Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર ગણાતા Ameen Sayani એ 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Ameen Sayani Passes Away : રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા દિગ્ગજ રેડિયોના પ્રસ્તુતકર્તા અમીન સયાની (Ameen Sayani) નું મંગળવારે લાંબી બિમારી બાદ નિધન (passed away) થયું છે. અવાજના જાદુગરે આકાશવામીની 'બિનાકા ગીતમાલા' (Binaca Geetmala) માં પોતાના કામથી વિશ્વભરના પ્રેક્ષકોને...
રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર ગણાતા ameen sayani એ 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Ameen Sayani Passes Away : રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા દિગ્ગજ રેડિયોના પ્રસ્તુતકર્તા અમીન સયાની (Ameen Sayani) નું મંગળવારે લાંબી બિમારી બાદ નિધન (passed away) થયું છે. અવાજના જાદુગરે આકાશવામીની 'બિનાકા ગીતમાલા' (Binaca Geetmala) માં પોતાના કામથી વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમનો આ કાર્યક્રમ કેટલો સફળ રહ્યો તેનો અંદાજો તમે તે વાતથી લગાવી શકાય છે કે, લગભગ 5 દાયકા સુધી શ્રોતાઓના હ્રદયમાં તે છવાયેલો રહ્યો હતો.

Advertisement

અમીન સયાનીએ લીધા અંતિમ શ્વાસ

મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અમીન સયાનીના પુત્ર રાજિલ સાયનીએ મીડિયાને તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. તેમના પુત્રના જણાવ્યા અનુસાર, અમીન સયાનીને મંગળવારે સાંજે લગભગ 6 વાગ્યે દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવ્યા પછી, તેમનો પુત્ર તેમને દક્ષિણ મુંબઈના એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં સારવાર બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અમીન સયાનીએ પોતાના અવાજ અને કાર્યક્રમોની રજૂઆતથી માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ખ્યાતિ મેળવી હતી. તેમનો પ્રખ્યાત કાર્યક્રમ બિનાકા ગીતમાલા રેડિયો સિલોન પર પ્રસારિત થયો હતો.

હું છુ તમારો દોસ્ત અમીન સયાની

અમીન સયાનીએ 1951માં રેડિયો કરિયરની શરૂઆત કરી હતી. રેડિયો પર ભાઈઓ અને બહેનોને સંબોધિત કરીને તેમની વાત કરવાની શૈલી પણ ઘણી લોકપ્રિય હતી. એક સમય હતો જ્યારે લોકો રેડિયોના દિવાના હતા. ટેક્નોલોજી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ જૂની વસ્તુઓ અદૃશ્ય થવા લાગી. આજે ભલે ઓટીટી કે પોકેટ એફએમનો જમાનો હોય, પરંતુ રેડિયોની ખાઈ જો કોઈ પુરી શકતું હોય તો તે અમીન સયાની હતા, પરંતુ હવે 'હા ભાઈઓ અને બહેનો, હું છુ તમારો મિત્ર અમીન સયાની' એમ કહેનારા લોકપ્રિય રેડિયો પ્રસ્તુતકર્તા અમીન સયાનીએ આ દુનિયા છોડી દીધી છે. એક માહિતી અનુસાર, તેણે લગભગ 54 હજાર રેડિયો પ્રોગ્રામ અને 19 હજાર સ્પોટ અથવા જિંગલ્સ કર્યા છે.

Advertisement

અમીન સયાનીને આ પુરસ્કારોથી સન્માનિત કરાયા છે 

અમીન સાયનીને રેડિયોની દુનિયામાં તેમના યોગદાન માટે ઘણા મોટા અને પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા હતા. જેમાંથી લિવિંગ લિજેન્ડ એવોર્ડ (2006), ગોલ્ડ મેડલ (1991-ઇન્ડિયન સોસાયટી ઓફ એડવર્ટાઇઝમેન્ટ તરફથી, પર્સન ઓફ ધ યર એવોર્ડ (1992) - લિમ્કા બુક્સ ઓફ રેકોર્ડ્સ, કાન હોલ ઓફ ફેમ એવોર્ડ (2003) - રેડિયો મિર્ચી તરફથી.

અંતિમ દર્શન માટે મુંબઈ આવશે સંબંધીઓ

જણાવી દઈએ કે અમીન સયાનીના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે 22 ફેબ્રુઆરી 2024 ના રોજ થશે, કારણ કે આજે તેમના કેટલાક સંબંધીઓ તેમના અંતિમ દર્શન માટે મુંબઈ આવવાના છે. અમીન સયાનીના અંતિમ દર્શન અંગે ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવશે. અમીન સયાનીના નિધનથી તેમનો પરિવાર, મિત્રો અને ચાહકો શોકમાં છે.

Advertisement

આ પણ વાંચો - Sandeshkhali ની ‘ગુપ્ત ફાઇલ’ કેન્દ્ર સરકાર સુધી પહોંચી, NIA ટૂંક સમયમાં કરશે કાર્યવાહી, FIR દાખલ કરાશે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.