Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 117 મું અંગદાન, બ્રેઇનડેડ દર્દીને અંગદાન માટે લાવવામાં આવ્યો

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા સંતોકબેનને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. સંતોકબેન પટેલ સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર થતા પરિવારના અંદાજીત ૨૦ જેટલા સભ્યોએ એકજૂટ થઇને અંગદાન કરવાનો નિર્ણય કર્યો. અંગદાન કરવાનો નિર્ણય...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 117 મું અંગદાન  બ્રેઇનડેડ દર્દીને અંગદાન માટે લાવવામાં આવ્યો

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા સંતોકબેનને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. સંતોકબેન પટેલ સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર થતા પરિવારના અંદાજીત ૨૦ જેટલા સભ્યોએ એકજૂટ થઇને અંગદાન કરવાનો નિર્ણય કર્યો.

Advertisement

અંગદાન કરવાનો નિર્ણય કરતા પરિવારમાંથી બે વ્યક્તિઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબ અને નર્સિંગ બ્રઘર તરીકે કાર્યરત છે. સંતોકબેનના પરિવારજનોને આ બંનેને સંપર્ક કરીને અંગદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ બ્રધર અને તબીબ એ સ્થાનિક સોટ્ટોની ટીમને સંપર્ક કરીને તમામ પરિસ્થિતિથી ટીમને માહિતગાર કરી. ત્યારબાદ તેમણે પરિવારજનોને બ્રેઇનડેડ સંતોકબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવવા માટે કહ્યું.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ અંગદાન માટેના પણ જરૂરી તમામ ટેસ્ટ કરાવવામાં આવ્યા. ટેસ્ટ થયા બાદ તેઓને રીટ્રાવલ અર્થે ઓપરેશન થીયેટરમાં લઇ જવામાં આવ્યા. ૫ થી ૬ કલાકના રીટ્રાઇવલના અંતે બ્રેઇનડેડ સંતોકબેનના બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.

Advertisement

સિવિલ હોસ્પિટલની ટીમે પરિવારજનોનું જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત અમર કક્ષમાં કાઉન્સેલીંગ કર્યું ત્યારે તેઓ અન્ય અંગદાતાઓને જોઇને ભાવવિભોર થઇ ગયા હતા. પરિવારજનોએ એમ પણ જણાવ્યું કે ઘણીં સામાજીક સંસ્થાઓ અને મીડિયાના માધ્યમથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતી અંગદાનની સેવાકીય પ્રવૃતિ વિશે અગાઉથી જ માહિતી હતી. આ ઘટનાથી પ્રેરાઇને જ અમે અમારા સ્વજનનું પણ અંગદાન કરવાનો નિર્ણય કર્યો. આજે અમારા સ્વજન હયાત રહ્યાં નથી પરંતુ તેઓ જરૂરિયાતમંદ અને પીડિત ત્રણ જીંદગીઓને પીડામુક્ત કરીને ગયા છે તેનો ગર્વ છે.

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. જોષીએ જણાવ્યું કે,સમાજમાં પ્રવર્તેલી જાગૃતિના પરિણામે આજે આ ઉમદા કાર્ય થયું છે. અમારી હોસ્પિટલમા કાર્યરત રવિ બ્રધર અને ડૉ જયદિપ તેમજ અન્ય તબીબોએ એકજૂટ થઇને આ સતકાર્યને સફળ બનાવ્યું છે. અમદાવાદ સિવિલમા કાર્યરત દરેક સ્ટાફ અંગદાનની મુહિમમાં જોડાયો છે. જેમ રામ સેતુ બનાવવા કહેવાય છે કે ખિસકોલીએ પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી તેવી જ રીતે સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ અંગદાનના સેવાયજ્ઞને સફળ બનાવવા ચાવીરૂપ ભૂમિકા અદા કરી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad: જગન્નાથ મંદિરનું રી-ડેવલપમેન્ટ થશે, 50 હજાર ભક્તો એક સાથે દર્શન કરી શકશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - સંજય જોષી

Tags :
Advertisement

.