Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જન્મ અને મૃત્યુ નોંધણી માટે Aadhaar Authentication ને આપી મંજુરી, જાણો શું છે ઉદ્દેશ્ય

કેન્દ્ર સરકારે જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન માટે આધાર ઓથેન્ટિકેશનને (Aadhaar Authentication) મંજુરી આપી દીધી છે. સરકારે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાની ઓફિસને આ આશય માટે આધારનો ઉપયોગ કરવા માટે પોતાની મંજુરી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૃહમંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન જાહેર...
જન્મ અને મૃત્યુ નોંધણી માટે aadhaar authentication ને આપી મંજુરી  જાણો શું છે ઉદ્દેશ્ય

કેન્દ્ર સરકારે જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન માટે આધાર ઓથેન્ટિકેશનને (Aadhaar Authentication) મંજુરી આપી દીધી છે. સરકારે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાની ઓફિસને આ આશય માટે આધારનો ઉપયોગ કરવા માટે પોતાની મંજુરી આપી છે.

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૃહમંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે અને કહ્યું છે કે, રજિસ્ટ્રાર જનરલના કાર્યકાળ સાથે-સાથે વસ્તી ગણતરી કમિશ્નર પણ આ રીતના રજિસ્ટ્રેશન માટે આધાર ઓથેન્ટિકેશનને માને.

Advertisement

આની પાછળનો સરકારનો હેતુ સેવાઓ સુધી સારી પહોંચ અને જીવનને સરળ બનાવવાનો છે જેના દ્વારા ભારતીયોને સારી રહેણી કહેણી મળી શકે. આ વચ્ચે આધાર જાહેર કરનારી સંસ્થા UIDAI લોકોને પ્રોત્સાહિત કરી રહી છે કે તેઓ પોતાના આધારને પોતાના મોબાઈલ નંબર સાથે લિંક કરી લે જેનાથી તેઓ સારી રીતે સામાજીક કલ્યાણ સેવાઓનો ફાયદો મળી શકે.

Advertisement

સરકારના ગુડ ગવર્નેન્સ રૂલ્સના ડ્રાફ્ટમાં સંશોધન દ્વારા આઈટી મંત્રાલયનું કહેવું છે કે, સરકારી મંત્રાલય કે વિભાગ સિવાય કોઈ પણ સંસ્થા જે લોકોના જીવનમાં સરળતાને વધારવી અને સેવાઓ સુધી સારી પહોંચને સક્ષમ કરવાના ઉદ્દેશ્યના આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરવા ઈચ્છે છે. તેના માટે આધાર પ્રમાણીકરણ કે ઓથેન્ટિકેશનને માન્યતા આપવામાં આવે.

આ પણ વાંચો : 1 જુલાઇથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફાર! સીધી તમારા ખિસ્સા પર પડશે અસર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.