Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PUBG રમતા યુવકની લવ મેરેજના મુદ્દે હત્યા, ઓડિયો પણ થયો રેકર્ડ

PUBG : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં હચમચી જવાય તેવો ઓનર કિલિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે હત્યા સમયે મૃતક યુવક PUBG રમી રહ્યો હતો. આ દરમિયાન તેના પર હુમલો થયો હતો. દરમિયાન, હવે PUBG રમતી...
pubg રમતા યુવકની લવ મેરેજના મુદ્દે હત્યા  ઓડિયો પણ થયો રેકર્ડ

PUBG : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં હચમચી જવાય તેવો ઓનર કિલિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે હત્યા સમયે મૃતક યુવક PUBG રમી રહ્યો હતો. આ દરમિયાન તેના પર હુમલો થયો હતો. દરમિયાન, હવે PUBG રમતી વખતે એક સ્ક્રીન રેકોર્ડિંગ સામે આવ્યું છે. આ રેકોર્ડિંગમાં હત્યાનો ઓડિયો સાંભળી શકાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક યુવકે તેની ગર્લ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ યુવતીના પરિવારજનો આ લગ્નથી નાખુશ હતા. તેમના લગ્નને એક મહિનો પણ વીત્યો ન હતો ત્યારે યુવક પર હુમલો થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે યુવકની ચાકુ વડે હત્યા કરવામાં આવી છે.

Advertisement

લગ્ન એક મહિના પહેલા થયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરની છે. અહીં અમિત નામના 22 વર્ષના યુવકે તેની બાળપણની મિત્ર વિદ્યા કીર્તિશાહી સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ છોકરાના પરિવારજનોએ તેનો સ્વીકાર કર્યો હતો, પરંતુ છોકરીના પરિવારજનો આ લગ્નથી નાખુશ હતા. આ લગ્નથી યુવક અને યુવતી બંને ખુશ હતા, પરંતુ તેમની ખુશી એક મહિનો પણ ટકી ન હતી. યુવતીના પરિવારમાં તેના ભાઈ અને પિતાએ 14 જુલાઈના રોજ યુવક અમિત પર હુમલો કર્યો હતો. હુમલા બાદ અમિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આંતરજ્ઞાતિય લગ્નથી પરિવારના સભ્યો નાખુશ હતા

કહેવામાં આવી રહ્યું છે કે અમિત સાલુંકે મહારાષ્ટ્રના ગોંધાર સમુદાયમાંથી આવે છે. જ્યારે વિદ્યા અન્ય સમુદાયની છે. આંતરજ્ઞાતિય લગ્ન બાદ છોકરાના પરિવારજનોએ લગ્ન સ્વીકારી લીધા હતા અને તેઓ સંભાજી નગરના ઈન્દિરા નગરમાં રહેવા આવ્યા હતા. આ લગ્નથી યુવતીના પરિવારજનો નારાજ હતા. દરમિયાન 14 જુલાઈના રોજ યુવતીના ભાઈ અને પિતાએ અમિત પર હુમલો કર્યો હતો. ઘટના દરમિયાન અમિત તેના મિત્રો સાથે ઓનલાઈન PUBG રમી રહ્યો હતો. દરમિયાન આ સમગ્ર ઘટનાનો ઓડિયો પણ તેના મોબાઈલમાં રેકોર્ડ થઈ ગયો હતો.

Advertisement

પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત

તમને જણાવી દઈએ કે હાલમાં પોલીસે આ મામલે અગાઉ હુમલાની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. બાદમાં અમિતનું મૃત્યુ થતાં આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસની જુદી જુદી ટીમો આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો----Bangalore : તે તડપતી રહી, મદદ માંગી પણ કોઇ....જુઓ Video

Advertisement

Tags :
Advertisement

.