Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોહિત શર્માને 'હિટમેન' બનાવનાર 12 સૌથી ખાસ તારીખો

30 એપ્રિલ 1987, રોહિત શર્માનો જન્મ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં થયો હતો. આજે રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે અને વિશ્વના દિગ્ગજ બેટ્સમેનોમાંનો એક રોહિત શર્મા છે. એટલા માટે દર વર્ષે 30 એપ્રિલનો આ દિવસ ભારતીય ચાહકો માટે ખાસ છે....
રોહિત શર્માને  હિટમેન  બનાવનાર 12 સૌથી ખાસ તારીખો

30 એપ્રિલ 1987, રોહિત શર્માનો જન્મ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં થયો હતો. આજે રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે અને વિશ્વના દિગ્ગજ બેટ્સમેનોમાંનો એક રોહિત શર્મા છે. એટલા માટે દર વર્ષે 30 એપ્રિલનો આ દિવસ ભારતીય ચાહકો માટે ખાસ છે. આજે પણ એ જ તારીખ છે અને રોહિત 36 વર્ષનો થઈ ગયો છે. ચાહકો માટે પણ આજનો દિવસ ઉજવણીનો દિવસ છે, પરંતુ રોહિતના અહીં સુધી પહોંચવામાં ઘણી તારીખોએ યોગદાન આપ્યું છે.

Advertisement

રોહિત શર્મા છેલ્લા 16 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું કૌશલ્ય બતાવી રહ્યો છે. તેની શરૂઆત 2007માં થઈ હતી. તેની કારકીર્દિને ગતિ પકડવામાં ઘણો સમય લાગ્યો પણ આજે રોહિતનું સ્થાન ક્યાં છે તે દરેક વ્યક્તિને ખબર છે. બર્થ ડે સિવાય અમે તમને એવી ખાસ તારીખો વિશે જણાવવા જઈ રહ્યા છે જેને રોહિતનું જીવન જ બદલી નાખ્યું આ એ તારીખો છે જેનાથી રોહિતનું કરિયર બન્યું.

Advertisement

રોહિતની કારકિર્દીની તે 12 તારીખો...1. 20 સપ્ટેમ્બર 2007- રોહિત શર્માનું ODI ક્રિકેટમાં ડેબ્યૂ 23 જૂન 2007ના રોજ થયું હતું પરંતુ તેને T20 વર્લ્ડ કપથી ઓળખ મળી હતી. આ દિવસે દક્ષિણ આફ્રિકા સામે રોહિતે 50 રનની ઇનિંગ રમીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તે વર્લ્ડ કપ જીતનારી ટીમ ઈન્ડિયાનો ભાગ હતો.

Advertisement

2. 8 જાન્યુઆરી, 2011 - આ સમય સુધીમાં રોહિતે ભારતીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી, પરંતુ આ દિવસે તેના માટે અને ખાસ કરીને IPL માટે ઘણું બદલાઈ ગયું હતું. મુંબઈ ઈન્ડિયન્સે હરાજીમાં રોહિતને 2 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો અને ત્યારથી તે ટીમનો ભાગ છે.

3. 23 જાન્યુઆરી 2013 - આ દિવસથી, રોહિત શર્માની કારકિર્દી ખરા અર્થમાં પાટા પર આવી. આ દિવસથી ODI ક્રિકેટમાં શરૂઆત કરી. જો કે રોહિતે 2009માં કેટલીક T20 મેચમાં અને 2011માં કેટલીક ODI મેચમાં ઓપનિંગ કરી હતી, પરંતુ આ દિવસે ઈંગ્લેન્ડ સામેની ODI મેચમાં 83 રનની ઈનિંગ સાથે ભાગ્ય બદલાઈ ગયું હતું. આ પછી રોહિત અને ધવન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓપનિંગની એક મજબૂત જોડી બની ગયા.

 

View this post on Instagram

 

A post shared by Rohit Sharma (@rohitsharma45)

4. નવેમ્બર 13, 2014 - આ તે દિવસ હતો જ્યારે રોહિતે પ્રથમ મોટું ઐતિહાસિક પરાક્રમ કર્યું હતું. રોહિતે ઈડન ગાર્ડન્સમાં શ્રીલંકા સામે 264 રનની ચોંકાવનારી રેકોર્ડ ઇનિંગ્સ રમી હતી. આ હજુ પણ વનડેમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ છે. આના એક વર્ષ પહેલા જ તેણે પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. ત્યારબાદ 3 વર્ષ બાદ ત્રીજી બેવડી સદી ફટકારી જે એક રેકોર્ડ છે.

 

View this post on Instagram

 

A post shared by TAGG (@tagg_digital)

5. 24 એપ્રિલ 2013 - સચિન તેંડુલકરના જન્મદિવસ પર, રોહિતે પ્રથમ વખત મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી અને તે પછીનો ઈતિહાસ બધા જાણે છે. તે સૌથી વધુ 5 વખત ટાઈટલ જીતનાર કેપ્ટન છે.

6.  6-7 નવેમ્બર 2013 - રોહિત શર્માએ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને બીજા દિવસે જ સદી ફટકારી. તેણે 177 રન બનાવ્યા હતા.

7. 22 ડિસેમ્બર 2017 - રોહિતે ઇન્દોરમાં શ્રીલંકા સામે માત્ર 36 બોલમાં સદી ફટકારી. T20 ક્રિકેટમાં આ સંયુક્ત સૌથી ઝડપી સદીનો રેકોર્ડ છે.8. 6 નવેમ્બર 2018 - આ દિવસે રોહિતે લખનૌમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 111 રન બનાવ્યા હતા. આ તેની ચોથી T20 સદી હતી, જ્યાં આજ સુધી કોઈ અન્ય બેટ્સમેન પહોંચી શક્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by Rohit Sharma (@rohitsharma45)

9. જૂન-જુલાઈ 2019- અહીં કોઈ તારીખ નથી પરંતુ બે મહિનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે આ સમયગાળા દરમિયાન રોહિતે ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી હતી. તે વિશ્વ કપમાં 5 સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન બન્યો છે.

10. 2 ઓક્ટોબર 2019- આ દિવસે રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી બદલાઈ ગઈ. વન-ડેની જેમ, તેણે પ્રથમ વખત ટેસ્ટમાં ઓપનિંગ કર્યું અને દક્ષિણ આફ્રિકા સામે શાનદાર 176 રન બનાવ્યા. તેણે બીજી ઇનિંગમાં પણ 127 રન બનાવ્યા હતા.

11. 20 ફેબ્રુઆરી 2022- ODI અને T20માં ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત થયા બાદ 20 ફેબ્રુઆરીએ રોહિતને ટેસ્ટમાં પણ કમાન મળી અને આ રીતે તે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો. ત્યારબાદ 4 માર્ચે તેણે મોહાલીમાં શ્રીલંકા સામે પ્રથમ વખત ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી.

12. 23 ઓક્ટોબર 2022- ભારતમાં આયોજિત 2011 વર્લ્ડ કપમાં રોહિત શર્માને ટીમમાં જગ્યા મળી ન હતી. 11 વર્ષ બાદ રોહિત શર્માએ પ્રથમ વખત વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશીપ કરી. રોહિતે પહેલીવાર પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપમાં ભારતની કમાન સંભાળી હતી.

આ પણ વાંચો - રાજસ્થાન સામે ચેન્નઈની હાર અને થયો પોઈન્ટ્સ ટેબલ પર મોટો ફેરફાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – રવિ પટેલ

Tags :
Advertisement

.