માધ્યમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ અંગે Yuvraj Singh Jadeja એ કરી પોસ્ટ!
- વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કરી પોસ્ટ (Yuvraj Singh Jadeja)
- સરકારી માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે આપી માહિતી
- બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ અંગે આપી માહિતી
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે માહિતી આપતી એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં વિષય અને કેટેગરીવાઇઝ જગ્યાઓની માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો - લોક કલાકાર Rajbha Gadhvi સામે FIR ? જાહેરમાં કરી એવી ટિપ્પણી કે સર્જાયો વિવાદ!
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યું ટ્વીટ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvraj Singh Jadeja) તાજેતરમાં એક પોસ્ટ કરી છે, જેમાં સરકારી માધ્યમિક શાળાઓમાં (Government Secondary Schools) ખાલી પડેલી જગ્યાઓ અંગે માહિતી આપવામાં આવી છે. યુવરાજ સિંહ જાડેજા દ્વારા તેમના સોશિયલ મીડિયા એક્સ (X) પર એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં માધ્યમિક શાળાઓમાં કેટેગરી અને વિષયવાઇઝ ખાલી જગ્યાઓની યાદીની માહિતી જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો - Mayabhai Ahir in Australia : માયાભાઈ આહીર ઓસ્ટ્રેલિયાની સંસદનાં સ્પીકર બન્યા ?
'સરકારી માધ્યમિક શાળાઓમાં વિષય મુજબ કુલ ખાલી જગ્યા 1196'
યુવરાજસિંહ જાડેજાની આ પોસ્ટ મુજબ, સરકારી માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ) વિષય મુજબ કુલ ખાલી જગ્યા 1196 છે, જેમાં મહિલા અનામત માટે 206 અને શારિરીક રીતે વિકલાંગ (દિવ્યાંગ) આરક્ષણ માટે કુલ 51 જગ્યાઓ ખાલી છે. જ્યારે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ) વિષય મુજબ કુલ ખાલી જગ્યા 2258 છે. જ્યારે મહિલા અનામત બેઠકો માટે 384 જગ્યા ખાલી છે. જ્યારે શારિરીક રીતે વિકલાંગ (દિવ્યાંગ) આરક્ષણ માટે કુલ 13 જગ્યાઓ ખાલી છે.
આ પણ વાંચો - Bharuch : હોસ્પિટલની બિલ્ડિંગમાં ચાલે છે 'School' ? Gujarat First નાં અહેવાલની ધારદાર અસર