Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાનું 117 વર્ષની ઉંમરે થયું નિધન

Maria Branyas Morera ના મોત પહેલાના અંતિમ શબ્દો Maria Branyas Morera 1914 ના રોજ સ્પેન જતી રહી હતી હવે જાપાનમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ આવેલા છે World’s Oldest Person: દુનિયાની સૌથી વૃદ્ધ ગણાતી વ્યક્તિ Maria Branyas Morera નું 117 વર્ષની...
વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાનું 117 વર્ષની ઉંમરે થયું નિધન
  • Maria Branyas Morera ના મોત પહેલાના અંતિમ શબ્દો

  • Maria Branyas Morera 1914 ના રોજ સ્પેન જતી રહી હતી

  • હવે જાપાનમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ આવેલા છે

World’s Oldest Person: દુનિયાની સૌથી વૃદ્ધ ગણાતી વ્યક્તિ Maria Branyas Morera નું 117 વર્ષની ઉંમરે નિધન થયું છે. આ ઘટના અંગે તેમના પરિવારે સોશિયલ મીડિયા પર તેની જાણકારી શેર કરી હતી. જોકે જાન્યુઆરી 2023 માં ફ્રાંસીસી નન લુસિસ રેંડનના મૃત્યુ બાદ આ મહિલા દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા ગણવામાં આવી છે. તેમના પરિવારે જણાવ્યું હતું કે તેઓ ઉત્તર-પૂર્વ સ્પેનના ઓલોટ શહેરમાં એક ઘરમાં રાત્રીના સમયે સૂઈ રહ્યા હતાં. ત્યારે નિંદ્રામાં મૃત્યુ પામ્યા હતાં.

Advertisement

Maria Branyas Morera ના મોત પહેલાના અંતિમ શબ્દો

તો આ પરિવારે થોડા દિવસો પહેલા બ્રાન્યાસના કેટલાક છેલ્લા શબ્દો પણ શેર કર્યા હતાં. ત્યારે Maria Branyas Morera એ કહ્યું હતું કે, એ એખ દિવસ જેને હું જાણતી નથી. પરંતુ એ દિવસ ખુબ જ નજીક આવી રહ્યો છે. તો તે દિવસે આ જીવનયાત્રા પણ પૂર્ણવિરામ લાગશે. પરંતુ આટલા સમયથી જીવિત હોવાથી મોતને લાગશે કે હું થાકી ગઈ છું. તેમ છતાં હું ઈચ્છું છું કે, મોત મને હસતા-હસતા ગળે લગાવે. મારા નિધન પર કોઈએ રડવું નહીં, કારણ કે... અને આંસુ પસંદ નથી. હું જ્યાં પણ રહીશે ત્યાં ખુશથી રહીશે. અને કોઈપણ રીતે હું તમારી વચ્ચે રહીશ.

આ પણ વાંચો: Explained:ચીનને આ મુદ્દે પછાડી ભારતે બનાવ્યો એક નવો જ રેકોર્ડ

Advertisement

Maria Branyas Morera 1914 ના રોજ સ્પેન જતી રહી હતી

જોકે Maria Branyas Morera એક પત્રકારની દીકરી હતી. જેનો જન્મ 4 માર્ચ 1907 ના રોજ થયો હતો. મારિયા બ્રાન્સાનું જન્મસ્થળ અમેરિકાના સેન ફ્રાંસિસ્કો માનવામાં આવે છે. તો Maria Branyas Morera 1914 ના રોજ સ્પેન જતી રહી હતી. તેમણે સ્પેનમાં સૌ પ્રથમ એક નર્સ તરીકે કામ કર્યું હતું. Maria Branyas Morera ની બે દીકરીઓ પણ છએ. તો મારીયા બ્રાન્સાના એક પુત્રની મોત 86 વર્ષે થઈ હતી. તે ઉપરાંત મારિયા બ્રાન્સાના 11 પૌત્ર-પૌત્રીઓ છે.

Advertisement

હવે જાપાનમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ આવેલા છે

તો Maria Branyas Morera એ વર્ષ 2020 માં કોરોનાને પણ માત આપી હતી. પરંતુ વર્ષ 2023 ની શરૂઆતથી જ તેમની તબિયત ખરાબ થવા લાગી હતી. તેમની પુત્રી રોઝાએ જણાવ્યું છે કે, જોકે તેમને કોઈપણ પકારનું દુખાવો કે ગંભીર બીમારી ન હતી. ત્યારે હવે જાપાનમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ આવેલા છે. જે Maria Branyas Morera કરતા આશરે 1 વર્ષ નાનો છે. તેનો જન્મ 23 મે 1908 ના રોજ થયો હતો.

આ પણ વાંચો: Ukraine જતા પહેલા PM મોદીએ કહી મોટી વાત, કહ્યું- 'વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે UN માં રિફોર્મ જરૂરી'

Tags :
Advertisement

.