દેશમાં આજે કોરોનાના નોંધાયા 19,673 નવા કેસ નોંધાયા
કોરોના મહામારીથી આજે પણ દુનિયાના ઘણા દેશો ખરાબ રીતે પ્રભાવિત છે. અમેરિકા જેવો વિકસિત દેશ પણ આ મહામારી સામે જુકી ગયો હતો. હાલમાં ભારતમાં કોરોનાના કેસમાં ઉતરા-ચઢાવ યથાવત છે. આજે પણ કોરોનાના નવા 19,673 કેસ નોંધાયા છે જે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. જોકે, અહીં સારી વાત એ પણ છે કે મોટી સંખ્યામાં લોકોએ કોરોનાની વેક્સિન લઇ લીધી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 19673 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ ઘટ
કોરોના મહામારીથી આજે પણ દુનિયાના ઘણા દેશો ખરાબ રીતે પ્રભાવિત છે. અમેરિકા જેવો વિકસિત દેશ પણ આ મહામારી સામે જુકી ગયો હતો. હાલમાં ભારતમાં કોરોનાના કેસમાં ઉતરા-ચઢાવ યથાવત છે. આજે પણ કોરોનાના નવા 19,673 કેસ નોંધાયા છે જે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. જોકે, અહીં સારી વાત એ પણ છે કે મોટી સંખ્યામાં લોકોએ કોરોનાની વેક્સિન લઇ લીધી છે.
Advertisement
દેશમાં છેલ્લા 24 કલાકમાં 19673 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ ઘટીને 1.43 લાખ થયા છે.
દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,43,646 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,357 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,33,49,778 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 204,25,69,509 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 31,36,029 ડોઝ ગઈકાલે અપાયા હતા.