Gondal : ગોંડલ અક્ષર મંદિરે પધારશે BAPS સંસ્થાના 150 સંતો
અહેવાલ - વિશ્વાસ ભોજાણી -ગોંડા
Gondal : ભાગ્ય બડે જહાં સંત પધારે"Bhagya Bade Jahan Sant Padare આ પંક્તિને સાર્થક કરતા સોરઠના પ્રવેશદ્વાર ગોંડલ (Gondal) સ્થિત અક્ષર મંદિરે ( Akshar Mandir)આજે BAPS ના 150 સંતોની પાવન પધરામણી થશે. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્થાપિત, મહંતસ્વામી મહારાજ પ્રેરિત અને (BAPS organization) સંસ્થા સંચાલિત સાળંગપુર સંત તાલીમ કેન્દ્રના પૂજ્ય સંતો આજે સાંજે પધારશે.
આ સંત તાલીમ કેન્દ્રમાં આદિવાસી કે અમેરિકાવાસી, તમામ સાધકો 7 વર્ષ દરમ્યાન પૂ. સંતો હિંદુ ધર્મના મહાન ધર્મગ્રંથો વેદ, રામાયણ, મહાભારત, પુરાણ, ઉપનિષદ વગેરેનો ખુબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. આ ઉપરાંત ઠાકોરજીની મહાપૂજા, વાઘા - શણગાર, સાફસફાઈ વગેરે જેવી સેવાના પાઠો સાથે સનાતન સાધુતાના શાશ્વત પાઠો પણ પૂ.ગુરુજી સંતોના સાનિધ્યમાં રહીને શીખે છે.
તો રુચિ અનુસાર રસોઈ, શિક્ષણ, સંગીત, લેખન,વકતૃત્વ વગેરે કલાવિષયોમાં પણ નિપુણ બને છે. યુવાન વયે સંસારની મોહ માયાનો ત્યાગ કરી વૈરાગ્યનો વિકટ પંથ સ્વીકારનાર તમામ સંતોની ચરણરજથી ગોંડલની પવિત્ર ભૂમિ વધુ એક વખત પુણ્યવંતી બનશે.
આ પણ વાંચો - Riverfront : ગાંધીનગરની જનતાને પણ મળશે રિવરફ્રન્ટની ભેટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ