અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે!
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રાજ્યની રાજનીતિને લઈને દરરોજ મોટા સમાચાર મળી રહ્યાં છે. ગુજરાતમાં AAP અને અર્બુદા સેનાના ગઠબંધનની ચર્ચા ચાલતી હતી ત્યારે અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેના લીધે મહેસાણાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.વિપુલ ચૌધરી AAPમાં જોડાશેઅર્બુદા સેનાના મહામંત્રી રાજુભà
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રાજ્યની રાજનીતિને લઈને દરરોજ મોટા સમાચાર મળી રહ્યાં છે. ગુજરાતમાં AAP અને અર્બુદા સેનાના ગઠબંધનની ચર્ચા ચાલતી હતી ત્યારે અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેના લીધે મહેસાણાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
વિપુલ ચૌધરી AAPમાં જોડાશે
અર્બુદા સેનાના મહામંત્રી રાજુભાઇ ચૌધરીએ નિવેદન આપ્યું છે કે, આગામી 15 નવેમ્બર ના રોજ અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી (Vipul Chaudhary) આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાશે. ગાંધીનગરના ચરાડામાં અર્બુદા સેનાનું મહા સંમેલન યોજાશે જેમાં અર્બુદા સેના પોતાનું રાજકીય સ્ટેન્ડ નક્કી કરશે. જો કે આ અંગે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વિસનગર સીટ પર જામશે ત્રિપાખીયો જંગ
વિસનગર વિધાનસભા સીટ પર ભાજપે ઋષિકેશ પટેલને ટિકિટ આપતા વિપુલ ચૌધરી AAPમાં જોડાઈ વિસનગરથી ચૂંટણી લડશે. વિસનગર વિધાનસભા સીટ પર આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે. વર્ષ 1995 થી લઇને 2017 સુધી વિસનગર સીટ પર ભાજપનો વિજય થયો છે. વર્ષ 2007, 2012, 2017માં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિજેતા બન્યા હતા. 2022માં અહીંથી ઋષિકેશ પટેલને ટિકિટ મળી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement