Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Nadiad : '9 દિવસમાં પણ સેટિંગ ન કરી શક્યા તો ખાલી ગરબા રમ્યા'

નડિયાદમાં ગરબામાં કલાકારનો બેફામ બફાટ માતાની આરાધનાના ઉત્સવને લાંછન લગાવતી કલાકાર કથિત કલાકાર ઉર્વશી સોલંકીનો સ્ટેજ પરથી બેફામ બફાટ નવરાત્રિના તહેવારને વેલેન્ટાઈન સાથે સરખાવ્યો? વેલેન્ટાઈનમાં નહીં, નવરાત્રિમાં કરો સેટિંગ: ઉર્વશી 'છોકરીને પ્રેમ છે કહેવા નવરાત્રિનું રાહ જોઈએ છીએ' નેટીઝન્સે ગણાવી...
nadiad    9 દિવસમાં પણ સેટિંગ ન કરી શક્યા તો ખાલી ગરબા રમ્યા

નડિયાદમાં ગરબામાં કલાકારનો બેફામ બફાટ

Advertisement

માતાની આરાધનાના ઉત્સવને લાંછન લગાવતી કલાકાર

કથિત કલાકાર ઉર્વશી સોલંકીનો સ્ટેજ પરથી બેફામ બફાટ

Advertisement

નવરાત્રિના તહેવારને વેલેન્ટાઈન સાથે સરખાવ્યો?

વેલેન્ટાઈનમાં નહીં, નવરાત્રિમાં કરો સેટિંગ: ઉર્વશી

Advertisement

'છોકરીને પ્રેમ છે કહેવા નવરાત્રિનું રાહ જોઈએ છીએ'

નેટીઝન્સે ગણાવી 'મૂર્ખ સ્ત્રી', કરી માફીની માંગ

'9 દિવસમાં પણ સેટિંગ ન કરી શક્યા તો ખાલી ગરબા રમ્યા'

સેટિંગ ન થાય તો આવતી નવરાત્રિની રાહ જુઓઃ ઉર્વશી

મા શક્તિ ગરબા ઉત્સવમાં કથિત કલાકારનો બફાટ

સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજ

રાજ્યમાં હાલ મા શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. માઇ ભક્તો માતાજીની પૂજા અર્ચના કરીને ઉપવાસ કરે છે અને રાત્રે માઇ ભક્તો માતાજીના ગરબા ગાઇને ગરબે ઘુમે છે. નવરાત્રી માતાજીની ભક્તિ અને આસ્થા પ્રગટ કરવાનો તહેવાર છે પણ નડિયાદમાં યોજાયેલા ગરબા મહોત્સવમાં હાજર એક અભિનેત્રી ઉર્વશી સોલંકીએ સ્ટેજ પરથી બેફામ વાણીવિલાસ કરીને નવરાત્રી પર્વને લાંછન લગાડ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં આ અભિનેત્રી એમ કહી રહી છે કે '9 દિવસમાં પણ સેટિંગ ન કરી શક્યા તો ખાલી ગરબા રમ્યા'

નવરાત્રી ભક્તિનું પર્વ નહીં પણ પ્રેમ વ્યક્ત કરવાનું પર્વ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોથી ઉહાપોહ મચી ગયો છે. નડિયાદના ડેરી રોડ પર સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું અને તેમાં અભિનેત્રી ઉર્વશી સોલંકી હાજર રહી હતી. માતાજીના આ પર્વમાં લોકો ગરબે ઘુમીને માતાજી પ્રત્યેની આસ્થા અને શક્તિ વ્યકત કરે છે પણ જાણે આ અભિનેત્રી ઉર્વશી સોલંકીને તો નવરાત્રી પર્વ પ્રેમનું પર્વ હોય તેમ લાગે છે કારણ કે નડિયાદના ગરબા મહોત્સવમાં તેણે જે બેફામ વાણી વિલાસ કર્યો તે જોતાં એવું લાગે છે કે નવરાત્રી ભક્તિનું પર્વ નહીં પણ પ્રેમ વ્યક્ત કરવાનું પર્વ છે.

ઉર્વશી સોલંકીનું હિંદુઓના પવિત્ર ઉત્સવને લાંછન લગાવતું નિવેદન

લોકો આખો દિવસ નોકરી, ધંધો કે અભ્યાસ કર્યા બાદ ગમે તેટલા થાકેલા હોય તો પણ સાંજ પડે એટલે સાંસ્કૃતિક વેશમાં તૈયાર થઈને જુદા જુદા મેદાન, પાર્ટીપ્લોટમાં ઉમટી પડે છે અને માતાને રીઝવવા હોંશભેર ગરબા કરે છે. તેવામાં નડિયાદ ખાતેથી એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં ગુજરાતી અભિનેત્રી ઉર્વશી સોલંકી હિંદુઓના આ પવિત્ર ઉત્સવને લાંછન લગાવતું નિવેદન આપતા હોય એમ જોઈ અને સાંભળી શકાય છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ગરબાના એક સ્ટેજ પરથી માઈકમાં કાંઈ કહી રહ્યા છે. સામે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ગરબા રમતા જોઈ શકાય છે.

ગુજરાતમાં છોકરીને આઈ લવ યુ કહેવા વેલેન્ટાઇનની નહીં નવરાત્રીની રાહ જોઈએ છીએ

આ મહિલાની ઓળખ એક ગુજરાતી અભિનેત્રી ઉર્વશી સોલંકી તરીકે થઈ છે. ઉર્વશી કહે છે કે, “ગુજરાતના ગરબા આખા વર્લ્ડમા ફેમસ છે. ગુજરાતમાં કોઇ છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઇન નહીં પરંતુ નવરાત્રીની રાહ જોતા હોઈએ છીએ.” જે બાદ વાતને પુરતું સમર્થન ના મળતા ઉર્વશી ભીડને પૂછે છે, “રાઈટને? આમાંથી કેટલા જણાએ કીધું આ 4 દિવસમાં?” છતાંય ભીડમાંથી પૂરતો રિસ્પોન્સ મળ્યો નહોતો.

છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો પાક્કું તમે ગરબા જ રમ્યા છો

તે આગળ કહે છે કે, “9 દિવસ તમે ગરબા રમો અને છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો પાક્કું તમે ગરબા જ રમ્યા છો. એવા બોઉ બધા હશે જેનું નવમાં દિવસે સેટિંગ નહીં થાય તે આવતી નવરાત્રીનું રાહ જોતા હશે.”

સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન

આ વિડીયો નડિયાદનો છે અને મા શક્તિ ગરબા ઉત્સવનો છે. આ ગરબાનું આયોજન સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો---અંબાજી મંદિરમાં આજે આઠમ નીમિતે જવેરા વિધિ યોજાઇ , આખુ પરિસર ભક્તોથી છલકાયું

Tags :
Advertisement

.