Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ARMY DAY : જાણો સેનામાંથી નિવૃત થયા બાદ ઉત્કૃષ્ટ રીતે સમાજમાં યોગદાન આપતા ગોપાલભાઈની કહાની

ગોપાલભાઈ રાઠવા : છોટાઉદેપુર તાલુકાના એક એવા માજી સૈનિક કે જેઓ વય નિવૃત્તિના કારણે સેનામાંથી નિવૃત્ત થયા છે, પરંતુ આજે પણ તેમના હૈયામાં વસતા દેશદાઝના સમુદ્રમાંથી વહેતી ધારાઓ અભ્યાસુ બાળાઓના શૈક્ષણિક જીવનને સીંચી રહી છે. તેમજ ગોપાલ ભાઈ દેશ સેવા...
army day   જાણો સેનામાંથી નિવૃત થયા બાદ ઉત્કૃષ્ટ રીતે સમાજમાં યોગદાન આપતા ગોપાલભાઈની કહાની

ગોપાલભાઈ રાઠવા : છોટાઉદેપુર તાલુકાના એક એવા માજી સૈનિક કે જેઓ વય નિવૃત્તિના કારણે સેનામાંથી નિવૃત્ત થયા છે, પરંતુ આજે પણ તેમના હૈયામાં વસતા દેશદાઝના સમુદ્રમાંથી વહેતી ધારાઓ અભ્યાસુ બાળાઓના શૈક્ષણિક જીવનને સીંચી રહી છે. તેમજ ગોપાલ ભાઈ દેશ સેવા માનવસેવા તે જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરી રહ્યા છે.

Advertisement

છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની બોર્ડરે આવેલા કટારવાંટ ગામમાં રહેતા માજી સૈનિક ગોપાલભાઈ આજના યુગમાં પણ માનવતા ગદગદી ઉઠે તેવા ઉમદા કાર્યોને પાર પાડતા હોવાની વાત ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુરની ટીમને મળતા તેઓની મુલાકાતે પહોંચી હતી.

વ્યક્તિત્વના ધની એવા ગોપાલભાઈ કરે છે ગરીબ બાળકોને મદદ 

ગોપાલભાઈ રાઠવા

ગોપાલભાઈ રાઠવા

Advertisement

આજના યુગમાં વ્યક્તિત્વના ધની એવા ગોપાલભાઈ માજી સૈનિક પોતાના નિવૃત્તિ જીવનનો એક મોટો હિસ્સો ખર્ચી પોતાના વિસ્તારમાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને હોસ્ટેલ વ્યવસ્થા પૂરી પાડી ઉમદા સામાજિક કાર્યને અંજામ આપી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકાના કટારવાંટ ગામે પોતાના બે સંતાન અને પરિવાર સાથે જીવન નિર્વાહ કરી રહેલ ગોપાલભાઈ કે જે નિવૃત્તિમાં પણ સરાહનીય પ્રવૃત્તિને અંજામ ગોપાલભાઈ આપી રહ્યા છે.

ગોપાલભાઈ કે જેઓ માજી સૈનિક છે જેઓ તારીખ 1-08-2002 માં ભારતીય સેનામાં જોડાયા અને 19 વર્ષ સુધી દેશપ્રેમ સાથે સેનામાં સેવા આપી અને 31-જુલાઈ 2021માં વય નિવૃત્તિ બાદ પોતાના વતન કટારવાંટથી થોડા અંતરે આવેલ ગુનાટા ગામે આવી એક રાણી કાજલ છાત્રાલય અભ્યાસુ બાળાઓ માટે રેહવા તથા જમવાની વ્યવસ્થા સાથેની નિઃસુલક છાત્રાલય ચલાવી રહ્યા છે.

Advertisement

અભ્યાસુ બાળાઓ માટે હોસ્ટેલ સ્થાપિત સ્થાપિત કરી

માજી સૈનિકને સરકાર તરફથી મળેલ સેવા નિવૃતિ બાદ આરામ અને  વૈભવી જીવન જીવવાની આકાંક્ષાઓને બદલે હજી પણ તેઓના હૈયે ઉભરતો દેશ સેવાનો જુસ્સાને લઈ સમાજ માટે કંઈક કરી બતાવવાની ઝંખનાને માત્ર  વિચારો સુધી સીમિત ન રાખી તેને નક્કર દિશામાં વેગ આપી પરિણામ સુધી પહોંચી અને ગરીબ અભ્યાસુ બાળાઓ માટે હોસ્ટેલ સ્થાપિત સ્થાપિત કરી છે .

જેમાં બાળકોને નિ:શુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા અને ટ્યુશન પૂરું પાડવાનું બીડું ઉઠાવી લીધું છે. આ તમામ ખર્ચ માટે કોઈ ફાળો કે સરકારી સહાય નહીં પણ ગોપાલભાઈ પોતે ઊઠાવી રહ્યા છે.

વ્યક્તિત્વના ધની ગોપાલભાઈને દુનિયા સલામ કરે તેવા ઉમદા કાર્યની વાત મળતાં  તેમની મુલાકાતે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું હતું અને તમામ દર્શકોને આવા વ્યક્તિ વિશેષની જાણકારી આપવાના સઘળા પ્રયાસો કરાયા હતા.

ગોપાલભાઈની આ સામાજિક માનવતાવાદી પ્રવૃત્તિને ગામ લોકો પણ બિરદાવી રહ્યા

તેમની આ સામાજિક માનવતાવાદી પ્રવૃત્તિને ગામ લોકો પણ બિરદાવી રહ્યા છે. તો વિદ્યાર્થીઓ તો તેઓને પોતાની શૈક્ષણિક કારકિર્દીના રચેતા તરીકે પણ ગણાવી રહ્યા છે. અને જીવનમાં મળનારી તમામ સફળતાના શિખરો સર કરવા ગોપાલભાઈ દ્વારા અપાયેલ યોગદાનને વ્યર્થ નહીં જવા દઈએ અને તેમણે જે ઉજ્જવળ ગામનું સ્વપ્ન જોયુ છે. તેને પૂરો કરવામાં કોઈ કસર બાકી નહીં રખાય તેમ હુંકાર પણ ભરવામાં આવી રહ્યો છે.

આ ઉમદા કાર્યમાં તેઓના પત્ની  બેનાબેન પણ ખભેથી ખભા મેળવી સહકાર આપી રહ્યા

આ ઉમદા કાર્યમાં ગોપાલભાઈને તેઓના અર્ધાંગની  બેનાબેન પણ ખભેથી ખભા મેળવી સહકાર આપી રહ્યા છે. રોજ સવાર અને સાંજ દરમિયાન આ દંપતી દ્વારા છાત્રાલયની મુલાકાત લેવામાં આવે છે બાળાઓ સાથે શૈક્ષણિક મારગદર્શન ચર્ચાઓ , ગમ્મત, ખેલકૂદ,  વાર્તાઓ , વ્યાખ્યાનો, આયોજિત કરી જીવનમાં આવતી સારી નરસી પરિસ્થિતિઓ થી અવગત કરી જીવનમાં ક્યારે પણ હાર નહીં માની હતાશ નહીં થવું તેમ મોટીવેશનલ સ્પીચ આપી હકારાત્મક અભિગમ અપનાવવા હાકલ પણ કરે છે.

ગોપાલભાઈ અને તેઓના પત્ની જ્યારે પોતાની દિનચર્યા બાદ છાત્રાલયમાંથી વિદાય લે છે, ત્યારે અભ્યાસુ બાળાઓ દ્વારા તેઓને જાણે કે એક દુલ્હનને વિદાય આપતા હોય તેમ તમામ બાળકો ઓસરી ઉપર આવી એક સાથે હાથ હલાવી ટાટા બાય બાય કરી ખોભે ખોભે પ્રેમની વર્ષા સાથે વિદાય આપતા હોવાનો રોજનો નિત્યક્રમ આ સેવાભાવી દંપતી પ્રત્યે બાળાઓ નો આદર તેઓનાં સત્કાર્ય ના ઋણભાવ ની પ્રતિતિ કરાવે છે.

અહેવાલ - તોફીક શેખ 

આ પણ વાંચો -- રાજકોટ જિલ્લા કક્ષાનો “પી.એમ.જનમન” કાર્યક્રમ ગોંડલ ખાતે યોજાયો

KA

Tags :
Advertisement

.