Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Y20 Summit : ભારતના ડેલિગેશનનાં પ્રમુખ તરીકે આ અમદાવાદીએ વધાર્યું બહુમાન

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં Y20 સમિટ યોજાઈ અમદાવાદના વરુણ ઝાવેરીએ પ્રતિનિધિત્વ કર્યું ભારતમાં ખાદ્ય સુરક્ષાની વિષયો ઉપર ભાર મુકાયો Y20 Summit:બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યુથ 20 સમિટ(Y20 Summit) યોજાઈ હતી. જેમાં વૈશ્વિક રાજ્યવ્યવસ્થા પરિવર્તન, ખાદ્ય સુરક્ષા, પર્યાવરણ બદલાવ, ભવિષ્યની...
05:21 PM Aug 21, 2024 IST | Hiren Dave
  1. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં Y20 સમિટ યોજાઈ
  2. અમદાવાદના વરુણ ઝાવેરીએ પ્રતિનિધિત્વ કર્યું
  3. ભારતમાં ખાદ્ય સુરક્ષાની વિષયો ઉપર ભાર મુકાયો

Y20 Summit:બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યુથ 20 સમિટ(Y20 Summit) યોજાઈ હતી. જેમાં વૈશ્વિક રાજ્યવ્યવસ્થા પરિવર્તન, ખાદ્ય સુરક્ષા, પર્યાવરણ બદલાવ, ભવિષ્યની કાર્યપ્રણાલી વગેરે જેવા વિષયો ઉપર ચર્ચા કરતાં 5 સભ્યોના ડેલીગેશનને અમદાવાદ(ahmedabad)ના વરુણ ઝાવેરી(Varun Zaveri)એ પ્રમુખ તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું.

 

દેશના 40 કરોડથી વધારે યુવાનોનું પ્રતિનિધિત્વ કરતાં જોવા મળશે

આ સમિટમાં 20 કરતા વધારે રાષ્ટ્રના પ્રતિનિધિ મંડળ સહભાગી થયા હતા. ભારતીય પ્રતિનિધિ મંડળ કે જેણે દેશના 40 કરોડથી વધારે યુવાનોનું પ્રતિનિધિત્વ કરતાં સમિટમાં ભારતીય રાજ્યવ્યવસ્થાની સાતત્યતા, યુવાઓ દ્વારા થઈ રહેલ શોધ, ભારતમાં ખાદ્ય સુરક્ષાની સારી સ્થિતિ જેવા વિષયો ઉપર ભાર આપ્યો હતો.

આ પણ  વાંચો -GUJARAT : રાજ્યમાં ફરી ધમરોળશે મેઘરાજા, 7 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Y20 સમિટના અંતે રિયો ડી જાનેરો કોમ્યુનિક પારીત કરવામાં આવ્યું

ઉપરાંત વરૂણ ઝાવેરીની અગ્રેસરતામાં પ્રતિનિધી મંડળે આંતરરાષ્ટ્રીય સંગઠન જેવા કે, યુનાઈટેડ નેશન્સમાં ભારતને વધુ પ્રતિનિધિત્વ મળે તેવા તબક્કાવાર પ્રયત્નો માટે વિચાર વ્યક્ત કર્યા હતા. Y20 સમિટના અંતે રિયો ડી જાનેરો કોમ્યુનિક પારીત કરવામાં આવ્યું અને G20 સભ્ય દેશો દ્વારા આ પ્રસ્તાવને અમલમાં લાવવાની સર્વસંમતિ પણ સાધવામાં આવી હતી.

આ પણ  વાંચો -Gujarat Assembly: કોંગ્રેસના ધારાસભ્યોના દેખાવો...

ભારતીય પ્રતિનિધી મંડળને નેતૃત્વ કર્યું

ભારતીય પ્રતિનિધી મંડળને નેતૃત્વ કરનાર વરૂણ ઝાવેરીએ IIM અમદાવાદમાંથી MBAનો અભ્યાસ પૂર્ણ કરેલો છે અને વર્તમાનમાં તેઓ પોલિસી, રિસર્ચ અને તાલીમ વિભાગ BJYMના રાષ્ટ્રીય સંયોજક છે. જેને  લઈને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે

 

Tags :
AhmedabadBrazilGujaratGujarat FirstHead of Delegationrepresented IndiaRio de JaneiroVarun ZaveriY20 Summit
Next Article