Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડબલ ઋતુને કારણે સીઝનેબલ બીમારીઓમાં 25% નો વધારો, AMA એ આપી મહત્વની સૂચનાઓ

દિવસે સખત ગરમી અને રાત્રે ઠંડી ડબલ સિઝનથી બીમારીઓ વધી છે. ત્યારે હજુ એક પખવાડ્યું ડબલ સીઝન રહેવાની સંભાવના છે. ક્યારે સીઝનેબલ બીમારીઓમાં 25% થી વધુ નો વધારો નોંધાયો છે. ઘરે ઘરે બીમારીના કેસિસ જોવા મળી રહ્યા છે. ત્યારે આ સીઝનમાં બીમારીઓથી બચવા શું ધ્યાન રાખવું તેને લઈને અમદાવાદ મેડિકલ એસોસિએશનને પણ વિશેષ સૂચનો આપ્યા છે.વિશેષ કાળજી રાખવા સલાહડબલ ઋતુ વાળી આ સિઝનમાં વાયરલ ઇન્ફેક્શન, àª
ડબલ ઋતુને કારણે સીઝનેબલ બીમારીઓમાં 25  નો વધારો  ama એ આપી મહત્વની સૂચનાઓ
દિવસે સખત ગરમી અને રાત્રે ઠંડી ડબલ સિઝનથી બીમારીઓ વધી છે. ત્યારે હજુ એક પખવાડ્યું ડબલ સીઝન રહેવાની સંભાવના છે. ક્યારે સીઝનેબલ બીમારીઓમાં 25% થી વધુ નો વધારો નોંધાયો છે. ઘરે ઘરે બીમારીના કેસિસ જોવા મળી રહ્યા છે. ત્યારે આ સીઝનમાં બીમારીઓથી બચવા શું ધ્યાન રાખવું તેને લઈને અમદાવાદ મેડિકલ એસોસિએશનને પણ વિશેષ સૂચનો આપ્યા છે.
વિશેષ કાળજી રાખવા સલાહ
ડબલ ઋતુ વાળી આ સિઝનમાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, ખાંસી, તાવ, શરીરમાં કળતર, તથા બ્લડ પ્રેશર ની સમસ્યાના કેશો વધ્યા છે.. સાથે સાથે  અસ્થમાના કેસીસ, સીઓપીડીના કેસિસ, કાર્ડિયાક અરેસ્ટ ના કેસિસ, અને સાથે સાથે એલર્જી રાઇનાઇટીસ નું પણ પ્રમાણ વધ્યું છે. આ પ્રકારના કેસીસમાં 20 થી 25 ટકા જેટલો વધારો નોંધાયો છે. ત્યારે ડબલ સીઝનમાં સાવચેતી રાખવા તબીબોએ સલાહ આપી છે. તબીબો નું કહેવું છે કે રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી અને ડી હાઇડ્રેશન થી બચવા લિક્વિડ અને પાણી પૂરતા પ્રમાણમાં લેવું જરૂરી છે. સાથે સાથે અસ્થમા અને સીઓપીડી થી પીડાતા મરીજોને પણ વિશેષ કાળજી રાખવા સલાહ આપવામાં આવી છે.
15 દિવસ સાચવવું
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પદાધિકારી એવા ડોક્ટર સાહિલ શાહ જણાવે છે કે આ ડબલ ઋતુ હજુ એક પખવાડિયા સુધી ચાલશે અને આ સિઝનમાં બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. જેના કારણે શરીર બે ઋતુઓ વચ્ચે એડજસ્ટ ન કરી શકતા વિવિધ બીમારીઓ થતી હોય છે. અને જે લોકો જૂની બીમારીઓથી પીડિત છે તેમને વધુ તકલીફ સહન કરવાની આવે છે. આ સિઝનમાં હવામાં ઉડતા રજકણો નું પ્રમાણ પણ વિશેષ જોવા મળે છે જેના કારણે સીઓપીડી અને અસ્થમા ના કેસિસ વાળા લોકોને વધુ તકલીફ પડતી હોય છે. સાથે સાથે બાળકો માટે હાઇડ્રેશન નું પ્રમાણ જાળવવું જરૂરી બને છે. પરિણામે લોકોએ આ સીઝનમાં પાણીવાળા ફ્રુટ, જ્યુસ અને પાણીનો પૂરતા પ્રમાણમાં સેવન કરવું જરૂરી બને છે.
હોળી બાદ નિયમિત ઋતુ રહેશે
અમદાવાદ મેડિકલ એસોસિએશન દિવસે ગરમીથી બચવા સૂચનો આપ્યા છે તો રાત્રે ઠંડી પણ હોય છે તેથી તેનાથી બચવા પણ લોકોએ રાત્રિ દરમિયાન ગરમ કપડાનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ડોક્ટર સાહિલ શાહ જણાવે છે કે, હોળી સુધી તો ડબલ ઋતુનો અનુભવ થશે અને તેના કારણે લોકોએ કાળજી રાખવી જરૂરી છે. હોળી બાદ નિયમિત ગરમીની ઋતુ શરૂ થઈ જશે અને ત્યારબાદ ડબલ ઋતુ સમાપ્ત થઈ જશે. તો કે ત્યાં સુધી તમામ સૂચનો લોકો પાલન કરશે તો ડબલ ઋતુ ને કારણે વિવિધ બીમારીઓ ની અડફેટથી બચી શકશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.