Ahmedabad પોલીસ કમિશનરે 14 PIની બદલીના આપ્યા આદેશ, વાંચો આ અહેવાલ
- બદલીના આદેશ થતા પોલીસમાં ખળભળાટ મચી ગયો
- અમદાવાદ શહેરના 14 PIની બદલીના આપ્યા આદેશ
- 14 PIની બદલી થતા પોલીસ બેડામાં ખળભળાટ
Ahmedabad: અમદાવાદ પોલીસ કમિશનરે અત્યારે એક મોટો નિર્ણય કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં પોતાની ફરજ બજાવતા 14 પીઆઈની બદલી કરી દીધી છે. નોંધનીય છે કે, ઘણાં સમયથી આ બદલીને લઇને ચર્ચાઓ ચાલી રહીં હતી. અત્યારે અચાનક બદલીના આદેશ થતા પોલીસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 2 મહિનાથી અમદવાદ શહેરમાં ક્રાઈમની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. જેના લઈને આ નિર્ણય થયો હોય તેવી પણ સંભાવનાઓ છે.
આ પણ વાંચો: VADODARA : SSG હોસ્પિટલના કર્મયોગીના નામે 30 હજાર મૃતદહેના પોસ્ટમોર્ટમનો રેકોર્ડ
બદલીના આદેશથી પોલીસ બેડામાં ખળભળાટ
નોંધનીય છે કે, અત્યારે તો 14 પીઆઈની અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બદલીઓ કરી દેવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે ગોમતીપુર, બોડકદેવ, અમરાઈવાડી અને વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત 14 પીઆઈની બદલી કરવામાં આવી છે. જેને લઈને અત્યારે અમદાવાદ પોલીસમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. વિગતો એવી પણ સામે આવી છે કે, એલિસબ્રીજ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: Ankleshwar: પડોશીએ હેવાનીયતની હદ વટાવી, હવસ સંતોષવા સગીર યુવતીને બનાવી દુષ્કર્મનો શિકાર