Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Women Asia Cup 2024: રોમાંચક મેચમાં પાકિસ્તાનને હરાવી આ ટીમ પહોંચી ફાઈનલમાં

Women Asia Cup 2024:ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 9મી વખત એશિયા કપ 2024ના ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી દીધો છે. ટીમ પૂરી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. ખિતાબ પોતાના નામે કરવા માટે ભારતીય ટીમ સૌથી મજબૂત દાવેદાર છે. ટીમે સેમિ ફાઇનલ...
06:31 PM Jul 27, 2024 IST | Hiren Dave

Women Asia Cup 2024:ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 9મી વખત એશિયા કપ 2024ના ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી દીધો છે. ટીમ પૂરી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. ખિતાબ પોતાના નામે કરવા માટે ભારતીય ટીમ સૌથી મજબૂત દાવેદાર છે. ટીમે સેમિ ફાઇનલ મેચમાં બાંગ્લાદેશને એકતરફી મુકાબલામાં 10 વિકેટથી હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ 28મી જુલાઈના રોજ દામ્બુલા સ્ટેડિયમમાં ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે.

 

ફાઈનલ મેચમાં ભારત સામે  આ  ટીમ ટક્કર

ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો યજમાન શ્રીલંકાની ટીમ સાથે થશે. શ્રીલંકાએ ટુર્નામેન્ટની બીજી સેમિ ફાઇનલની રોમાંચક મેચમાં પાકિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને આપેલા 141 રનના લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાએ એક બોલ પહેલા જ મેચ જીતી લીધી હતી. આ મેચમાં શ્રીલંકન કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 63 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય અનુષ્કા સંજીવનીએ 22 બોલમાં 24 રન કરીને ટીમને જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

 

શ્રીલંકાની ટુર્નામેન્ટમાં અજેય રહી

 ભારતની જેમ શ્રીલંકાની ટીમ પણ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ભારતે ગ્રુપ સ્ટેજની મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે, યુએઈને 78 રનથી અને નેપાળને 82 રનથી હરાવ્યું હતું. અને સેમિ ફાઇનલ મેચમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ શ્રીલંકન ટીમે ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશને 7 વિકેટે, મલેશિયાને 144 રનથી અને થાઈલેન્ડને 10 વિકેટથી હરાવ્યું હતું. સેમિ ફાઇનલ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 3 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ બંને ટીમોએ ગ્રુપ ટેબલમાં ટોચના સ્થાન પર રહીને સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

 

ફાઈનલ મેચ ક્યારે રમાશે

ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઇનલ મેચ આવતીકાલે સાંજે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ) રમાશે. આ મેચ શ્રીલંકાના દામ્બુલા સ્થિત રંગીરી દામ્બુલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતમાં આ મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઈવ જોઈ શકાય છે.

 

ભારતની સંભવિત 15 સભ્યોની ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, ઋચા ઘોષ, ઉમા છેત્રી, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા ઠાકુર સિંહ, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, એસ. સજના અને તનુજા કંવર.

 

શ્રીલંકાની સંભવિત15 સભ્યોની ટીમ

ચમરી અથાપથુ (કેપ્ટન), સચિની નિસાનસાલા, કાવ્યા કવિંદી, શશિની ગિમ્હાની, ઉદેશિકા પ્રબોધની, સુગંધિકા કુમારી, અચિની કુલસૂર્યા, ઈનોશી પ્રિયદર્શિની, અમા કંચના, કવિશા દિલહારી, નીલાક્ષી ડી સિલ્વા, અનુષ્કા સંજીવની, હાસીની પરેરા હર્ષિતા સમરવિક્રમા અને વિશામી ગુણારત્ને

આ પણ  વાંચો  -Asia Cup 2024 : બાંગ્લાદેશને પછાડીને Team India ફાઈનલમાં પહોંચી, રેણુકા સિંહનો દબદબો...

આ પણ  વાંચો  -Paris Olympics 2024 ના ઉદ્ઘાટન સમારોહમાં જોવા મળેલો અર્ધનગ્ન વ્યક્તિ હતો કોણ?

આ પણ  વાંચો  -Paris Olympic 2024 માં ભારતને લાગ્યો ઝટકો, 10 મીટર એર રાઈફલ શૂટિંગમાં ટીમ બહાર

 

Tags :
contestfinalIndiaIndian Women CricketTeamPakisatnSemiFinalShri-Lankawomen asia cup 2024
Next Article