ગોવાથી અમદાવાદની ફ્લાઇટમાં આવી વિદેશી દારુની 50 બોટલ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કરી આરોપીની ધરપકડ
સામાન્ય રીતે ફલાઈટમાં પ્રવાસ કરતી વખતે લગેજ નું સ્કેનિંગ કરવામાં આવતું હોય છે, ગોવા થી અમદાવાદ આવી રહેલા એક વ્યક્તિ પાસે એક બે નહીં પરંતુ 50 જેટલી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સવાલ એ થાય છે કે ફ્લાઇટમાં લવાતા તમામ લગેજનું શું યોગ્ય રીતે સ્કેનિંગ થાય છે. જો કે શહેરના નારણપુરા જય મંગલ BRTS બસ સ્ટોપ પાસેથી આ વ્યક્તિની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છà
Advertisement
સામાન્ય રીતે ફલાઈટમાં પ્રવાસ કરતી વખતે લગેજ નું સ્કેનિંગ કરવામાં આવતું હોય છે, ગોવા થી અમદાવાદ આવી રહેલા એક વ્યક્તિ પાસે એક બે નહીં પરંતુ 50 જેટલી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સવાલ એ થાય છે કે ફ્લાઇટમાં લવાતા તમામ લગેજનું શું યોગ્ય રીતે સ્કેનિંગ થાય છે. જો કે શહેરના નારણપુરા જય મંગલ BRTS બસ સ્ટોપ પાસેથી આ વ્યક્તિની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે કરી લીધી છે
દારૂની હેરાફેરી કરવાનો નવો કિમિયો
અત્યાર સુધી દારૂની હેરાફેરી વાહનોમાં કરવામાં આવતી હતી પરંતુ હવે દારૂની હેરાફેરી ફલાઈટમાં કરવામાં આવી રહી હોવાનું કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોવાથી આવી રહેલા રજનીકાંત પ્રજાપતિ પાસેથી પાલડીના મહિપતસિંહ નામના એક વ્યક્તિએ આ દારૂનો જથ્થો ગોવાથી મંગાવ્યો હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. જ્યારે હાલ રજનીકાંત પ્રજાપતિ નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે અને દારૂનો જથ્થો મંગાવનારા શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
અધિકારીઓ બદલાય એટલે કામ કરવાની પદ્ધતિ પણ બદલાય છે
પોલીસ ખાતામાં એક નિયમ સર્વોપરી રહેલો છે કે ઉપરી અધિકારીની કામ કરવાની પદ્ધતિ જે પ્રકારની હોય છે તે મુજબની કાર્યપ્રણાલી તેમની નીચેના તાંબાના અધિકારીઓની રહેતી હોય છે. માટે જ ક્રાઇમ બ્રાન્ચમાં એક સમય હતો જ્યારે દારૂ અને જુગારના કેસો નહિ કરવા માટે ઉપરી અધિકારીઓનું દબાણ અને આદેશ તેમના તાબાના અધિકારીઓ ઉપર રહેતું હતું પરંતુ જ્યારથી ક્રાઇમ બ્રાન્ચમા નવા અધિકારીઓની નિમણૂક થઈ છે ત્યારથી ક્રાઇમ બ્રાન્ચનો કામ કરવાનો અભિગમ પણ બદલાયો છે જેના લીધે ક્રાઇમ બ્રાન્ચમાં દારૂ અને જુગારના ઘણા કેસો નોંધાવવા લાગ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.