ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dawood એ કૃરતાની હદ વટાવી, પ્રાઇવેટ પાર્ટ પણ....

Dawood : મહારાષ્ટ્રના યશશ્રી શિંદે હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યશશ્રી શિંદેનો હત્યારો બીજો કોઈ નહીં પણ તેનો મુસ્લિમ બોયફ્રેન્ડ Dawood હતો. કોઈ એવો જલ્લાદ કેવી રીતે હોઈ શકે કે તે કોઈ માસૂમ પર ક્રૂરતા કરે? રાયગઢના ઉરણમાં, પોલીસને...
11:23 AM Jul 29, 2024 IST | Vipul Pandya
Yashshree Shinde murder case pc google

Dawood : મહારાષ્ટ્રના યશશ્રી શિંદે હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યશશ્રી શિંદેનો હત્યારો બીજો કોઈ નહીં પણ તેનો મુસ્લિમ બોયફ્રેન્ડ Dawood હતો. કોઈ એવો જલ્લાદ કેવી રીતે હોઈ શકે કે તે કોઈ માસૂમ પર ક્રૂરતા કરે? રાયગઢના ઉરણમાં, પોલીસને 20-22 વર્ષની છોકરીનો મૃતદેહ મળ્યો, જેના ચહેરા પર ખરાબ રીતે ઈજા થઈ હતી. તેના પ્રાઈવેટ પાર્ટ પણ ખરાબ રીતે કચડાઈ ગયા હતા, કરુણ હાલત એવી હતી કે મૃતદેહને ઓળખવો મુશ્કેલ બની ગયો હતો.

કપડા અને તેની કમર પરના ટેટૂ પરથી ઓળખ થઇ શકી

બે દિવસ પહેલા માતા-પિતાએ તેમની પુત્રીના ગુમ થવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીનો મૃતદેહ પોલીસે આપેલા વર્ણન સાથે મેળ ખાતો હતો, જેના આધારે તેમને ઓળખ માટે બોલાવવામાં આવ્યા હતા. પિતા સુરેન્દ્ર શિંદેએ 25 જુલાઈના રોજ પહેરેલા કપડા અને તેની કમર પરના ટેટૂ પરથી તેની પુત્રીની ઓળખ થતાં જ તે રડી પડ્યા હતા.

ચહેરો કચડી નાખ્યો

પોલીસે જણાવ્યું કે, યશશ્રીનો ચહેરો સંપૂર્ણપણે વિકૃત થઈ ગયો હતો. લાશની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી. તેના બોયફ્રેન્ડ દાઉદ શેખે પહેલા તેની હત્યા કરી અને પછી જ્યારે તે તેનાથી પણ સંતુષ્ટ ન થયો ત્યારે તેણે તેના પ્રાઈવેટ પાર્ટને ખરાબ રીતે કચડી નાખ્યા. યશશ્રી પર કમર અને પીઠ પર છરી વડે વારંવાર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની લાશને નજીકની ઝાડીઓમાં ફેંકી દીધી હતી. પોલીસે જણાવ્યું કે ઝાડીઓમાં યશશ્રી શિંદેના ચહેરા અને ખભાના હિસ્સાને કૂતરાઓએ ખેંચી કઢ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ઝાડીઓમાં કૂતરાઓની હિલચાલને કારણે લોકોને શંકા ગઈ હતી.

દાઉદે ક્રૂરતાની હદ વટાવી દીધી

પોલીસે જણાવ્યું કે દાઉદ શેખ 2019થી યશશ્રીની પાછળ હતો. તે યશશ્રીને પોતાની સાથે લઈ ગયો હતો અને તેના પર અત્યાચાર ગુજાર્યો હતો, પરંતુ યશશ્રીના પરિવારે તેની સામે પોલીસ કેસ કર્યો હતો. જેના કારણે તે POCSO કેસમાં જેલમાં ગયો હતો.

જેસમાંથી બહાર આવ્યા પછી...

એક વર્ષ પછી, જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો, ત્યારે તેણે યશશ્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને તેનો પીછો કરવાનું શરૂ કર્યું. પોલીસે જણાવ્યું હતું કે દાઉદ શેખે 25 જુલાઈના રોજ થયેલી લડાઈનો બદલો લેવા અથવા તેના પિતાની ફરિયાદ પર જેલમાં જવા માટે યશશ્રીની હત્યા કરી હતી. જો કે તેનો ફોન સ્વીચ ઓફ છે, તેથી કંઇ કહેવું યોગ્ય રહેશે નહીં. તેની ધરપકડ બાદ જ ખબર પડશે.

આ પણ વાંચો----Kanpur : કેન્દ્રીય મંત્રીની માતા જ ફસાયા..જાણો મામલો શું છે...

Tags :
Atrocityboyfriendbrutally murderedCrimeCrushed private partGujarat FirstMaharashtraMurderNationalRaigadRaigad PoliceYashshree Shinde murder case
Next Article