Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વઉમિયાધામમાં ગાંધીનગરના 108 મહાનુભાવો ધર્મસ્તંભના મહાનુભાવ બન્યા

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં છે. ત્યારે વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણમાં શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું. રાયસણના ટ્રિનિટી ગ્રાઉન્ડમાં યોજાયેલ શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો કાલે રૂકમણી અને...
વિશ્વઉમિયાધામમાં ગાંધીનગરના 108 મહાનુભાવો ધર્મસ્તંભના મહાનુભાવ બન્યા

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં છે. ત્યારે વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણમાં શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું. રાયસણના ટ્રિનિટી ગ્રાઉન્ડમાં યોજાયેલ શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો કાલે રૂકમણી અને કૃષ્ણ વિવાહ બાદ અંતિમ પુરાણ સાથે સંપન્ન થયો. રૂકમણી અને કૃષ્ણ વિવાહમાં 5 હજારથી વધુ ભક્તો જોડાયા હતા.

Advertisement

જેમાં કૃષ્ણના જાનૈયા બનેલા 4 હજારથી વધુ લોકોએ ભોજન પ્રસાદ પણ લીધો હતા. મહત્વનું છે કે કન્યાદાન વેળાએ રૂકમણી વિવાહમાં ગાંધીનગરના ભક્તોએ 500 તોલા સોનાની ઉછામણી કરી હતી. આ 500 તોલા સોનું વિશ્વઉમિયાધામના નિર્માણ કાર્યમાં ઉપયોગી બનશે.

Advertisement

‘હું પણ પાયાનો પિલ્લર’ અભિયાનમાં 108 મહાનુભાવો જોડાયાઃ શ્રી આર.પી.પટેલ
શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ શ્રી આર.પી.પટેલ જણાવે છે કે ભાગવત જ્ઞાનયજ્ઞથી નવી આધ્યાત્મિક ચેતનાનો સંચાર થયો છે. ગાંધીનગરના 108 મહાનુભાવો 11 લાખના ધર્મસ્તંભના દાતા બની ‘હું પણ પાયાનો પિલ્લર’ અભિયાનના સહભાગી થયા છે. આ ઉપરાંત 28 થી વધુ 25 લાખ, 51 લાખ અને 1 કરોડ એવમ્ 5 કરોડના દાતા તરીકે જોડાયા છે. મહત્વનું છે કે મા ઉમિયાના કૃપાપાત્ર બની શ્રી પ્રમુખલાલા ડાહ્યાભાઈ પટેલ 5 કરોડના દાતા ટ્રસ્ટી તરીકે જોડાયા છે. આમ કુલ 25 કરોડથી વધુના દાનની જાહેરાત થઈ.

Advertisement

આપણ  વાંચો -દેવગઢબારીયા તાલુકાના ગામડાના લોકો માટે આજીવિકા સાથે અમૃત ફળ સમાન મહુડાના ફળ

Tags :
Advertisement

.