના રહેવાસી છે. આ સિવાય અન્ય એક સુખપ્રિતસીંગ સંધુ જેને વોન્ટેડ જાહેર કરી હથિયારો સાથે આવેલા બેની ઘરપકડ કરવામાં આવી છે.
સામાન્ય બોલાચાલી બાદ હત્યા માટે હથિયારો ભરૂચમાં લવાયા
બે ત્રણ દિવસ અગાઉ દહેજ પંથકમાં બે પક્ષો વચ્ચે સામસામે બોલાચાલી થઈ હતી. જેમાં એક પક્ષે હથિયારો પંજાબથી મંગાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીથી ગભરાયેલા વ્યક્તિએ પોલીસને સંપૂર્ણ ઘટનાની જાણ કરી હતી. જેથી ધમકી આપનાર ઈસમોની હિલચાલ ઉપર ભરૂચ એલ.સી.બી પોલીસે વોચ રાખી હતી. નર્મદા ચોકડી નજીકના બસ સ્ટેન્ડ પાસેથી આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડતા હત્યા.
Advertisement
Tags :
Advertisement

.