Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ANANT AMBANI RADHIKA MERCHANT PRE WEDDING : દિલજીતના પર્ફોમન્સે મચાવી ધૂમ, નીતા અંબાણીએ પહેરી આ ખાસ સાડી 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું આ પ્રી વેડિંગના ફંકશન ભવ્ય રીતે હાલ જામનગર ખાતે ચાલી રહ્યું છે. ત્યારે આજરોજ આ ઈવેન્ટનો અંતિમત્રીજા  ત્રીજો દિવસ છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે આજરોજ પણ વીવીઆઇપી મહેમાનો પહોંચ્યા હતા. ત્યારે આજરોજ આ ઈવેન્ટની...
anant ambani radhika merchant pre wedding   દિલજીતના પર્ફોમન્સે મચાવી ધૂમ  નીતા અંબાણીએ પહેરી આ ખાસ સાડી 
Advertisement

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું આ પ્રી વેડિંગના ફંકશન ભવ્ય રીતે હાલ જામનગર ખાતે ચાલી રહ્યું છે. ત્યારે આજરોજ આ ઈવેન્ટનો અંતિમત્રીજા  ત્રીજો દિવસ છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે આજરોજ પણ વીવીઆઇપી મહેમાનો પહોંચ્યા હતા. ત્યારે આજરોજ આ ઈવેન્ટની ઘણી ફોટોસ વાયરલ થઈ રહી છે, તેમાં આદિત્ય રૉય કપૂર અને અનન્યા પાંડેની એક તસવીર ખૂબ જ ચર્ચામાં છે. વધુમાં દિલજીત દ્વારા શેર કરવામાં આવેલ એક વિડીયો પણ ઇન્ટરનેટ ઉપર ઘણો ધૂમ મચાવી રહ્યો છે.

નીતા અંબાણીએ પહેરી આ ખાસ સાડી 

નીતા અંબાણીએ આ ખાસ અવસર માટે ખાસ સાડી પહેરી છે. નીતા અંબાણીએ પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના કાર્યો માટે હેન્ડલૂમ કાંચીપુરમ સાડી પહેરી હતી. આ સાડી એ દક્ષિણ ભારતના વણકરો દ્વારા હાથવણાટની શ્રેષ્ઠ કૃતિ છે જેમણે પેઢીઓથી તેમની કળાને સન્માન આપ્યું છે અને તે પરંપરાગત ભારતીય કારીગરી માટેના તેમના ઊંડા આદરનું નિવેદન છે. ભારતીય કલા અને સંસ્કૃતિના પ્રખર આશ્રયદાતા નીતા અંબાણીએ સ્થાનિક કારીગરોની અનન્ય કુશળતાને પ્રકાશિત કરવા માટે આ સાડી પસંદ કરી હતી.

Advertisement

બોલીવુડના નવા લવ બર્ડ્સ દેખાયા એકસાથે 

Advertisement

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની એક વાયરલ તસવીર સમાચારમાં છે. આ ફોટોમાં આપણને બોલીવુડના લવ બર્ડ્સ અનન્યા પાંડે અને આદિત્ય રૉય કપૂર દેખાઈ રહ્યા છે, અને તેમના સાથે રણબીર કપૂર પણ પાર્ટીના મૂડમાં આપણને જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અનંત અને રાધિકાના આ પ્રી વેડિંગ ઈવેન્ટમાં ત્રણ ખાન, બચ્ચન પરિવાર, રણબીર અને આલિયા, સૈફ અલી ખાન પરિવાર, અક્ષય કુમાર અને અજય દેવગન જેવા ઘણા મોટા કલકારો જોવા મળ્યા હતા.

દિલજીતે મચાવી ધૂમ, અનંતે કહ્યું " દિલજીતભાઈ 20 મિનિટ વધારે"

દિલજીત દોસાંજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ઈવેન્ટમાં ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું. દિલજીતે આ બાબતનો વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આપણને દેખાય છે કે, અનંત અંબાણી કહે છે કે, "દિલજીતભાઈ કમ સે કમ 20 મિનિટ ઔર" અને તેના જવાબમાં દિલજીત કહે છે કે " સર 30 મિનિટ કરી દઇશું" . આ વિડીયોમાં આપણને બોલીવુડના કલાકારો દિલજીતના ગીતો ઉપર ઝૂમતા દેખાઈ રહ્યા છે. આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો -- શહેરામાં ભૂગર્ભ ગટરનું પાણી રસ્તા પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત

Tags :
Advertisement

Related News

featured-img
Top News

“સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીમાં કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે

featured-img
ગુજરાત

VADODARA : વડોદરાના આકાશમાં સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમના કરતબ છવાયા

featured-img
Top News

Rajkot: રૂરલ LCB એ જુગારધામ ઝડપ્યું, કમઢિયા ભુવા તરીકે ઓળખાતા પ્રખ્યાત ભુવાની ધરપકડ

featured-img
ગુજરાત

VADODARA : રાત્રે પ્રસંગ પતાવીને પરત ફરતા સમયે સોનાની ચેઇનની તફડંચી

featured-img
Top News

Mahisagar: લુણાવાડા ભાજપના નગર યુવા મોરચા પ્રમુખ પ્રશાંત રાણા પર હુમલો

featured-img
Top News

Rajkot: જેતપુરની સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીને તમાચા માર્યા, ઘટના CCTVમાં કેદ

Trending News

.

×