Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાણી પીતા પણ રાખવું પડશે ધ્યાન, હવે બોટલમાં મળી આવી ગરોળી

Lizzard in Water Bottle : હવે ઘર બહાર ખાવાનું ખાતા પહેલા ડર લાગી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સાંભળવા મળી રહ્યું છે કે, ખાવાની કોઇને કોઇ ડીસમાં દેડકા, વંદા કે ઉંદર મળી રહ્યા છે. આટલું ઓછું હતું કે, હવે પાણીની...
પાણી પીતા પણ રાખવું પડશે ધ્યાન  હવે બોટલમાં મળી આવી ગરોળી

Lizzard in Water Bottle : હવે ઘર બહાર ખાવાનું ખાતા પહેલા ડર લાગી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સાંભળવા મળી રહ્યું છે કે, ખાવાની કોઇને કોઇ ડીસમાં દેડકા, વંદા કે ઉંદર મળી રહ્યા છે. આટલું ઓછું હતું કે, હવે પાણીની બોટલમાં મરેલી ગરોળી મળી આવી છે. ઘટના ઝારખંડના રેલવે સ્ટેશનની છે જ્યા એક શખ્સે પાણીની બોટલ ખરીદી હતી. આ બોટલનું પાણી પીતા પહેલા તેની નજર પડી કે અંદર મૃત ગરોળી છે. આ મામલે આગ પકડી તો સંચાલક દુકાન બંધ કરીને ભાગી ગયો હતો.

Advertisement

પાણીની બોટલમાં મળી ગરોળી

થોડા દિવસો પહેલા આઈસ્ક્રીમમાં માણસની કપાયેલી આંગળી મળી આવી હતી. તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ઘટનાના થોડા જ દિવસોમાં દેશભરમાંથી અનેક તસવીરો સામે આવવા લાગી હતી. ક્યારેક ચિપ્સના પેકેટમાંથી દેડકા નીકળે છે તો ક્યારેક સાંભાર અને ચોકલેટ સીરપમાંથી મરેલા ઉંદર નીકળે છે. હવે ઝારખંડમાં બોટલના પાણીમાં મૃત ગરોળી જોવા મળી છે. ગ્રાહકે રેલવે સ્ટેશન પાસે પાણીની બોટલ ખરીદી કરી હતી. બોટલમાંથી ગરોળી નીકળશે તે શખ્સે વિચાર્યું પણ નહોતું. આવું જ કંઈક ટાટાનગર સ્ટેશન પાર્કિંગ પાસે થયું. આ શખ્સ કોંગ્રેસ નેતા છે જેની બોટલમાં મૃત ગરોળી જોવા મળી હતી. ઘટના રવિવારે બપોરની છે, જ્યારે સ્ટેશન પાર્કિંગ પાસે સિલ્કી ડ્રોપ બોટલ્ડ વોટરમાંથી ગરોળી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ટાટાનગર મંડળ કોંગ્રેસના પ્રમુખ મુન્ના મિશ્રા અને બોટલ ખરીદનાર અરુણ સિંહે આ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે. દુકાનદાર મોના સાહુની પૂછપરછ કરતાં બંનેએ પાણી વિતરકને બોલાવીને ઠપકો આપ્યો હતો. ઘટના અંગે આજે સોમવારે જિલ્લા ફૂડ સેફ્ટી ઓફિસરને પણ ફરિયાદ કરવામાં આવશે.

સંચાલક દુકાન ભાગી ગયો

કહેવાય છે કે મુન્ના મિશ્રા અને અરુણ સિંહ તેમના મિત્રો સાથે બેઠા હતા. તે સમયે તરસ લાગી ત્યારે ટાટાનગર સ્ટેશન પાર્કિંગ પાસે આવેલી મોના સાહુની દુકાનમાંથી પાણીની બોટલ મંગાવવામાં આવી હતી. મુન્ના બોટલ ખોલવા જ હતો ત્યારે અરુણે બોટલમાં મરેલી ગરોળી જોઈ. જેના કારણે તેણે પાણીની બોટલનું સીલ તોડ્યું ન હતું અને બોટલ પર લખેલા નંબર પર ફોન કર્યો હતો. બોટલમાં ગરોળી મળી આવતા સંચાલક દુકાન બંધ કરીને ભાગી ગયો હતો. જોકે, બાગબેડા વિસ્તારમાં સિલ્કી ડ્રોપ પાણીના વિતરક તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ડિસ્ટ્રીબ્યુટરે મામલો ખતમ કરવા માટે વિનંતી કરવાનું શરૂ કર્યું, પરંતુ બંને રાજી ન થયા. અહીં, ડિસ્ટ્રીબ્યુટરે મુન્ના મિશ્રાને કહ્યું કે, જમશેદપુરમાં સિલ્કી ડ્રોપ પાણીની બોટલ હાઈવે પરના ભીલાઈપહારી પ્લાન્ટ અને પશ્ચિમ બંગાળના બલરામપુર પ્લાન્ટમાંથી આવે છે. મુન્ના મિશ્રાએ કહ્યું કે, તેઓ ફૂડ સેફ્ટી ઓફિસર પાસે પાણીના વિભાગીય પરીક્ષણની માંગ કરશે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : સંભારમાંથી ઉંદર નીકળવાની ઘટના બાદ ‘દેવી ઢોસા’ સામે મોટી કાર્યવાહી

આ પણ વાંચો - Bharuch: આના કરતા તો ભૂખ્યા રહેવું સારુ! ક્યાંક દેડકો, ક્યાંક ઉંદર તો ક્યાંક નીકળે છે માખી

Advertisement

Tags :
Advertisement

.