China ની કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં આપી ભયાનક સજા, જાણીને તમે પણ ચોંકી જશો...
ચીન (China)ની એક કોર્ટે 151 મિલિયન ડોલરની લાંચ લેવાના આરોપમાં ભૂતપૂર્વ બેન્કરને મૃત્યુદંડની સજા ફટકારી છે. ચીન (China)ની સરકારી સમાચાર એજન્સી 'સિન્હુઆ' એ બુધવારે અહેવાલ આપ્યો હતો કે ચીન (China) હુઆરોંગ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ (CHIH)ના ભૂતપૂર્વ જનરલ મેનેજર બાઈ તિઆનહુઈને તિયાનજિનની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી છે. કોર્ટે આપેલા નિર્ણય મુજબ પૂર્વ બેન્કરોનો આજીવન રાજકીય અધિકાર પણ છીનવી લેવામાં આવતો છે અને તેમની તમામ સંપતિ જપ્ત કરવામાં આવી છે.
દેશના હિતોને નુકસાન પહોંચાડે છે...
પૂર્વ બેંકરની ગેરકાયદેસર આવક વસૂલ કરીને સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે. કોર્ટે કહ્યું હતું કે બાઈએ મોટી રકમના બદલામાં અન્ય લોકોને ધિરાણ પ્રાપ્ત કરવા અને પ્રોજેક્ટ્સમાં મદદ કરવા માટે તેમના પદનો દુરુપયોગ કર્યો હતો. કોર્ટે કહ્યું કે બાઈ લાંચ લેવા માટે દોષિત છે. લાંચ તરીકે લેવામાં આવેલી રકમ મોટી છે, ગુનાના સંજોગો ગંભીર છે અને તેની સામાજિક અસર વિનાશક છે. તેનાથી દેશ અને લોકોના હિતને ઘણું નુકસાન થયું છે.
લાઇ શીયોમિનને પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી...
2012 માં ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સત્તા સંભાળી ત્યારથી ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના ભાગરૂપે અનેક ચીની અધિકારીઓને સજા કરવામાં આવી છે. મોટાભાગના લોકોએ દોષી કબૂલ્યું હતું અને તેમને મૃત્યુદંડને બદલે લાંબી જેલની સજા આપવામાં આવી હતી. ભ્રષ્ટાચાર માટે મૃત્યુદંડ મેળવનાર બાઈ બીજા ચીની અધિકારી છે. જાન્યુઆરી 2021 માં, તે જ કોર્ટે CHAM ના ભૂતપૂર્વ અધ્યક્ષ લાઈ શીયોમિનને મૃત્યુદંડની સજા ફટકારી હતી.
આ પણ વાંચો : Pakistan ના બલૂચિસ્તાનમાં મોટી દુર્ઘટના, 28 ના મોત, 20 થી વધુ ઘાયલ…
આ પણ વાંચો : 25 વર્ષ બાદ Pakistan એ પોતાની ભૂલ સ્વીકારી, જાણો શું હતો સમગ્ર મામલો…
આ પણ વાંચો : Sri Lanka એ ભારતમાં ધરપકડ કરાયેલા ચાર ISIS આતંકવાદીઓના આકાઓ પર સકંજો કસ્યો…