Raksha Bandhan માં યોગી સરકારે મહિલાઓને આપી આ ખાસ ભેટ, કુંભ મેળાને લઈને પણ કરી આ જાહેરાત...
- ઉત્તર પ્રદેશ સરકારે મહિલાઓને આપશે આ ખાસ સુવિધા
- રક્ષાબંધન પર મુસાફરી માટે મહિલાઓને બસ સેવા ફ્રી
- કુંભ મેળા માટે 11 નવા હંગામી ડેપો બનાવવામાં આવશે
ઉત્તર પ્રદેશના પરિવહન મંત્રી દયાશંકર સિંહે 8 ઓગસ્ટ, 2024 ના રોજ બલિયામાં જાહેરાત કરી હતી કે ગયા વર્ષની જેમ રક્ષાબંધન (Raksha Bandhan) પર આ વખતે પણ મહિલાઓને રોડવેઝ બસમાં બે દિવસ મફત મુસાફરીની સુવિધા મળશે. તેમણે એમ પણ કહ્યું કે આગામી કુંભ મેળાને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે સરકારે મોટા પાયે વ્યવસ્થા કરી છે.
પાંચસો ઈલેક્ટ્રિક બસનો ઓર્ડર આપવામાં આવ્યો...
મંત્રીએ કહ્યું, “કુંભ મેળાને ધ્યાનમાં રાખીને અમે સાત હજાર નવી બસો ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત પાંચસો ઈલેક્ટ્રીક બસનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. મેળા વિસ્તારમાં ડીઝલ અને પેટ્રોલ વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. તમામ બસો હંગામી ડેપોમાં પાર્ક કરવામાં આવશે અને ભક્તોને ઈલેક્ટ્રીક અને CNG બસો દ્વારા મેળાના વિસ્તારમાં લઈ જવામાં આવશે.”
આ પણ વાંચો : Waqf Board Bill 2024 લોકસભામાં રજૂ, કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ કર્યો વિરોધ...
દયાશંકર સિંહે વધુમાં જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રીની સૂચના મુજબ અમે રક્ષાબંધન (Raksha Bandhan) પર મહિલાઓને મફત મુસાફરીની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. ગયા વર્ષની જેમ આ વખતે પણ મહિલાઓ રોડવેઝ બસમાં મફત મુસાફરી કરી શકશે.
प्रयागराज महाकुम्भ-2025 में आने वाले श्रद्धालुओं में खासतौर से महिलाओं व बच्चों का विशेष ध्यान रखा जाएगा।
महाकुम्भ में महिलाओं व बच्चों के लिए 24 घंटे स्वास्थ्य सुविधाएं उपलब्ध रहेंगी। मेला क्षेत्र में 400 से अधिक चिकित्सकों के साथ 700 से अधिक पैरामेडिकल स्टाफ की तैनाती करने की… pic.twitter.com/LhaFXk8Hky
— Government of UP (@UPGovt) August 7, 2024
આ પણ વાંચો : વિપક્ષના વલણથી નારાજ રાજ્યસભાના અધ્યક્ષ Jagdeep Dhankhar, કહ્યું- 'રોજ મારું અપમાન થાય છે...'
કુંભ મેળા માટે 11 નવા હંગામી ડેપો બનાવવામાં આવશે...
મંત્રી દયાશંકર સિંહે એ પણ માહિતી આપી હતી કે રાજ્ય સરકારે કુંભ મેળા માટે 11 નવા હંગામી ડેપો બનાવવાનો નિર્ણય લીધો છે. આ ડેપોમાં બસો પાર્ક કરવામાં આવશે અને શ્રદ્ધાળુઓને ઈલેક્ટ્રીક અને CNG બસો દ્વારા મેળા વિસ્તારમાં લઈ જવામાં આવશે.
આ પણ વાંચો : Mahavir Phogat : વિનેશ ફોગાટની નિવૃત્તિની જાહેરાત પર મહાવીર ફોગાટે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું...