છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માતમાં 7બાળકોના કરુણ મોત,બેની હાલત ગંભીર
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે એક હ્રદયસ્પર્શી માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 બાળકોના મોત થયા છે, જ્યારે 2 બાળકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છત્તીસગઢના ભાનુપ્રતાપપુરના કોરાર ગામના ચિલ્હાટી ચોકમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 માસૂમ શાળાના બાળકોના મોત થયા છે, જ્યારે બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે.બાળકો સ્કૂલની રજા àª
Advertisement
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે એક હ્રદયસ્પર્શી માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 બાળકોના મોત થયા છે, જ્યારે 2 બાળકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છત્તીસગઢના ભાનુપ્રતાપપુરના કોરાર ગામના ચિલ્હાટી ચોકમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 માસૂમ શાળાના બાળકોના મોત થયા છે, જ્યારે બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
બાળકો સ્કૂલની રજા બાદ ઓટોમાં ઘરે પરત ફરી રહ્યા હતા
જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે આ તમામ બાળકો સ્કૂલની રજા બાદ ઓટોમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ચીલ્હાટી ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે સામેથી ઓટોને ટક્કર મારી હતી. આ દરમિયાન ઓટો રિક્ષાના ચિથરે ચિથરા ઉડી ગયા હતા, જેના કારણે 5 બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તે જ સમયે, અકસ્માતમાં ઘાયલ 4 બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વધુ બે બાળકોના મોત નીપજ્યા હતા.
અકસ્માતમાં ઓટો ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી
આ અકસ્માતમાં ઓટો ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. તેની હાલત પણ નાજુક છે. તમામ ઘાયલોને કોરરના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં ઓટોને ટક્કર માર્યા બાદ ટ્રક તેજ ગતિએ ખેતરમાં ઘુસી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર છે. ઘટના બાદ બાળકોના સ્વજનો શોકમાં ગરકાવ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલ બે બાળકોની હાલત અત્યંત નાજુક છે. બંને ઘાયલ બાળકોને સારી સારવાર માટે રાયપુર રીફર કરવામાં આવ્યા છે.
Advertisement
મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
આ ઘટના બાદ છત્તીસગઢના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે કાંકેર જિલ્લાના કોરર ચિલ્હાટી ચોક પર ઓટો અને ટ્રક વચ્ચે અથડામણને કારણે થયેલા અકસ્માતમાં 5 સ્કૂલના બાળકોના અચાનક મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. 4 બાળકો ગંભીર રીતે ઘાયલ, આરોગ્ય વિભાગ દ્વારા શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. ભગવાન પરિવારના સભ્યોને હિંમત આપે. વહીવટીતંત્રને શક્ય તમામ મદદ માટે સૂચના આપવામાં આવી છે.
લગ્નની કંકોત્રી આપવા જતાં દાહોદના પરિવારને નડ્યો અકસ્માત
ટ્રક અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનના ભીલકુઆ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદના સુખસરના કલાલ પરિવાર લગ્ન માટેની કંકોત્રી આપવા જતા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો. આ અકસ્માતમા પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પી.એમની કાર્યવાહી માટે હોસ્પિટલે ખસેડ્યા છે. અકસ્માતની ઘટનાને લઈને શોકનો માહોલ સર્જાયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement