Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘરમાં વેપારીને બોલાવી યુવતીએ કપડાં ઉતાર્યા અને...

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વેપારી સાથે હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા અને અસારવા ઇદગાહ સર્કલ પાસે વેપાર કરતા વેપારીને તેઓના મોબાઇલ ફોનમાં 20 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ક્વેક ક્વેક નામની એપ્લિકેશનમાં કવિતા નામની છોકરીનો મેસેજ આવ્યો હતો અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી.વેપારીને કવિતા નામની યુવતી સાથે મિત્રતા થતા બન્નેએ એકબીજાના મોબાઈલ નંબરની à
ઘરમાં વેપારીને બોલાવી યુવતીએ કપડાં ઉતાર્યા અને
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વેપારી સાથે હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા અને અસારવા ઇદગાહ સર્કલ પાસે વેપાર કરતા વેપારીને તેઓના મોબાઇલ ફોનમાં 20 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ક્વેક ક્વેક નામની એપ્લિકેશનમાં કવિતા નામની છોકરીનો મેસેજ આવ્યો હતો અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી.
વેપારીને કવિતા નામની યુવતી સાથે મિત્રતા થતા બન્નેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી અને instagram તેમજ whatsapp થી વાતચીત શરૂ કરી હતી, 12 દિવસ પહેલા કવિતા નામની યુવતીએ વેપારીને whatsapp પર મેસેજ કરીને તેના ઘરનું લોકેશન મોકલ્યું હતું અને ઘરે બોલાવ્યા હતા. વેપારી ઘરે જતા થોડીવાર વાતચીત કરી હતી અને તેઓ કોફી પીને ત્યાંથી નીકળી ગયા હતા. જે બાદ અવાર-નવાર whatsapp પર બન્ને વચ્ચે વાત થતા 28મી જુલાઈએ કવિતાએ વેપારીને મેસેજ કરીને કાલે તમે આવી જાઓ મારા પતિ સુરત શહેર જતા રહ્યા છે, તેવું કહીને વાત કરી હતી.
29, જુલાઈના રોજ બપોરના સમયે વેપારી યુવતીના ઘરે ગયા હતા અને થોડીવાર બેસ્યા હતા. જ્યારે યુવતીએ ઘરનો દરવાજો બંધ કરીને તેના બેડરૂમમાં વેપારીને લઈ ગઈ હતી અને તેના કપડા ઉતારીને વેપારીનો હાથ પકડી શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું, જે બાદ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. જોકે, તે સમયે જ ઘરનો મુખ્ય દરવાજો બંધ હોવા છતાં અચાનક એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને વેપારી સાથે મારઝૂડ કરી હતી અને ગંદી ગાળો આપી હતી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.
જે દરમિયાન બીજો એક વ્યક્તિ પણ ઘરમાં આવી ગયો હતો અને તેણે અગાઉ આવેલા વ્યક્તિને રમેશ તરીકે બોલાવીને પોતાની ઓળખ વકીલ તરીકેની આપી હતી. બંને જણાએ ભેગા થઈને વેપારીને માર મારી મોબાઇલ ફોન જુટવી લીધો હતો, અને રમેશ નામના વ્યક્તિએ વેપારીને 5 લાખ રૂપિયા આપ નહીં તો તને દુષ્કર્મના કેસમાં ફસાવી દઈશું, તેવી ધમકી આપી હતી. વેપારીએ અત્યારે 5 લાખ રૂપિયા નથી તેવું કહેતા વેપારીએ અંતે 70 હજાર રૂપિયા આપ્યા હતા, બાદમાં બીજા વ્યક્તિએ 2 લાખ રૂપિયાની માંગ કરી હતી અને જેથી વેપારીએ પોતાના ખાતામાંથી 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પછી વેપારીને તે નીકળી ગયા હતા.
પહેલી ઓગસ્ટના રોજ instagram ઉપર એક મેસેજ આવ્યો હતો જેમાં તું ડર મત તેરા પ્રૂફ મેરે પાસ સેવ હે મેં વકીલ હું તું બાર બાર ક્યુ રહા હૈ, તેવું જણાવીને ફરિવાર પૈસાની માંગ કરવામાં આવી હતી, જેથી વેપારીએ તે નંબર બ્લોક કરી નાખ્યો હતો. બાદમાં બંને આરોપીઓ ફરિવાર પૈસાની માંગ કરે તેવો ડરનાં આધારે તેઓએ આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે કવિતા નામની યુવતી સહિત 3 સામે ગુનો નોંધી તપાસ આરોપીઓની બે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.