Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાને લઈને AMAનું રેડ સિગ્નલ, બેદરકાર બનશો તો કોરોના ઘાતક બનશે

રાજયમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમાં પણ છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસો 200થી વધુ આવી રહ્યા છે. અને આગામી સમયમાં રથયાત્રા સહિતના તહેવારોમાં કેસો વધી શકે છે. તેવું નિવેદન એએમએના જોઈન્ટ સેક્રેટરી શાહીલ શાહ દ્વારા આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહી થાય તો કોરોનાની ચોથી લહેર સક્રિય બનશે.કોરોનાના કેસો રાજ્યમાં સતત વધી રહ્યા છે અને તેમાં પણ અમà
કોરોનાને લઈને amaનું રેડ સિગ્નલ  બેદરકાર બનશો તો કોરોના ઘાતક બનશે
રાજયમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમાં પણ છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસો 200થી વધુ આવી રહ્યા છે. અને આગામી સમયમાં રથયાત્રા સહિતના તહેવારોમાં કેસો વધી શકે છે. તેવું નિવેદન એએમએના જોઈન્ટ સેક્રેટરી શાહીલ શાહ દ્વારા આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહી થાય તો કોરોનાની ચોથી લહેર સક્રિય બનશે.
કોરોનાના કેસો રાજ્યમાં સતત વધી રહ્યા છે અને તેમાં પણ અમદાવાદમાં વિશેષ કેસો સામે આવ્યા છે. જેને લઈને અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી મહત્વનું નિવેદન સામે આવ્યું છે. એએમએ ના જોઈન્ટ સેક્રેટરી શાહીલ શાહનુ મહત્વનું નિવેદન સામે આવ્યુ છે. તેઓએ  કેસો વધતા સરકાર અને જનતા બન્નેને સાવચેત થવા અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે તહેવારોમાં લોકો ભેગા થતા કોરોનાના કેસો વધી શકે છે. તેથી સરકારે કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા અને લોકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે.
વધુમાં તેમણે જણાવ્યુ છે કે  લોકોએ બેદરકારી નહી પણ સાવચેતી રાખવાની વિશેષ જરૂર છે. ઉપરાંત તેમણે એક વિશેષ અપીલ કરતા લોકોને જાતે દવા નહીં કરી લેવા અપીલ કરી છે. ડોક્ટરની સલાહ વિના જાતે દવા લઈ લેવી તે ઘાતક નીવડી શકે છે. શાહીલ શાહે જણાવ્યું કે લોકો જાતે જ એન્ટીબાયોટીક દવાઓ લઈ રહ્યા છે તે ઘાતક સાબીત થઈ શકે  છે કારણ કે દરેક વ્યક્તિનો નો શારીરીક બાંધો અલગ અલગ હોય છે તેથી તબીબોની સલાહ વગર દવાઓ લેવી ઘાતક સાબીત થઈ શકે છે.
મહત્વનુ છે કે રાજ્યમાં કોરોનાના છેલ્લા 4 દિવસથી સતત 200થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશન ડો શાલીન શાહ કહે છે કે પ્રિકોશન લેવામાં નહી આવે અને વધુ બેદરકારી દાખવવામાં આવશે તો  કોરોનાની ચોથી લહેર સક્રિય બનશે. તેથી સરકાર અને જન્તા બન્ને એ સચેત થવાની એટલે કે પુર પહેલા પાળ બાંધવાની તાતી જરૂર છે. હાલમાં કોરોના ભૂતકાળ જેટલો ગંભીર નથી પરંતુ બેદરકારી ચોક્કસથી ભારે પડી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.