લૂક મસ્ત, સ્ટાઈલ જબરદસ્ત, નવા અવતારમાં લોન્ચ થઇ 2024 Maruti Suzuki Swift
2024 New Maruti Swift Launch : ભારતમાં Maruti Suzuki ની કાર પર સામાન્ય વર્ગના લોકો સૌથી વધુ ભરોસો કરતા હોય તેવું જોવા મળ્યું છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzuki એ લાંબી રાહ જોયા બાદ તેમની સૌથી વધુ પસંદ કરવામાં આવતી હેચમેક (hatchback) કાર Maruti Suzuki Swift ના નેક્સ્ટ જનરેશન મોડલને લોન્ચ કરી છે. Maruti Suzuki Swift ની શું છે કિંમત, ક્યારે શરૂ થશે બુકિંગ અને કેવા ફિચર સાથે લોન્ચ કરવામાં આવી છે આ કાર આવો જાણીએ આ આર્ટિકલમાં...
ભારતમાં 4th જનરેશનની સ્વિફ્ટ લોન્ચ
દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની Maruti Suzuki એ ભારતમાં તેની 4th જનરેશનની સ્વિફ્ટ લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ મારુતિ સ્વિફ્ટના નેક્સ્ટ જનરેશન મોડલની પ્રારંભિક કિંમત રૂ. 6.49 લાખ (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપની આ હેચબેક કારમાં ઘણા મોટા ફેરફાર કરી રહી છે. કંપનીએ નવી સ્વિફ્ટનું સત્તાવાર બુકિંગ શરૂ કરી દીધું છે. રસ ધરાવતા ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ અને ડીલરશીપ દ્વારા આ કાર બુક કરાવી શકે છે. નવી મારુતિ સ્વિફ્ટને સૌથી પહેલા જાપાન મોબિલિટી શો દરમિયાન કોન્સેપ્ટ તરીકે રજૂ કરવામાં આવી હતી.
1st જનરેશન સ્વિફ્ટ ભારતમાં વર્ષ 2005 થઇ હતી લોન્ચ
નવી સ્વિફ્ટમાં નવું Z સીરીઝનું પેટ્રોલ એન્જિન છે જે 14% વધુ માઈલેજ આપે છે. જણાવી દઈએ કે મારુતિ સુઝુકીએ પહેલી જનરેશનની સ્વિફ્ટને ભારતમાં વર્ષ 2005માં લૉન્ચ કરી હતી અને અત્યાર સુધીમાં ભારતમાં તેના 30 લાખ ગ્રાહકો છે. એટલે કે સ્વિફ્ટને ભારતમાં આવ્યાને 19 વર્ષ થઈ ગયા છે. સુઝુકીએ કહ્યું કે, ભારતીય કાર બજાર તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કંપનીએ નવી સ્વિફ્ટના નિર્માણ માટે 1450 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
કેટલી આવશે એવરેજ ?
નવી સ્વિફ્ટ હાઇબ્રિડ એન્જિન સાથે આવશે જેના કારણે તે જૂની સ્વિફ્ટ કરતાં 3.3 Kmpl વધુ માઇલેજ આપશે. સૂત્રો અનુસાર, તે એક લિટરમાં લગભગ 25.72 Kmpl ની માઈલેજ આપશે. હાલમાં માર્કેટમાં આટલી માઈલેજ આપતી બીજી કોઈ હેચબેક કાર નથી. નવી સ્વિફ્ટમાં 1.2 લિટર પેટ્રોલ હાઇબ્રિડ એન્જિન મળશે જે રિટ્યુન કરવામાં આવશે.
કિંમત કેટલી છે?
કંપનીએ તેને 6 વેરિઅન્ટ LXi, VXi, VXi (O), ZXi, ZXi+ અને ZXi+ ડ્યુઅલ ટોનમાં લોન્ચ કરી છે. તેની કિંમત વિશે વાત કરીએ તો, 2024 મારુતિ સ્વિફ્ટ બેઝ વેરિઅન્ટ LXi ની કિંમત 6.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ મોડલ ZXi ડ્યુઅલ ટોન માટે 9.64 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. આ તમામ કિંમતો એક્સ-શોરૂમ છે.
સેફ્ટી ફીચર્સ
મારુતિ સુઝુકીએ 2024 સ્વિફ્ટની સુરક્ષા પર ઘણું કામ કર્યું છે. 2024 મારુતિ સ્વિફ્ટની સેફ્ટી ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં હિલ હોલ્ડ કંટ્રોલ, ESP (ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ-ESP), નવું સસ્પેન્શન અને તમામ વેરિઅન્ટ્સ માટે 6 એરબેગ્સ મળશે. તેમાં તમામ સીટો માટે 3-પોઈન્ટ સીટ બેલ્ટ, એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), બ્રેક આસિસ્ટ (BA) જેવી આકર્ષક સુરક્ષા સુવિધાઓ છે.
આ પણ વાંચો - મેન્યુફેક્ચરિંગને લઈને દેશને ફાયદો કે નુકશાન, જાણો શું કહે છે PMI નો રિપોર્ટ…
આ પણ વાંચો - ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં Tata નો પંચ, માર્કેટમાં વેચી અધધ કાર