Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat ACB : બે છટકામાં અમદાવાદના સર્કલ ઓફિસર સહિત 3 ઝડપાયા

Gujarat ACB : સરકારના તમામ વિભાગો ભ્રષ્ટાચારની ગંદકીથી ખદબદી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી ગુજરાત એસીબી (Gujarat ACB) ભ્રષ્ટાચારની ફેલાઈ રહેલી ગંદકીને સાફ કરવા પ્રયત્નશીલ બની છે. Gujarat ACB ની જુદીજુદી ટીમોએ અમદાવાદ શહેરના સોલા ચાવડી અને સિદ્ધપુર સેન્ટ્રલ જીએસટી...
gujarat acb   બે છટકામાં અમદાવાદના સર્કલ ઓફિસર સહિત 3 ઝડપાયા

Gujarat ACB : સરકારના તમામ વિભાગો ભ્રષ્ટાચારની ગંદકીથી ખદબદી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી ગુજરાત એસીબી (Gujarat ACB) ભ્રષ્ટાચારની ફેલાઈ રહેલી ગંદકીને સાફ કરવા પ્રયત્નશીલ બની છે. Gujarat ACB ની જુદીજુદી ટીમોએ અમદાવાદ શહેરના સોલા ચાવડી અને સિદ્ધપુર સેન્ટ્રલ જીએસટી (Central GST) કચેરી ખાતે લાંચના છટકા ગોઠવી એક સર્કલ ઓફિસર (Circle Officer) અને બે કર્મચારી (કરાર આધારિત) સહિત 3 શખ્સોને રંગે હાથ ઝડપી લીધા છે.

Advertisement

7/12માં નામ ચઢાવવાનો ભાવ 15 હજાર

Gujarat ACB ને એક નાગરિકે ફરિયાદ આપી હતી કે, 7/12માં માતાનું નામ ચઢાવવા માટે અધિકારી 15 હજાર રૂપિયાની લાંચ માગી રહ્યાં છે. 7/12માં કાચી નોંધ તૈયાર થયા બાદ તેને પ્રમાણિત કરવા માટે સોલા-ચાવડી (Sola Chavdi) ના સર્કલ ઓફિસર નિર્મલ દોલતસિંહ ડાભી (નાયબ મામલતદાર)એ 15 હજાર માગી રહ્યાં છે. જે ફરિયાદના આધારે એસીબીની ટીમે એક છટકું ગોઠવ્યું હતું. નિર્મલ ડાભીના કહેવાથી સોલા ચાવડી - સર્કલ ઓફિસના દરવાજા પાસે લાંચના 15 હજાર રૂપિયા લેવા માટે યોગેશ પટેલ આવ્યો હતો. કરાર આધારિત નોકરી કરી રહેલાં યોગેશ પટેલે 15 હજારની લાંચ સ્વીકારતા Gujarat ACB ની ટીમે તેની અને નિર્મલ ડાભીની ધરપકડ કરી હતી. ધરપકડની પ્રક્રિયા બાદ આરોપી નિર્મલ ડાભીની ઓફિસ તેમજ તેના ઘરે એસીબીની અન્ય ટીમે સર્ચ હાથ ધરી છે.

સાહેબનો પટાવાળો 5 હજાર લેતા ઝડપાયો

પાટણ જિલ્લા (Patan District) ની સિદ્ધપુર સેન્ટ્રલ GST ઓફિસમાં એક નાગરિકે જીએસટી નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. CGST ના અધિકારી સાથે તેમનો પટાવાળો અરજદારના ઘરે સ્થળ તપાસ માટે ગયા હતા. ત્યારબાદ CGST સિદ્ધપુર કચેરીમાં કરાર આધારિત નોકરી કરતો પટાવાળો દિપક ચાવડા અરજદારના ઘરે ગયો હતો અને GST નંબર ફાળવણીમાં મદદ કરવા પેટે 5 હજાર રૂપિયા માગ્યા હતા. લાંચ આપવા નહીં માગતા નાગરિકે આ મામલે એસીબીના અધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે છટકું ગોઠવી ACB ની ટીમે Sidhpur CGST Office ની નીચે 5 હજારની લાંચ સ્વીકારતા દિપક ચાવડાને રંગે હાથ ઝડપી લઈ ધરપકડ કરી છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat Police : DGP Commendation Disc આ વખતે કેમ છે ચર્ચામાં ?

આ પણ વાંચો - NDPS Case : હેરોઈનનો જથ્થો વેચાઈ ગયો હોવા છતાં ATS એ કેસ બનાવ્યો

Advertisement

Tags :
Advertisement

.