World: રશિયા-યુક્રેન યુદ્ધમાં ઇસ્ટર બ્રેક, વ્લાદિમીર પુતિને યુદ્ધવિરામની જાહેરાત કરી
- રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આવ્યો અંત
- રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા યુદ્ધ વિરામને લઈ મોટો નિર્ણય કર્યો
- અમેરિકા તરફથી પણ યુદ્ધને સમાપ્ત કરવા કરાયું હતું દબાણ
Russia-Ukraine Easter Ceasefire: યુક્રેન અને રશિયા (Russia Ukraine War) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને લઈ રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિન (Russian President Vladimir Putin) દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવી છે. રશિયાનાં રાષ્ટ્રપતિ દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે. યુતિન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઈસ્ટર યુદ્ધ વિરામ શનિવારે રાત્રે 8.30 વાગ્યાથી રવિવારના મધ્ય સુધી રહેશે. ઈસ્ટર તહેવાર દરમ્યાન માનવતાવાગી રાહત અને શાંતિના પ્રયાસનાં ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વ્લાદિમીર પુતિ (Vladimir Putin) ને શું કહ્યું
વ્હાદિમીર પુતિ (Vladimir Putin) ને કહ્યું કે, તેમને આશા છે કે યુક્રેન પણ રશિયા દ્વારા જાહેર કરાયેલા યુદ્ધ વિરામનાં નિયમોનું પાલન કરશે અને શાંતિનો માર્ગ અપનાવશે. ઈસ્ટર તહેવારને ધ્યાનમાં રાખીને માનવતાવાદી કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. પુતિને સેના પ્રમુખ વેલેરી ગેરાસિમોવને સૂચના આપી છે કે જો યુક્રેન યુદ્ધ વિરામ દરમ્યાન નિમયોનું પાલન ન કરે અથવા તેનું ઉલ્લંઘન કરે તો તૈયાર રહેશે.
અમેરિકા તરફથી પણ દબાણ
પુતિન દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે. જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા- યુક્રેનનાં સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.
એક અહેવાલ મુજબ ટ્રમ્પ અને વિદેશ પ્રધાન માર્કો રૂબિયો રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાટાઘાટોની ધીમી ગતિથી ગુસ્સે હતા. તેમજ બંને નેતાઓએ કહ્યું હતું કે જો ટૂંક સમયમાં કોઈ પરિણામ નહી આવે તો અમેરિકા વાટાઘાટોથી પોતાને દૂર રાખશે.
આ પણ વાંચોઃ US-Russia Relations: શું ક્રિમીઆ બની જશે રશિયાનો ભાગ ? ઝેલેન્સકીને ઝટકો આપવાની તૈયારીમાં ટ્રમ્પ
રશિયાએ યુક્રેન પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો
ગયા અઠવાડિયાની શરૂઆતમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયાએ ઉત્તરીય યુક્રેનિયન શહેર સુમી પર બે બેલેસ્ટિમક મિસાઈલોથી હુમલો કર્યો હતો. જેમાં 34 લોકો માર્યા ગયા હતા. જ્યારે 117 લોકો ઘાયલ થયા હતા. આ વર્ષે રશિયા દ્વારા અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ World: કોંગોમાં બોટ પલટી જતાં 148 લોકોના મોત, 100 થી વધુ લોકો ગુમ