Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ જિલ્લાની પાંચ બેઠકોના 1359 પુલિંગ બૂથ ઉપર 12 લાખ 67 હજાર મતદારો મતદાન કરશે

ભરૂચ (Bharuch)જિલ્લાની પાંચ બેઠક માટે પહેલી ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે જેની તમામ તૈયારીઓને આખરીઓ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યો છે અને પુલિંગ બુથ (Pulling booth)લેવલની કામગીરીને આખરી અપાય ચૂક્યો છે ત્યારે ભરૂચની સરકારી કોલેજ ખાતે (Govt College)કુલિંગ બૂથ લેવલની તમામ મશીનરી સહિતની કામગીરી તૈયાર કરી દેવામાં આવી છે અને લોકો પણ સ્વયંભૂ મતદાન કરે તેવà«
ભરૂચ જિલ્લાની પાંચ બેઠકોના 1359 પુલિંગ બૂથ ઉપર 12 લાખ 67 હજાર મતદારો મતદાન કરશે
ભરૂચ (Bharuch)જિલ્લાની પાંચ બેઠક માટે પહેલી ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે જેની તમામ તૈયારીઓને આખરીઓ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યો છે અને પુલિંગ બુથ (Pulling booth)લેવલની કામગીરીને આખરી અપાય ચૂક્યો છે ત્યારે ભરૂચની સરકારી કોલેજ ખાતે (Govt College)કુલિંગ બૂથ લેવલની તમામ મશીનરી સહિતની કામગીરી તૈયાર કરી દેવામાં આવી છે અને લોકો પણ સ્વયંભૂ મતદાન કરે તેવી અપીલ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. 
ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો માટે ચૂંટણીના પ્રચાર પ્રસારના પડઘમ સંધ્યાકાળના પાંચ વાગ્યાથી શાંત થઈ ગયા છે અને હવે ઉમેદવારો બંધ બારણે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ખાટલા બેઠક ઓટલા બેઠક સહિત વિવિધ બેઠકોના માધ્યમથી મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ પહેલી ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા માટે ચૂંટણી વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે 
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા પણ ભરૂચની સરકારી કોલેજ ખાતે ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો માટે પુલિંગ બુથના ૯૦૦૦ કર્મચારીઓ માટેની તમામ સામગ્રીઓ તૈયાર કરી દેવામાં આવી છે જેમાં મતદારોને હાલાકી ભોગવી ન પડે તે માટેના તમામ પ્રયાસો હાથ ધર્યા છે 
અને  બીજી તરફ મતદાન બાદ સરકારી કોલેજમાં મત ગણતરી પણ તમામ સુવિધાઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે અને સરકારી કોલેજમાં જ મતદાન ગણતરીની પ્રક્રિયા માટે વિવિધ કાઉન્ટરો પણ સજજ થઈ ચૂક્યા છે
મત દાન બાદ મત પેટીઓને સુરક્ષિત મૂકવામાં તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત કાફલો ખડકી લેવામાં આવ્યો છે શાંતિપૂર્ણ માહોલમાં મતદારો મતદાન કરી શકે અને વધુમાં વધુ લોકો જાગૃત થાય અને સ્વયંભુ મતદાન કરી લોકશાહી પર્વમાં જોડાઈ તેવી અપીલ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.