Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AFG vs SA : કોને મળશે ફાઈનલની ટિકિટ ? જાણો પિચ રિપોર્ટ

AFG vs SA: દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની (AFG vs SA)ટીમો ટી20 વર્લ્ડકપ 2024 પહેલા સેમિફાઇનલમાં આમને સામને ટકરાશે. આફ્રિકાએ એકપણ મેચ હાર્યા વિના સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.બીજીબાજુ અફઘાનિસ્તાન પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચ્યું છે. પ્રથમ વખત સેમિફાઇનલ રમી...
afg vs sa   કોને મળશે ફાઈનલની ટિકિટ   જાણો પિચ રિપોર્ટ
Advertisement

AFG vs SA: દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની (AFG vs SA)ટીમો ટી20 વર્લ્ડકપ 2024 પહેલા સેમિફાઇનલમાં આમને સામને ટકરાશે. આફ્રિકાએ એકપણ મેચ હાર્યા વિના સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.બીજીબાજુ અફઘાનિસ્તાન પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચ્યું છે. પ્રથમ વખત સેમિફાઇનલ રમી રહેલા અફઘાનિસ્તાન માટે જીત આસાન નહીં હોય, પરંતુ દક્ષિણ આફ્રિકાના રેકોર્ડે તેમની મુશ્કેલીઓ ઓછી કરી છે.

નોકઆઉટમાં દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ ખૂબ જ ખરાબ

વર્લ્ડકપ નોકઆઉટમાં દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. આફ્રિકાએ ODI અને T20 વર્લ્ડકપમાં અત્યાર સુધી 10 નૉકઆઉટ મેચ રમી છે, જેમાં તે માત્ર 1 જીતી શકી છે. તેની એકમાત્ર જીત 2015 ODI વર્લ્ડકપમાં શ્રીલંકા સામે ક્વાર્ટર ફાઈનલ રમતી વખતે મળી હતી.આફ્રિકાનો આ ખરાબ રેકોર્ડ અફઘાનિસ્તાન માટે સારો સાબિત થઈ શકે છે.આફ્રિકાએ 10માંથી 2 વખત ટી20 વર્લ્ડકપની નૉકઆઉટ મેચ રમી છે.જેમાં બંને વખત તેને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.આફ્રિકા એક વખત પણ ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી શકી નથી. નોકઆઉટમાં ખરાબ રેકોર્ડને કારણે આફ્રિકાને 'ચોકર્સ' પણ કહેવામાં આવે છે.

Advertisement

બોલરોને મદદ મળી શકે છે

T20 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી તમામ ટીમોને રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. ત્રિનિદાદની પીચ પર બોલરોને ફાયદો છે. પરંતુ શરૂઆતમાં બેટ્સમેન ઘણા રન બનાવી શકે છે. વર્તમાન T20 વર્લ્ડ કપમાં ત્રિનિદાદના મેદાન પર કુલ ચાર મેચ રમાઈ છે. જ્યાં બિલકુલ મોટા સ્કોર જોવા મળ્યા નથી. કોઈપણ ટીમ 150થી વધુ રન બનાવી શકી નથી. અહીં અફઘાન ટીમે એવી મેચ રમી જેનો તેને ફાયદો થઈ શકે. અફઘાનિસ્તાને પાપુઆ ન્યુ ગિનીને 7 વિકેટે હરાવ્યું છે.

Advertisement

જો પીચ સ્પિનરોને થોડી પણ મદદ કરે તો અફઘાન ટીમ દક્ષિણ આફ્રિકાને પછાડી શકે છે, કારણ કે અફઘાનિસ્તાનમાં રાશિદ ખાન, મોહમ્મદ નબી અને નૂર અહેમદ જેવા સ્ટાર સ્પિનરો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ 10 વર્ષ બાદ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ત્રિનિદાદના મેદાન પર અત્યાર સુધીમાં કુલ 11 મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 4માં જીત મેળવી છે. 7 કેસમાં, ટીમ બોલિંગ બાદમાં જીતી છે.

વર્લ્ડકપ નૉકઆઉટમાં દક્ષિણ આફ્રિકાનું પ્રદર્શન

  • 1992 - સિડનીમાં સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હાર
  • 1996 - કરાચીમાં ક્વાર્ટર ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ સામે હાર
  • 1999 - બર્મિંગહામમાં ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં ટાઈ થઈ અને બહાર થઈ ગઈ
  • 2007 - સેન્ટ લુસિયામાં સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર
  • 2011 - મીરપુરમાં ક્વાર્ટર ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર
  • 2015 - સિડનીમાં ક્વાર્ટર ફાઇનલમાં શ્રીલંકા સામે જીત
  • 2015 - ઓકલેન્ડમાં સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર
  • 2023 - કોલકાતામાં સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર
  • 2009 - નૉટિંગહામ (ટી20 વર્લ્ડકપ)માં સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે હાર
  • 2014 - મીરપુર (ટી20 વર્લ્ડકપ)માં સેમિફાઇનલમાં ભારત સામે હાર.

આ વર્લ્ડકપમાં આવું રહ્યું બન્ને ટીમોનું પ્રદર્શન

અફઘાનિસ્તાન: 
અફઘાનિસ્તાને ગ્રુપ સ્ટેજમાં 4માંથી 3 મેચ જીતી હતી. રાશિદ ખાનની આગેવાની હેઠળની અફઘાન ટીમે યુગાન્ડા, ન્યૂઝીલેન્ડ અને પાપુઆ ન્યુ ગીની સામે ગ્રુપ સ્ટેજની ત્રણ મેચ જીતી હતી. તેમને વેસ્ટ ઈન્ડિઝ સામે ગ્રુપ સ્ટેજમાં એકમાત્ર હારનો સામનો કરવો પડ્યો હતો.

સાઉથ આફ્રિકાઃ 
સાઉથ આફ્રિકાએ એકપણ મેચ હાર્યા વિના સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમે શ્રીલંકા, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને નેપાળ સામે ગ્રુપ સ્ટેજની ચારેય મેચ જીતી હતી. આ પછી સુપર-8માં આફ્રિકાની ટીમે અમેરિકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણેય મેચ જીતી હતી.

આ પણ  વાંચો  - Paris Olympics2024: ભારતીય હોકી ટીમની જાહેરાત, આ 16 ખેલાડીઓને મળ્યું સ્થાન

આ પણ  વાંચો  - ASIA CUP 2024 : એશિયા કપના શેડ્યૂલમાં થયો મોટો ફેરફાર, હવે આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ

આ પણ  વાંચો  - Cricket :DLS મેથડના પિતા ફ્રેન્ક ડકવર્થનું 84 વર્ષ ઉંમરે થયું નિધન

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

IND ENG T20:ઈંગ્લેન્ડ સામે અર્શદીપે ઈતિહાસ રચ્યો, T20માં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર

featured-img
સ્પોર્ટ્સ

15 વર્ષ પછી શમીએ આ વસ્તુને કર્યો સ્પર્શ, BCCIએ શેર કર્યો વીડિયો

featured-img
સ્પોર્ટ્સ

Champions Trophyમાં ભારતની જર્સી પર લખાશે પાકિસ્તાન? BCCIનો આશ્ચર્યજનક નિર્ણય

featured-img
સ્પોર્ટ્સ

IND Vs ENG T20 : ભારતે જીત્યો ટોસ,પહેલા કરશે બોલિંગ

featured-img
રાષ્ટ્રીય

Sanju Samson ના પિતા રડી પડ્યા, મારા બાળકો અહીં સુરક્ષીત નથી, તેની વિરુદ્ધ ષડયંત્ર

featured-img
સ્પોર્ટ્સ

ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા કવાયત તેજ, 128 વર્ષ બાદ થઈ રહી છે વાપસી

Trending News

.

×