Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આંધ્રપ્રદેશ સરકાર Adani ને આપી શકે છે મોટો ઝટકો!

અદાણી ગ્રુપ પર લાંચના આરોપ, આંધ્રપ્રદેશે કોન્ટ્રાક્ટ રદ કરવાનો વિચાર કર્યો આંધ્રપ્રદેશમાં અદાણીના પાવર કોન્ટ્રાક્ટ પર સંગટના વાદળ લાંચ કેસ: ગૌતમ અદાણી અને 7 અન્ય લોકો પર આરોપ ચંદ્રબાબુ નાયડુએ અદાણી-YSRCP કૌભાંડ પર નારાજગી વ્યક્ત કરી અદાણી ગ્રુપના કોન્ટ્રાક્ટો...
આંધ્રપ્રદેશ સરકાર adani ને આપી શકે છે મોટો ઝટકો
Advertisement
  • અદાણી ગ્રુપ પર લાંચના આરોપ, આંધ્રપ્રદેશે કોન્ટ્રાક્ટ રદ કરવાનો વિચાર કર્યો
  • આંધ્રપ્રદેશમાં અદાણીના પાવર કોન્ટ્રાક્ટ પર સંગટના વાદળ
  • લાંચ કેસ: ગૌતમ અદાણી અને 7 અન્ય લોકો પર આરોપ
  • ચંદ્રબાબુ નાયડુએ અદાણી-YSRCP કૌભાંડ પર નારાજગી વ્યક્ત કરી
  • અદાણી ગ્રુપના કોન્ટ્રાક્ટો પર આંધ્ર સરકારની નઝર
  • આંધ્રપ્રદેશ સરકારની અદાણી ગ્રુપ સાથેના કોન્ટ્રાક્ટ પર પુનર્વિચાર 

Gautam Adani : અમેરિકામાં સોલાર પાવર કોન્ટ્રાક્ટ માટે ગૌતમ અદાણી અને તેમના ગ્રુપ પર લાંચ અને છેતરપિંડીના ગંભીર આરોપો લાગ્યા છે. આ પહેલા, સોલાર પાવર કોન્ટ્રાક્ટ્સ માટે રોકાણકારો સાથે ગેરરીતિના કેસ સામે આવ્યા છે. હવે, એના પર રાજ્ય સરકાર પણ નજર છે. આંધ્ર પ્રદેશની સરકાર અદાણી ગ્રુપ સાથેના પાવર સપ્લાય કોન્ટ્રાક્ટ પર ગંભીર રીતે વિચાર કરી રહી છે. મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકાર એ કોન્ટ્રાક્ટ રદ કરવાની શક્યતા પર વિચાર કરી રહી છે.

Advertisement

આંધ્રપ્રદેશ પાવર સપ્લાય કોન્ટ્રાક્ટ રદ કરી શકે છે

આંધ્ર પ્રદેશની રાજ્ય સરકાર કથિત આરોપોમાં અગાઉના વહીવટીતંત્રની તમામ આંતરિક ફાઇલોની તપાસ કરી રહી છે, એમ રાજ્યના નાણામંત્રી પય્યાવુલા કેશવે સોમવારે રોઇટર્સને જણાવ્યું હતું. કેશવે કહ્યું, 'અમે એ પણ જોઈશું કે આગળ શું કરી શકાય, જેમ કે કોન્ટ્રાક્ટ રદ કરવાની કોઈ શક્યતા છે કે કેમ... રાજ્ય સરકાર આ મુદ્દા પર નજીકથી વિચાર કરી રહી છે.' યુએસ અધિકારીઓએ ગૌતમ અદાણી અને અન્ય 7 લોકો પર 2021 અને 2022 વચ્ચે ઓડિશા, તમિલનાડુ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં સૌર ઉર્જા પુરવઠાના કોન્ટ્રાક્ટ મેળવવા માટે અમુક ભારતીય સરકારી અધિકારીઓને $265 મિલિયનની લાંચ આપવા માટે સંમત થવાનો આરોપ મૂક્યો છે.

Advertisement

સાગર અદાણી સહિત 7 લોકો પર આરોપ

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત 7 અન્ય લોકો પર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના અધિકારીઓને બજાર દરે મોંઘી સૌર ઊર્જા ખરીદવા માટે લાંચ આપવાનો આરોપ મૂક્યો છે. જો કે આમાં અધિકારીઓના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આરોપ છે કે આંધ્ર પ્રદેશ રાજ્ય સરકારના એક અધિકારીને પ્રતિ મેગાવોટ રૂપિયા 25 લાખ ચૂકવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય SECI પાસેથી 7,000 મેગાવોટ (7 GW) સૌર ઊર્જા ખરીદવા સંમત થયું. જોકે, અદાણી ગ્રુપે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને પાયાવિહોણા ગણાવ્યા છે. વળી, આંધ્ર પ્રદેશની અગાઉની સત્તાધારી પાર્ટી YSR કોંગ્રેસ પાર્ટીએ ગયા અઠવાડિયે કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો હતો. અહીં, ફ્રેન્ચ ઓઇલ અગ્રણી ટોટલએનર્જીએ સોમવારે અદાણી જૂથમાં વધુ રોકાણ અટકાવ્યું હતું. જણાવી દઈએ કે, અદાણી ગ્રીનમાં ટેલએનર્જીઝની 20 ટકા ભાગીદારી છે.

Advertisement

ચંદ્રાબાબુ નાયડુએ પણ નારાજગી વ્યક્ત કરી છે

જણાવી દઈએ કે ગયા શુક્રવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાસે અગાઉની વાયએસઆરસીપી સરકાર અને અદાણી જૂથને સંડોવતા કથિત લાંચ કૌભાંડ સંબંધિત યુએસમાં દાખલ કરાયેલ 'ચાર્જશીટ રિપોર્ટ' છે. તેમણે ગેરરીતિઓ સામે પગલાં લેવાનું ‘વાયદો’ કર્યો હતો. નાયડુએ કહ્યું કે વાયએસઆરસીપી સરકાર અને અદાણી જૂથ સંબંધિત આરોપોએ દક્ષિણ રાજ્યની પ્રતિષ્ઠા અને તેની બ્રાન્ડ ઈમેજને નુકસાન પહોંચાડ્યું છે અને તેને "ખૂબ જ દુઃખદ ઘટનાક્રમ" ગણાવ્યો છે.

આ પણ વાંચો:  Adani Group ને બીજો મોટો ફટકો, ફ્રાન્સની આ કંપનીએ નવું રોકાણ કરવાની ના પાડી!

Tags :
Advertisement

Trending News

.

×