Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amul Vagad: ડેરીઓના ખાનગી સંચાલકોની ગેરરીતિ સામે વાગડ-મેવાડના ખેડૂતોનો રોષ!

Amul Vagad: Rajasthan માં અમૂલ પેટર્ન પર દૂધ એકત્ર કરીને દૂધ ઉત્પાદકોને સીધો ફાયદો કરાવવા માટે વાગડના લોકસભાના સાંસદ કનકમલ કટારા, સાગવાડાના ધારાસભ્ય શંકરલાલ દેચા, પૂર્વ ધારાસભ્ય ગઢી ગોપીચંદ મીના, વાગડ વોરિયર્સના કન્વીનર નરેશ પાટીદાર દિવડા, પટેલ પાટીદાર ડાંગી સામાજિક...
amul vagad  ડેરીઓના ખાનગી સંચાલકોની ગેરરીતિ સામે વાગડ મેવાડના ખેડૂતોનો રોષ

Amul Vagad: Rajasthan માં અમૂલ પેટર્ન પર દૂધ એકત્ર કરીને દૂધ ઉત્પાદકોને સીધો ફાયદો કરાવવા માટે વાગડના લોકસભાના સાંસદ કનકમલ કટારા, સાગવાડાના ધારાસભ્ય શંકરલાલ દેચા, પૂર્વ ધારાસભ્ય ગઢી ગોપીચંદ મીના, વાગડ વોરિયર્સના કન્વીનર નરેશ પાટીદાર દિવડા, પટેલ પાટીદાર ડાંગી સામાજિક સંસ્થાઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી. મળતી વિગતો પ્રમાણે મુખ્ય સૂર્ય અહારી અને લોકસભા બાંસવાડા-ડુંગરપુરના ઉમેદવાર મહેન્દ્રસિંહ માલવીયાએ રાજસ્થાનના મુખ્યમંત્રીને સહકાર કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી, અમૂલ ફેડરેશન ગુજરાતના નામે માંગણી પત્ર સુપરત કર્યો હતો. તેમાં આ ઉત્પાદકોને સીધો ફાયદો કરાવવા માટે માગણી કરવામાં આવી છે.

Advertisement

Advertisement

વધુ વિગતે વાત કરવામાં આવે તો આ પત્રમાં માંગ કરવામાં આવી હતી કે, ગુજરાતના દક્ષિણ રાજસ્થાનના સરહદી જિલ્લાઓ ડુંગરપુર, બાંસવાડા, સાલમ્બર, ઉદયપુર અને પ્રતાપગઢમાં અમૂલ ફેડરેશનના સાબર, મધુર, પંચમહાલ જિલ્લા યુનિયનો દ્વારા દૂધ એકત્ર કરવાની કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે.

Amul Vagad

Advertisement

ઉલ્લેખનીય છે કે, ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા દુધ એક્ત કરતા તેઓ દુધ ઉત્પાદકોને યોગ્ય ભાવ આપતા નથી.ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા દૂધના સંગ્રહમાં થતી ગેરરીતિના કારણે દૂધ ઉત્પાદકોને દૂધના પૂરા ભાવ મળી શકતા નથી તેમજ ક્લસ્ટર ઓપરેટર કોન્ટ્રાક્ટર અને સર્કલ ઓપરેટર દ્વારા ખેડૂતોને વાર્ષિક ડિવિડન્ડનો દર પણ આપવામાં આવતો નથી.

Amul Vagad Amul Vagad

માંગણી કરવામાં આવી રહીં છે કે, ઉક્ત ખાનગી કોન્ટ્રાક્ટર ક્લસ્ટર ઓપરેટરને બંધ કરી દેવા જોઈએ અને અમૂલ/જયપુર પેટર્ન પર દૂધની ખરીદી ઓનલાઈન થવી જોઈએ જેથી ખેડૂતોને દૂધનો પૂરો પુરવઠો મળી શકે. અને તેની સાથે સાથે વાર્ષિક ડિવિડન્ડની કિંમત સીધી ખેડૂતના ખાતામાં જમા થવી જોઈએ. તે રકમજૂથ અને ક્લસ્ટરના ખાતામાં જમા ના થવી જોઈએ.

Amul Vagad Amul Vagad

દૂધની ખરીદી કલસ્ટર કક્ષાએ ડેરીના કામદારો દ્વારા કરવામાં આવે અને જૂથ કક્ષાએ પણ ઓનલાઈન ખરીદી થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. તેની સાથે સાથે દૂધમાં પણ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ચલાવવાની માંગણી કરવામાં આવી છે.

વાગડ-મેવાડના ડુંગરપુર, બાંસવાડા, સાલમ્બર અને ઉદેપુર જિલ્લા વચ્ચે અમૂલ સંઘની આશરે 2 લાખ લિટર ક્ષમતાની પેકેજિંગ પ્લાન્ટ ખોલવામાં આવે. જેથી સહકારી માટે સમૃદ્ધિનો માર્ગ મોકળો થાય, દરેક વર્ગ અને સમાજના છેલ્લામાં છેલ્લા ખેડૂત પરિવારોના કલ્યાણ અને ઉત્થાનનો માર્ગ મોકળો થશે. તેની સાથે પશુપાલન પરિવારોને આત્મનિર્ભરતા અને આર્થિક લાભો સાથે સશક્ત બનાવી શકાશે.

આ પણ વાંચો: Brijendra Singh: લ્યો બોલો! બ્રિજેન્દ્ર સિંહ ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાયા
આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીની આઝમગઢને ભેટ, અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું…
આ પણ વાંચો: Brijendra Singh : હરિયાણામાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, હિસારના સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટી છોડી…
Tags :
Advertisement

.