અદાણી એગ્રી લોજીસ્ટીકસને સાઇલો સંકૂલો માટે ફુડ કોર્પોરેશનનો લેટર ઓફ એવોર્ડ
આ પ્રોજેકટથી 3.50 મેટ્રીક ટન સાઇલો ક્ષમતાનું સર્જન થશે અને સરકારને નાણાની માતબર બચત પૂરી પાડશેઆ પ્રોજેક્ટથી ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતો, સામાન્ય ગ્રાહકો અને જાહેર વિતરણના લાભાર્થીઓને ફાયદો થશેસમગ્ર ભારતમાં કંપનીની કુલ સાઇલો ક્ષમતા વધીને 15.25 લાખ મેટ્રીક ટનને આંબી જશેઅદાણી લોજીસ્ટીક્સ લિ. (AALL)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી એગ્રી લોજીસ્ટીક્સ લી.ને સ્પર્ધાત્મક લિલામના à
Advertisement
- આ પ્રોજેકટથી 3.50 મેટ્રીક ટન સાઇલો ક્ષમતાનું સર્જન થશે અને સરકારને નાણાની માતબર બચત પૂરી પાડશે
- આ પ્રોજેક્ટથી ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતો, સામાન્ય ગ્રાહકો અને જાહેર વિતરણના લાભાર્થીઓને ફાયદો થશે
- સમગ્ર ભારતમાં કંપનીની કુલ સાઇલો ક્ષમતા વધીને 15.25 લાખ મેટ્રીક ટનને આંબી જશે
અદાણી લોજીસ્ટીક્સ લિ. (AALL)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી એગ્રી લોજીસ્ટીક્સ લી.ને સ્પર્ધાત્મક લિલામના અનુસંધાને ભારતમાં જુદા જુદા સ્થળોએ સાઇલો સંકૂલોના નિર્માણ માટે ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી લેટર ઓફ એવોર્ડ પ્રાપ્ત થયો છે. લેટર ઓફ એવોર્ડના આધારે અદાણી એગ્રી લોજીસ્ટીક્સ લી. બિહારના કટીહાર અને ઉત્તર પ્રદેશના કાનપૂર, ગોંડા અને સાંડીલામાં મળીને ચાર સ્થળોએ ભારતના સંગ્રહ આંતરમાળખાને આધુનિક બનાવવાના ભારત સરકારના હેતુને અનુરુપ અદ્યતન સાઇલો સંકૂલોનું નિર્માણ કરી સાઇલોની કુલ 3.5 લાખ મેટ્રીક ટન સંગ્રહ ક્ષમતાનું સર્જન કરશે.
સ્વયં સંચાલિત સંકુલો
આ સાઇલો સંકુલો તાપમાન અને ભેજથી નિયંત્રણોથી સજ્જ છે અને મિકેનાઇઝડ તથા સ્વયંચાલિત છે. જે અનાજના સંગ્રહ અને સંચાલન અને જાળવણી કરવા માટે બનાવવામાં આવ્યા છે. માલ મેળવવાથી લઇ પરિવહન સુધીની અન્ન સંચાલનની સંપૂર્ણ પ્રક્રિયા કન્ટેનરાઇઝ્ડ હેરફેર મારફત જથ્થાબંધ સ્વરૂપમાં પૂરી પાડવામાં આવે છે
આ લોકોને થશે ઉપયોગી
અદાણી એગ્રી લોજીસ્ટીક્સ લિ.(AALL)ના આ પ્રોજેક્ટથી સામાન્ય ગ્રાહકો અને જાહેર વિતરણ પધ્ધતિ (PDS)ના લાભાર્થીઓને સહાયરુપ થવા ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યના ખેડૂતોને લાભ કરશે. હાલમાં ખેડૂતોને તેમની ખેત પેદાશો પરંપરાગત ખેતર-થી-મંડી વચ્ચેની પ્રાપ્તિ સાંકળમાંથી પસાર થવાના કારણે ફરજિયાત બે થી ત્રણ દિવસની રાહ જોવી પડે છે ત્યારે આ પ્રોજેક્ટના અમલીકરણથી આ પ્રક્રિયાનો સમય ઘટીને માત્ર એકથી બે કલાક થઈ જશે. જેથી માલ પ્રાપ્તિની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે.
24 સ્થળોએ, 15.25 લાખ મેટ્રીક ટન સંગ્રહ ક્ષમતા
આ પ્રોજેક્ટ સામાન્ય ગ્રાહકો અને પીડીએસ (જાહેર વિતરણ પ્રણાલી)ના લાભાર્થીઓ માટે પણ ફાયદાકારક બનશે, ઉપરાંત મજૂરી ખર્ચ, બારદાન અને પરિવહનના ખર્ચમાં પણ નોંધપાત્ર બચત કરશે. ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (DBFOT)ના ધોરણે હાથ ધરાનારા આ પ્રોજેક્ટમાં હબ સાઇલો સંકૂલો જે કન્ટેનર ડેપો સાથેના અને કન્ટેનર ડેપો વગરના સ્પોક સાઇલો સંકુલો સામેલ હશે. 3.50 લાખ મેટ્રીક ટન સંગ્રહ શક્તિના વધારા સાથે અદાણી એગ્રી લોજીસ્ટીક્સ લી. પાસે ભારતમાં હવે 24 સ્થળોએ કુલ 15.25 લાખ મેટ્રીક ટન સાઇલોની સંગ્રહ ક્ષમતા થશે.
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગે
વૈશ્વિક સ્તરે વૈવિધ્યકરણ ધરાવતા અદાણી ગ્રુપના એક અંગ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. 6 વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત 12 પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી 24%નું પ્રતિનિધિત્વ કરે છે.
આ પોર્ટ દરિયા કિનારાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના ૧.૫ સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.
અદાણી લોજીસ્ટીક્સ લિ. વિષે
અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ (ALL) એ મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક સહિત લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીને કન્ટેનર, લિક્વિડ,અનાજ,બલ્ક અને ઓટો માટે સંપૂર્ણ રેલ સોલ્યુશન્સ બનાવીને ભારતમાં મુખ્ય બજારોમાં વધુ વૈવિધ્યસભર એન્ડ-ટુ-એન્ડ ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઈડર છે. અદાણી લોજિસ્ટિક્સ લિ. ભારતમાં લગભગ દોઢ દાયકાથી કાર્યરત છે. પાટલી, કિશનગઢ, કિલરાયપુર, માલુર, મુન્દ્રા, નાગપુર અને તલોજા ખાતે મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક વિકસાવવા સાથે કંપની તેનું સંચાલન કરે છે. અદાણી લોજીસ્ટીક્સ લી. 42 કન્ટેનર ટ્રેન, 25 બલ્ક ટ્રેન, 7 એગ્રી ટ્રેન અને 3 ઓટો ટ્રેન મળી 77 માલવાહક ટ્રેનો તથા 8,00,000 ચોરસ ફૂટ વેરહાઉસિંગ જગ્યા 5,000 કન્ટેનર, 0.9 મિલીઅન મેટ્રીક ટન અનાજ સાઇલોનું સંચાલન કરે છે.
આ પણ વાંચો - અજોડ છે ગુજરાતનો 20 વર્ષનો ઔદ્યોગિક વિકાસ ..