Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને 1 કરોડનું ઈનામ, જાણો કોણે કરી જાહેરાત

સલમાન ખાનના જીવ પર ખતરો વધતા, ક્ષત્રિય કરણી સેના ની મોટી જાહેરાત ગોગામેડીની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ પર ક્ષત્રિય કરણી સેનાનો ગુસ્સો ભડક્યો સલમાન ખાનના જીવ પર ખતરો ટાળવા માટે ક્ષત્રિય કરણી સેનાની કેન્દ્ર સરકાર પાસે માંગ છેલ્લા ઘણા...
લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને 1 કરોડનું ઈનામ  જાણો કોણે કરી જાહેરાત
Advertisement
  • સલમાન ખાનના જીવ પર ખતરો વધતા, ક્ષત્રિય કરણી સેના ની મોટી જાહેરાત
  • ગોગામેડીની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ પર ક્ષત્રિય કરણી સેનાનો ગુસ્સો ભડક્યો
  • સલમાન ખાનના જીવ પર ખતરો ટાળવા માટે ક્ષત્રિય કરણી સેનાની કેન્દ્ર સરકાર પાસે માંગ

છેલ્લા ઘણા દિવસોથી સલમાન ખાન (Salman Khan) પર ખતરો મંડરાઇ રહ્યો છે. સલમાનને મારી નાખવાની ધમકી (Threat) ઓ પણ મળી છે. તેમા પણ જ્યારથી બાબા સિદ્દિકી (Baba Siddiqui) ની સરાજાહેર હત્યા કરવામાં આવી છે ત્યારથી ખતરામાં વધારો થયો છે. ત્યારે હવે ક્ષત્રિય કરણી સેના (Karni Sena) દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે.

ઈનામની જાહેરાત

ગુજરાતના રહેવાસી ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રાજ શેખાવતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોરેન્સ બિશ્નોઈનો સામનો કરવા બદલ ઈનામની જાહેરાત કરતા જોવા મળે છે. તે કહે છે, 'હું માત્ર એટલું જ જાણું છું કે આપણી ધરોહર, સૌથી આદરણીય અમર શહીદ સુખદેવ સિંહ ગોગામેડી જીની હત્યા લોરેન્સ બિશ્નોઈ દ્વારા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીને કરણી સેના દ્વારા 1 કરોડ, 11 લાખ, 11 હજાર અને 111 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આપણને અને દેશવાસીઓને ભયભીત નહીં પણ ભયમુક્ત ભારતની જરૂર છે.

Advertisement

ક્ષત્રિય કરણી સેનાની કેન્દ્ર સરકાર પાસે માંગ

શેખાવતે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે, 'ક્ષત્રિય કરણી સેનાની કેન્દ્ર સરકાર પાસે માંગ છે કે લૉરેન્સ બિશ્નોઈનું શક્ય તેટલું જલ્દી એન્કાઉન્ટર કરવામાં આવે.' ગયા વર્ષે કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. 5 ડિસેમ્બર, 2023 ના રોજ, હુમલાખોરો રાજસ્થાનના જયપુરમાં તેમના ઘરે તેમને મળવાના બહાને આવ્યા હતા અને વાતચીત દરમિયાન અચાનક ગોળીબાર કરીને ગોગામેડીની હત્યા કરી હતી. આ હત્યાકાંડની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી.

Advertisement

ગોલ્ડી બ્રારનું ટીવી ચેનલમાં ઈન્ટરવ્યું

લોરેન્સ બિશ્નોઈ ગેંગના મહત્વના સભ્ય ગોલ્ડી બ્રારે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ગોગામેડી તેમના કામમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. ગોગામેડીને 2-3 વખત ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તે માન્યા નહીં એટલે તેને ગોળી મારી દેવી પડી. રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામના બે શૂટરોએ ગોગામેડીની હત્યા કરી હતી અને બંનેની ધરપકડ કરવામાં આવી હતી. હવે ક્ષત્રિય કરણી સેનાએ લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટરની માંગ કરી છે. બિશ્નોઈ હાલ ગુજરાતની જેલમાં બંધ છે. આ ઘોષણા ગોગામેડીની હત્યા માટે આ દિવસોમાં સમાચારોમાં રહેલા ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર આરોપ લગાવતા કરી છે.

સલીમ ખાનનો સ્પષ્ટ સંદેશ

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન પર મારી નાખવાની ધમકી વચ્ચે તેમના પિતા સલીમ ખાને બોલ્ડ નિવેદન આપ્યું હતું, અને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સલમાન ખાન તેની માફી માંગવાનો નથી. સલીમ ખાને તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. જે બાદ તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું હતું. સલમાન ખાનના પિતા સલીમ ખાને સ્પષ્ટ કર્યું છે કે તેમનો પુત્ર લોરેન્સ બિશ્નોઈની માફી માંગવાનો નથી. આટલી બધી ધમકીઓ છતાં ખાન પરિવારનો નિર્ણય એ જ રહ્યો છે.

આ પણ વાંચો:  VADODARA : "લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરોનો ખાતમો અનિવાર્ય" - રાજ શેખાવત

Tags :
Advertisement

.

×