Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnagar તોડકાંડ કેસમાં યુવરાજસિંહના શરતી જામીન મંજૂર, ગુજરાત નહીં છોડવા કોર્ટનો આદેશ

ભાવનગર પેપર તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પેપર તોડકાંડ કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લા કોર્ટે યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા છે. યુવરાજસિંહ 22 એપ્રિલથી જેલમાં છે. ત્યારે આખરે ત્રણ મહિના બાદ યુવરાજસિંહને...
bhavnagar તોડકાંડ કેસમાં યુવરાજસિંહના શરતી જામીન મંજૂર  ગુજરાત નહીં છોડવા કોર્ટનો આદેશ

ભાવનગર પેપર તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પેપર તોડકાંડ કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લા કોર્ટે યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા છે. યુવરાજસિંહ 22 એપ્રિલથી જેલમાં છે. ત્યારે આખરે ત્રણ મહિના બાદ યુવરાજસિંહને શરતી જામીન મળ્યા છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, તોડકાંડમાં કુલ 6 આરોપીઓની ધરપકડ થઇ હતી. જે પૈકી એક યુવરાજસિંહ હતા અને યુવરાજસિંહનાં બે સાળા હતા. અન્ય ત્રણ લોકોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તમામ છ આરોપીને આજે પાસપોર્ટ જમા કરવાની શરત સાથે જામીન આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે યુવરાજસિંહ જાડેજાએ 15 જુલાઈના રોજ ભાવનગર કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. યુવરાજસિંહના વકીલ જે. એમ. લક્કડ દ્વારા જામીન અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે, તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે, તેઓ નિર્દોષ છે.

Advertisement

યુવરાજસિંહ પર 1 કરોડના તોડનો આરોપ

મહત્વનું છે કે, તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર પોલીસે રૂ.1 કરોડનો તોડ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી યુવરાજસિંહના બંને સાળાને પકડી લેવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા શિવુભા ગોહીલે પોલીસ સામે સરેન્ડર કરી દીધું હતું. તેમના મિત્રના ઘરેથી 25,50,000 રૂપિયા મળી આવ્યા હતા. આ ઉપરાંત આ થેલીમાંથી નાણા ઉપરાંત હાર્ડ ડિસ્ક પણ મળી આવી હતી.

Advertisement

પોલીસે 19 એપ્રિલે મોકલ્યું હતું પ્રથમ સમન્સ

મીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે 19 એપ્રિલે 12 કલાકે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું જે બાદ યુવરાજસિંહે તબિયત નાદુરસ્ત હોઈ સમય માગ્યો હતો. જે મામલે યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં કરી જણાવ્યું હતું કે, ‘યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી હતી.

આ પણ વાંચો : જૂનાગઢમાં દાતાર રોડ પર બિલ્ડીંગ ધરાશાયી , કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા

Tags :
Advertisement

.