Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું RJD સત્તામાં આવશે? બિહારમાં નવી સરકાર બનવાની ખબર બની તેજ

RJD: બિહારની રાજનીતિમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. અત્યારે એવા પણ સંકેતો મળી રહ્યા છે કે, નવી સરકાર બની શકે છે. મીડિયાના અહેવાલ પ્રમાણે બિહારના રાજભવનમાં રાજનેતાઓની આવજા વધી ગઈ છે. તેની સાથે સાથે રાજદ ખેમા પણ ચર્ચામાં...
શું rjd સત્તામાં આવશે  બિહારમાં નવી સરકાર બનવાની ખબર બની તેજ

RJD: બિહારની રાજનીતિમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. અત્યારે એવા પણ સંકેતો મળી રહ્યા છે કે, નવી સરકાર બની શકે છે. મીડિયાના અહેવાલ પ્રમાણે બિહારના રાજભવનમાં રાજનેતાઓની આવજા વધી ગઈ છે. તેની સાથે સાથે રાજદ ખેમા પણ ચર્ચામાં સક્રિય થઈ ગયા છે. સુત્રો દ્વારા એવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે, ગઠબંધનની તૂટવાની તૈયારીઓ વર્તાઈ રહીં છે, તેવામાં આરજેડી તેજસ્વી યાદવના નેતૃત્વમાં સરકાર બનાવવાની આજે જાહેરાત કરી શકે છે.

Advertisement

તેજસ્વી યાદવ તમામ ધારાસભ્યો સાથે રણનીતિ બનાવશે

ઉલ્લેખનીય છે કે, આજે આરજેડીની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. RJD ધારાસભ્ય દળની બેઠક ડેપ્યુટી સીએમ તેજસ્વીના નિવાસ સ્થાન 5 દેશરત્ન માર્ગ પર યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં તેજસ્વી યાદવ તમામ ધારાસભ્યો સાથે રણનીતિ બનાવશે. બિહારની બદલાતી રાજનીતિ વચ્ચે તેજસ્વીની બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એવા પણ સમાચાર છે કે આજે બપોરે 1 વાગે આરજેડી ધારાસભ્ય દળની બેઠકમાં તેજસ્વી યાદવ પોતાના દમ પર સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.

Advertisement

બિહારમાં બીજો સૌથી મોટો પક્ષ આરજેડી

નીતિશ કુમારની જેડીયુ દ્વારા ગઠબંધન તૂટવાની હાલતમાં બિહારમાં બીજો સૌથી મોટો પક્ષ આરજેડી છે, તો RJD અત્યારે રાજભવન જઈને સરકાર રચવાનો દાવો કરી શકે છે. એટલું જ નહીં પરંતુ તો તેમને રાજભવન જવાની મંજૂરી નહીં મળે તો તેજસ્વી યાદવ રાજભવન બહાર પોતાના વિધાસભ્યો સાથે ધરણા પર પણ બેસી શકે છે.

આ પણ વાંચો: જાપાની મૂન લેન્ડર સ્લિમ માટે ભગવાન બન્યું ભારતીય ચંદ્રયાન 

કેટલાક નેતાઓ રાજભવન પહોંચી ગયા

અત્યારે એવી પણ વિગતો સામે આવી રહી છે કે, સરકાર બન્યા પહેલા જ નવી સરકાર આગીમી શપત ગ્રહણ સમારોહ માટે શુક્રવારે રાત્રે કેટલાક નેતાઓ રાજભવન પહોંચી ગયા અને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે ત્રણ વરિષ્ઠ અધિકારીઓ રાજભવન પહોંચ્યા હતા, જેમાં એક અધિકારી જે નીતિશ કુમારના ખાસ છે તે પણ સાથે હતા. અત્યારે શપત ગ્રહણની તૈયારીઓ ચાલું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.