Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: રાજ્યમાં 25 થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુકાશે, ગરમીથી મળશે આંશિક રાહત

Gujarat: ગુજરાતમાં અત્યારે ગરમીનો પ્રકોપ થોડો ઓછો થયો હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. નોંધનીય છે કે, અત્યારે રાજ્યમાં થોડા અંશે ગરમી તો છે પરંતુ સાથે સાથે પવન પણ ફુંકાઈ રહ્યો છે જેથી લોકોએ...
gujarat  રાજ્યમાં 25 થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુકાશે  ગરમીથી મળશે આંશિક રાહત

Gujarat: ગુજરાતમાં અત્યારે ગરમીનો પ્રકોપ થોડો ઓછો થયો હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. નોંધનીય છે કે, અત્યારે રાજ્યમાં થોડા અંશે ગરમી તો છે પરંતુ સાથે સાથે પવન પણ ફુંકાઈ રહ્યો છે જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. નોંધનીય છે કે, ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. પરંતુ અત્યારે વાતાવરણમાં પટલો આવ્યો અને આકાશ વાદળછાયું જોવા મળ્યું છે. તમને જણાવી દઇએ કે, આગમી પાંચ દિવસ તો વરસાદની કોઈ સંભાવના નથી. જોકે, હવામાન વિભાગના આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ વર્તાઈ રહીં છે.

Advertisement

રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટનાની સંભાવનાઓ

ગુજરાત (Gujarat)માં આગામી થોડા દિવસ તો વરસાદના કોઈ સંભાવનાઓ નથી પરંતુ હા, હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટનાની સંભાવનાઓ છે. જો કે, વરસાદની વાત કરવામાં આવે તો હજી પણ સાત દિવસ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવનાઓ નથી. આ સાથે હવામાન વિભાગ એવું પણ જણાવ્યું છે કે, આજથી લઈને આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં 25થી 30 કિમીની પ્રતિકલાક ઝડપે પવન ફંકાઈ શકે છે. જાણકારી પ્રમાણે કચ્છ, સૌરાષ્ટ્ર, સુનેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં ડસ્ટ સ્ટોર્મની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

રાજ્યમાં 25 થી 30 પ્રતિકલાકની ઝડપે પવન ફુકાઈ શકે

આ સાથે વધારે વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી હવા આવી શકે છે અને રાજ્યમાં 25 થી 30 પ્રતિકલાકની ઝડપે પવન ફુકાઈ શકે છે . મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, દેશમાં કેરલામાં ચોમાસાના વધામણાં થઇ ગયા છે. ત્યારે સામાનય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે. તેમા ચારથી પાંચ દિવસ ઉપર નીચે થઇ શકે છે.

Advertisement

17મી બાદ ફરી પાછી ગરમી પડવાની સંભાવનાઓ

તમને જણાવી દઇએ કે, અત્યારે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગમી 16મી તારીખ સુધી પવન ફુકાશે અને 17મી બાદ ફરી પાછી ગરમી પડવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે આપેલી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, છેલ્લા ત્રણ દિવસથી પવનની દિશામાં વધારો થયો છે. જેથી આજે પવનની ગતિ 25 થી 30 કિમી પ્રતિકલાકની રહી શકે છે. જ્યારે જૂન મહિનાના શરૂઆતમાં પવનની ગતિમાં થોડા ઘટાડો જોવા મળી શકે છે.

આ પણ વાંચો: AMIT SHAH: આજે કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહ આવશે રાજકોટ, અધિકારીઓ સાથે કરશે ટૂંકી બેઠક

આ પણ વાંચો: BHARUCH: લ્યો બોલો! ભરૂચની સરકારી કચેરીઓમાં ફાયર એક્સટિંગ્યુશર બોટલો રીન્યુ જ નથી કરાઈ

આ પણ વાંચો: Surat International Airport: નવા એરપોર્ટના ઉદ્ઘાટન બાદ પહેલીવાર મુસાફરોમાં ઘટાડો, કારણ ચોંકવાનારા!

Advertisement
Tags :
Advertisement

.