Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup 2023 : Glenn Maxwell ફટકારતો રહ્યો અને અફઘાનિસ્તાનના બોલરો જોતા રહ્યા, બન્યા આ મોટા Records

ભારતમાં રમાઈ રહેલા ODI વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન સામે 128 બોલમાં 201 રનની અણનમ ઈનિંગ રમીને ઘણા ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે પોતાની ઇનિંગમાં 10 છગ્ગા અને 21 ચોગ્ગા ફટકાર્યા હતા. વન ડે...
world cup 2023   glenn maxwell ફટકારતો રહ્યો અને અફઘાનિસ્તાનના બોલરો જોતા રહ્યા  બન્યા આ મોટા records

ભારતમાં રમાઈ રહેલા ODI વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન સામે 128 બોલમાં 201 રનની અણનમ ઈનિંગ રમીને ઘણા ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે પોતાની ઇનિંગમાં 10 છગ્ગા અને 21 ચોગ્ગા ફટકાર્યા હતા. વન ડે ઈન્ટરનેશનલમાં લક્ષ્યનો પીછો કરતી વખતે મેક્સવેલે સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ સિવાય તેણે ઘણા મહાન રેકોર્ડ પણ બનાવ્યા.

Advertisement

દર્દથી થી પીડાતો રહ્યો પરંતુ મેક્સવેલે હાર ન માની અને જીતી ગયો

મુંબઈના વાનખેડેમાં રમાયેલી આ મેચમાં અફઘાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 292 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કાંગારૂ ટીમે 7 વિકેટ ગુમાવીને આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે બે મોટા રેકોર્ડ પણ બન્યા છે. વાનખેડે ખાતેની વનડે મેચમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન ચેઝ કર્યા છે. આ ઇનિંગ દરમિયાન મેક્સવેલે પીઠના દુખાવાની ફરિયાદ પણ કરી હતી. હેમસ્ટ્રિંગમાં પણ ગંભીર ઈજા થઈ હતી. પરંતુ મેક્સવેલે આખી મેચ લંગડાતા-લંગડાતા રમી હતી. તે મેદાનની બહાર ગયો ન હતો. જોરદાર જુસ્સો બતાવીને, તેણે પોતાની ટીમને મજબૂત જીત તરફ દોરી અને તેમને સેમિફાઇનલમાં પહોંચાડી.

Advertisement

મેક્સવેલે વર્લ્ડ કપમાં કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો

પોતાની ઇનિંગ્સના આધારે મેક્સવેલે 1983નો વર્લ્ડ કપ જીતનાર પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. હકીકતમાં, 292 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે કાંગારૂ ટીમે એક સમયે 91 રનમાં પોતાની 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા મેક્સવેલે સમગ્ર પરિસ્થિતિ બદલી નાખી.

મેક્સવેલને પણ 2-3 જીવનદાન મળ્યા હતા જેનો તેમણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે અને તોફાની ઇનિંગ્સ રમીને અફઘાનિસ્તાનના જડબામાંથી જીત છીનવી લીધી. મેક્સવેલે કેપ્ટન પેટ કમિન્સ સાથે મળીને 8મી વિકેટ માટે 170 બોલમાં 202 રનની અણનમ ભાગીદારી કરી હતી. આ બેવડી સદીની ઇનિંગની મદદથી મેક્સવેલે વર્લ્ડ કપમાં કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપમાં મેક્સવેલ પહેલા માત્ર કપિલ દેવે જ નંબર-6 અથવા તેનાથી નીચે બેટિંગ કરતા 175 રનની સૌથી વધુ અણનમ ઈનિંગ રમી હતી. તેણે આ ઇનિંગ 1983ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે રમી હતી.

Advertisement

વર્લ્ડ કપની ઇનિંગ્સમાં સૌથી ઓછા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ (10થી વધુ રન બનાવ્યા)
  • 16.43 - જેક હેરોન (ઝિમ્બાબ્વે) VS વેસ્ટ ઈન્ડિઝ, 1983
  • 17.64 - પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) VS અફઘાનિસ્તાન, 2023
  • 18.18 - મહમૂદ કુરેશી (પૂર્વ આફ્રિકા) VS ન્યુઝીલેન્ડ, બર્મિંગહામ, 1975
  • 20 - ક્રિસ્ટોફર લેસેલ, પાકિસ્તાન VS 1979
વર્લ્ડ કપની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર
  • 17 - ઓન મોર્ગન (ઇંગ્લેન્ડ) VS અફઘાનિસ્તાન, માન્ચેસ્ટર, 2019
  • 16 - ક્રિસ ગેલ (વેસ્ટ ઇન્ડિઝ) VS ઝિમ્બાબ્વે, કેનબેરા, 2015
  • 11 - માર્ટિન ગુપ્ટિલ (ન્યૂઝીલેન્ડ) VS વેસ્ટ ઇન્ડિઝ, વેલિંગ્ટન, 2015
  • 11 - ફખર ઝમાન (પાકિસ્તાન) VS ન્યુઝીલેન્ડ, બેંગલુરુ, 2023
  • 10 - ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) VS અફઘાનિસ્તાન, મુંબઈ, 2023
મેક્સવેલ ODIમાં (બોલમાં) સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બીજો ખેલાડી બન્યો.
  • 126 બોલ - ઈશાન કિશન (ભારત) VS બાંગ્લાદેશ, ચિટાગોંગ, 2022
  • 128 - ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) VS અફઘાનિસ્તાન, મુંબઈ, 2023
  • 138 - ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) VS ઝિમ્બાબ્વે, કેનબેરા, 2015
ODIમાં ઓપનર સિવાયનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર
  • 201* - ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) VD અફઘાનિસ્તાન, મુંબઈ, 2023
  • 194* - ચાર્લ્સ કોવેન્ટ્રી (ઝિમ્બાબ્વે) VS બાંગ્લાદેશ, બુલાવાયો, 2009
  • 189* - વિવિયન રિચાર્ડ્સ (વેસ્ટ ઈન્ડિઝ) VS ઈંગ્લેન્ડ, માન્ચેસ્ટર, 1984
  • 185 - ફાફ ડુ પ્લેસિસ (સાઉથ આફ્રિકા) VS શ્રીલંકા, 2017
  • આ પહેલા વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝના વિવિયન રિચર્ડ્સે 181 રનનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. તેણે 1987માં કરાચી મેચમાં શ્રીલંકા સામે આ ઇનિંગ રમી હતી.
7મી કે તેનાથી ઓછી વિકેટ માટે સર્વોચ્ચ ભાગીદારીનો રેકોર્ડ તૂટ્યો
  • 202* - ગ્લેન મેક્સવેલ અને પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) VS અફઘાનિસ્તાન, મુંબઈ, 2023 WC
  • 177 - જોસ બટલર અને આદિલ રશીદ (ઈંગ્લેન્ડ) VS ન્યુઝીલેન્ડ, બર્મિંગહામ, 2015
  • 174* - આફિફ હુસૈન અને મેહદી હસન મિરાઝ (બાંગ્લાદેશ), 2022
  • 162 - માઈકલ બ્રેસવેલ અને મિશેલ સેન્ટનર (ન્યૂઝીલેન્ડ) VS. ભારત, હૈદરાબાદ, 2023

મેક્સવેલે ODI વર્લ્ડ કપમાં ત્રીજો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો
  • 237* - માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ) VS વેસ્ટ ઈન્ડિઝ, વેલિંગ્ટન, 2015
  • 215 - ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) VS ઝિમ્બાબ્વે, કેનબેરા, 2015
  • 201* - ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) VS અફઘાનિસ્તાન, મુંબઈ, 2023
  • 188* - ગેરી કર્સ્ટન (સાઉથ આફ્રિકા) VS UAE, રાવલપિંડી, 1996
  • 183 - સૌરવ ગાંગુલી (ભારત) VS શ્રીલંકા, ટોન્ટન, 1999
વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ
  • 49 - ક્રિસ ગેલ
  • 45 - રોહિત શર્મા
  • 43 - ગ્લેન મેક્સવેલ
  • 37 - એબી ડી વિલિયર્સ
  • 37 - ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયા માટે મેક્સવેલે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો
  • 201* - ગ્લેન મેક્સવેલ VS અફઘાનિસ્તાન, મુંબઈ, 2023 વર્લ્ડ કપ
  • 185* - શેન વોટસન VS બાંગ્લાદેશ, મીરપુર, 2011
  • 181* - મેથ્યુ હેડન VS ન્યુઝીલેન્ડ, હેમિલ્ટન, 2007
  • 179 - ડેવિડ વોર્નર VS પાકિસ્તાન, એડિલેડ, 2017
  • 178 - ડેવિડ વોર્નર VS અફઘાનિસ્તાન, પર્થ, 2015 વર્લ્ડ કપ

આ પણ વાંચો : AUS vs AFG : મેક્સવેલના તોફાન સામે અફઘાનિસ્તાનની હવા ઉડી, ઓસ્ટ્રેલિયાએ મેળવી 3 વિકેટે જીત

Tags :
Advertisement

.