શું વીમાં પ્રીમિયમ થશે સસ્તા ? નીતિન ગડકરીએ નાણામંત્રીને લખ્યો પત્ર
- નીતિન ગડકરીએ નાણાંમંત્રીને લખ્યો પત્ર
- મેડિકલ ઇન્શ્યોરન્સ પર ટેક્સ દૂર કરવા કરી માંગ
- જીવનની અનિશ્ચિતતાઓ પર કર લાદવા સમાન
Nitin Gadkari: બીજેપી નેતા અને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)ને પત્ર લખીને અપીલ કરી છે. તેમણે નાણામંત્રી પાસે જીવન અને તબીબી વીમા પ્રીમિયમ પર 18 ટકા જીએસટી દૂર કરવાની માંગ કરી છે. સીતારમણને લખેલા પત્રમાં ગડકરીએ કહ્યું કે નાગપુર ડિવિઝન લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઇઝ યુનિયને તેમને આ મુદ્દાઓ પર મેમોરેન્ડમ સુપરત કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે જીવન અને તબીબી વીમા પ્રીમિયમ પર 18 ટકા GST લાદવો એ ‘જીવનની અનિશ્ચિતતાઓ પર કર લાદવા જેવું છે.
18 ટકા GST વિકાસમાં અવરોધ છે
ગડકરીએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે યુનિયન માને છે કે લોકો આ જોખમ સામે કવર ખરીદી શકે તે માટે વીમા પ્રિમીયમ પર ટેક્સ લાદવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે એ જ રીતે મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા GST વ્યવસાયના આ ક્ષેત્રના વિકાસમાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યો છે, જે સામાજિક રીતે જરૂરી છે.
વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લગાવવા સમાન છે
Nitin Gadkari appeals to Finance Minister Nirmala Sitharaman to remove GST on life and medical insurance premiums. ✅#sabarisec pic.twitter.com/HOrwHvJBbF
— SABARI SECURITIES (@sabarisec) July 31, 2024
28 જુલાઇના તેમના પત્રમાં ગડકરીએ કહ્યું - નાગપુર ડિવિઝન લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઇઝ યુનિયને વીમા ઉદ્યોગ સાથે સંબંધિત મુદ્દા અંગે મને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે અને તેને તમારી સામે ઉઠાવવા વિનંતી કરી છે. યુનિયનનો મુદ્દો જીવન અને તબીબી વીમા પ્રિમીયમ પરથી GST હટાવવાનો છે, જે બંનેમાં 18% GST લાગે છે. જીવન વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લગાવવા સમાન છે. યુનિયનનું માનવું છે કે વ્યક્તિ જીવનની અનિશ્ચિતતાના જોખમોને આવરી લેવા માટે વીમો ખરીદે છે, તેથી તેના પર ટેક્સ લગાવવો જોઈએ નહીં.
ટેક્સ કેમ ન લગાવવો જોઈએ?
તેમના પત્રમાં તેમણે જણાવ્યું હતું કે જીવન વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર કર લાદવા જેવું છે. અમારું માનવું છે કે જે વ્યક્તિ તેના પરિવારને રક્ષણ પૂરું પાડવા માટે વીમા પૉલિસી ખરીદે છે તેના પર આ વીમા કવચ ખરીદવાના પ્રીમિયમ પર ટેક્સ લાગવો જોઈએ નહીં. જો નાણાપ્રધાન નિર્મલા સીતારમણ GST કાઉન્સિલની બેઠકમાં નીતિન ગડકરીના સૂચનને સ્વીકારે છે, તો જીવન અને સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમમાં ઘટાડો થઈ શકે છે.
ટેક્સ કેટલો છે?
હાલમાં, જીવન વીમા અને આરોગ્ય વીમા બંનેના પ્રીમિયમ પર 18%ના દરે GST વસૂલવામાં આવે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ 10,000 રૂપિયાનું પ્રીમિયમ ભરે છે, તો તેણે 1,800 રૂપિયા ટેક્સ ચૂકવવા પડશે. નાણામંત્રીને લખેલા પત્રમાં ગડકરીએ કહ્યું છે કે નાગપુર ડિવિઝન લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઇઝ યુનિયને તેમને વીમા ઉદ્યોગ સાથે સંબંધિત મુદ્દાઓ પર એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે.
આ પણ વાંચો -શું આ વખતે આયકર વિભાગ ITR Filing કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ રાખશે?
આ પણ વાંચો -Share market: શેરબજામાં સામાન્ય તેજી, સેન્સેકસ 99 પોઈન્ટના ઉછાળા સાથે બંધ
આ પણ વાંચો -ભારતનું એક માત્ર રાજ્ય, જ્યાં Income Tax ચૂકવવો પડતો નથી