Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Yuvrajsinh Jadeja : શું ખરેખર...વધુ એક પરીક્ષામાં છબરડો ? CBRT ની પરીક્ષા રદ કરવા માગ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો વધુ એક ગંભીર આરોપ ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા પદ્ધતિથી પરીક્ષાર્થીઓને અન્યાયનો આરોપ CBRT પદ્ધતિથી પરીક્ષા લેવાતી હોવાનો વિરોધ, CBRT ની પરીક્ષા રદ કરવા માગ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) રાજ્યમાં લેવાતી પરીક્ષાઓમાં ખાણીઓ હોવાનાં આરોપ...
yuvrajsinh jadeja   શું ખરેખર   વધુ એક પરીક્ષામાં છબરડો   cbrt ની પરીક્ષા રદ કરવા માગ
  1. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો વધુ એક ગંભીર આરોપ
  2. ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા પદ્ધતિથી પરીક્ષાર્થીઓને અન્યાયનો આરોપ
  3. CBRT પદ્ધતિથી પરીક્ષા લેવાતી હોવાનો વિરોધ, CBRT ની પરીક્ષા રદ કરવા માગ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) રાજ્યમાં લેવાતી પરીક્ષાઓમાં ખાણીઓ હોવાનાં આરોપ અગાઉ પણ અનેકવાર લગાવી ચૂક્યા છે. ત્યારે હવે ફરી એકવાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યો છે. યુવરાજસિંહે ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા (Forest Beat Guard Exam) પદ્ધતિથી પરીક્ષાર્થીઓને અન્યાય થતો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સાથે યુવરાજસિંહે CBRT ની પરીક્ષા રદ થાય તેવી માગ કરી છે.

Advertisement

આ પણ વાંચો - Dahod : ઘરમાં ચોર આવ્યાનો માલિકે કર્યો ફોન તો પોલીસકર્મીએ આપ્યો ઉદ્ધતાઈભર્યો જવાબ, થઈ મોટી કાર્યવાહી

Advertisement

ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા પદ્ધતિથી પરીક્ષાર્થીઓને અન્યાય થતો હોવાનો આરોપ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા પદ્ધતિથી પરીક્ષાર્થીઓને અન્યાય થતો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિહે આરોપ લગાવતા કહ્યું કે, ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોનાં માત્ર નામોની જ જાહેરાત કરાઈ છે. જ્યારે વિદ્યાર્થીઓને કેટલા માર્ક આવ્યા તેનો કોઈ ઉલ્લેખ કરાયો નહીં. 45 ફેજમાં પરીક્ષા લેવાય હતી. પરંતુ, માર્ક જાહેર નથી કરાયાં અને રિઝલ્ટ આવી ગયું. મહિલા કેટેગરીની અન્ય વિગતો પણ દર્શાવાઈ નથી. યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે, ગૌણ સેવા પસંદગી મંડળે (Secondary Service Selection Board) લીધેલી પરીક્ષામાં ગંભીર ભૂલો છે.

આ પણ વાંચો - Rajkot : રાજકોટવાસીઓ માટે સારા સમાચાર! ફરી ધમધમતું થશે અટલ સરોવર, જુઓ અદભુત આકાશી દ્રશ્ય

Advertisement

'અમારી માગ છે કે CBRT ની પરીક્ષા રદ કરવામાં આવે'

વિદ્યાર્થી નેતાએ આગળ કહ્યું કે, અમારી માગ છે કે CBRT ની પરીક્ષા રદ કરવામાં આવે. TCS કપનીને પરીક્ષાની જવાબદારી સોંપાય છે તેની ગંભીર બેદરકારી છે. પરીક્ષામાં ભાષાકીય ભૂલો પણ જોવા મળી છે. 35 જેટલી ભૂલ છે છતાંય રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી આ આરોપ લગાવ્યા હતા અને પરીક્ષા રદ કરવાની માગ કરી છે.

આ પણ વાંચો - Patan : હવે પાટણમાં ચાંદીપુરા વાઇરસનો પગપસેરો, 7 વર્ષીય બાળક સંક્રમિત થતાં સ્થિતિ ગંભીર

Tags :
Advertisement

.