Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કો-ઓપરેટીવ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેનપદે અજયભાઈ પટેલ બિનહરીફ ચુંટાયા

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લી. ના ચેરમેન અજયભાઈ એચ. પટેલ કો-ઓપરેટીવ બેંક ઓફ ઈન્ડિયા (COBI) નવી દિલ્હીના ચેરમેનપદે આગામી પાંચ વર્ષ માટે બિનહરીફ ચુંટાઇ આવ્યા છે. કો-ઓપરેટીવ બેંકીંગ ક્ષેત્ર માટે દેશમાં એક સર્વોચ્ચ બેંક હોવી જોઈએ અને એપેક્ષ બેંક...
કો ઓપરેટીવ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેનપદે અજયભાઈ પટેલ બિનહરીફ ચુંટાયા

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લી. ના ચેરમેન અજયભાઈ એચ. પટેલ કો-ઓપરેટીવ બેંક ઓફ ઈન્ડિયા (COBI) નવી દિલ્હીના ચેરમેનપદે આગામી પાંચ વર્ષ માટે બિનહરીફ ચુંટાઇ આવ્યા છે.

Advertisement

કો-ઓપરેટીવ બેંકીંગ ક્ષેત્ર માટે દેશમાં એક સર્વોચ્ચ બેંક હોવી જોઈએ અને એપેક્ષ બેંક તરીકે કામ કરી શકે તે ઉદ્દેશથી, દેશમા સ્ટેટ કો-ઓપરેટીવ બેંકો, મલ્ટી સ્ટેટ અર્બન કો-ઓપરેટીવ બેંકો, વિવિધ નેશનલ કો-ઓપરેટીવ ફેડરશન, જમીન વિકાસ બેંકો તથા નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્ડિયા તેમજ અન્ય સંસ્થાઓ માટેની સ્થપાયેલી સર્વોચ્ચ બેંક એટલે કે COBI નું નૈતૃત્વ અજયભાઇ એચ. પટેલ દ્વારા કરવામાં આવશે.

માનનીય વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા અને પાયાનાં સ્તરે તેની પહોંચ વધારે ગાઢ બનાવવાની મંજૂરી આપી દીધી છે. ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં દીર્ઘદ્રષ્ટાં નેતૃત્વ હેઠળ અને માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહનાં સક્ષમ માર્ગદર્શન હેઠળ “સહકારથી સમૃદ્ધિ” ના સિદ્ધાંત દ્વારા તથા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના “વન અમ્બ્રેલા” ના વિચાર હેઠળ દેશના અમૃતકાલમાં સહકારિતા મંત્રાલયે સમગ્ર રાષ્ટ્રની ક્રેડીટ કો-ઓપરેટીવ સંસ્થાઓના વિકાસ માટે જે મિશન ઉપાડેલ છે તે સાકાર કરવા ભારતીય કો-ઓપરેટીવ ક્રેડીટ માળખા થકી નાણાંકીય અને બેંકિંગ સેવાઓના વ્યાપ વધારવા માટે તેમજ તેને માર્ગદર્શન પુરૂ પાડવા માટે અજયભાઇ એચ. પટેલ ના નેતૃત્વ હેઠળ કો-ઓપરેટીવ બેંક ઓફ ઈન્ડિયા (COBI) નવા સોપાનો સર કરશે.

Advertisement

આજે દિલ્હીમાં કો-ઓપરેટીવ બેંક ઓફ ઇન્ડિયાની વાર્ષિક સાધારણ સભામાં અજયભાઇ એચ. પટેલ બિનહરિફ ચુંટાયા બદલ દિલિપભાઇ સંધાણી, ઘનશ્યામભાઇ અમીન તેમજ દેશની અને રાજ્યની જુદીજુદી કો-ઓપરેટીવ સંસ્થાઓના ચેરમેન તેમજ સહકારી અગ્રણી આગેવાનોએ અજયભાઇ એચ. પટેલ ને ચેરમેન તરીકે થયેલ વરણી બદલ અભિનંદન પાઠવેલ હતા.

આ પણ વાંચો – બિપરજોયની અસર, 900 થી વધુ ગામોમાં અંધારપટ, 2 લોકોના મોત

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.