Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ADITYA L1 LAUNCH : આદિત્ય L1 એ સૂર્ય તરફ ભરી ઉડાન

ભારતની સ્પેસ એજન્સી ISROનો ડ્રીમ પ્રોજેક્ટ સૂર્ય મિશન આદિત્ય-L1 શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યો છે. આજે ભારતે તેના પ્રથમ સૌર મિશન તરફ એક મોટું પગલું ભર્યું છે. આજે આદિત્ય એલ-1 એ સૂર્ય તરફ ઉડાન ભરી છે. આદિત્ય મિશન 15 લાખ કિલોમીટરના...
ભારતની સ્પેસ એજન્સી ISROનો ડ્રીમ પ્રોજેક્ટ સૂર્ય મિશન આદિત્ય-L1 શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યો છે. આજે ભારતે તેના પ્રથમ સૌર મિશન તરફ એક મોટું પગલું ભર્યું છે. આજે આદિત્ય એલ-1 એ સૂર્ય તરફ ઉડાન ભરી છે. આદિત્ય મિશન 15 લાખ કિલોમીટરના અંતરે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના L1 બિંદુ સુધી પહોંચાડવાનું છે. સૂર્યની નજીક હેલો ઓર્બિટમાં આદિત્યને સ્થાપિત કરવામાં લગભગ 100 થી 120 દિવસનો સમય લાગશે, પરંતુ આદિત્ય-L1 સૂર્ય સુધી પહોંચતા પહેલા અનેક તબક્કામાં તેની યાત્રા પૂર્ણ કરશે. ઈસરોએ આજે ​​પોતાનું પ્રથમ સૂર્ય મિશન લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા બાદ હવે દુનિયાની નજર ફરી એકવાર ભારત પર ટકેલી છે.
Advertisement
Tags :
Advertisement

.