Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jignesh Soni was handling the jail system : જેલ સુપ્રિટેન્ડન્ટ Tejas Patel ની ટ્રાન્સફર પાછળ વ્યાપક ભ્રષ્ટાચાર કારણભૂત હતો

અમદાવાદ શહેરમાં પ્રદીપ ડોનની ગોળી મારીને હત્યા (Pradip Don Murder) કરવાના કેસમાં આજીવન કેદની સજા પામેલો જીજ્ઞેશ સોની SMC ની જાળમાં સપડાયો છે. આજીવન કેદની સજા પામેલો અને લાંબા સમયથી જામીન પર મુક્ત જીજ્ઞેશ સોની અમદાવાદ મધ્યસ્થ જેલ (Ahmedabad Central...
02:48 PM Jul 19, 2023 IST | Bankim Patel

અમદાવાદ શહેરમાં પ્રદીપ ડોનની ગોળી મારીને હત્યા (Pradip Don Murder) કરવાના કેસમાં આજીવન કેદની સજા પામેલો જીજ્ઞેશ સોની SMC ની જાળમાં સપડાયો છે. આજીવન કેદની સજા પામેલો અને લાંબા સમયથી જામીન પર મુક્ત જીજ્ઞેશ સોની અમદાવાદ મધ્યસ્થ જેલ (Ahmedabad Central Jail) માં દબદબો ધરાવે છે. Sabarmati Jail ના પૂર્વ સુપ્રિટેન્ડન્ટ સહિત જેલ સ્ટાફ સાથે સાંઠગાંઠ ધરાવતા જીજ્ઞેશ સોનીના કેટલાંક હિસાબોના ચિઠ્ઠા સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ને હાથ લાગ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જીજ્ઞેશ સાથે મીલીભગતના કારણે એક IPS ઓફિસરની વિશેષ કિસ્સામાં રાજ્ય સરકારે (Government Of Gujarat) બદલી પણ કરી નાંખી હતી.

 

જેલમાં ભ્રષ્ટાચારનો સડો

અમદાવાદ સહિતની રાજ્યભરની જેલમાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો હોવાની થોડાક મહિનાઓ અગાઉ બૂમ ઊઠી હતી. ગૃહ રાજ્ય મંત્રી (Home Minister) હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ આ મામલાને ગંભીરતાથી લઈને રાજ્યભરની જેલોમાં દરોડા પાડવા ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી. સાબરમતી જેલની વાત કરીએ તો, અહીં એક સમયના પાકા કામના કેદી જીજ્ઞેશ સોની (Jignesh Soni) નો કેટલાંક વર્ષોથી દબદબો હતો. કેદીઓને ગેરકાયદેસર સુવિધા આપવા બદલ જેલ અધિક્ષક (Jail Superintendent) થી લઈને સિપાઈ સુધી સૌ કોઈ હપ્તા લેતા હતાં. GST ચોરી તેમજ મોટા માથાઓ કોઈ કેસમાં અંદર આવે ત્યારે તેમના ખિસ્સા ખંખેરવા રીતસરનું ષડયંત્ર રચાતું હતું. આર્થિક રીતે સક્ષમ આરોપી જેલમાં આવે ત્યારે તેને રિઢા ગુનેગારોની ખોલીમાં મોકલી આપવામાં આવતા હતા અને તેમને પરેશાન કરવાની સૂચના પણ અપાતી હતી. આથી કંટાળી જઈને આરોપી લાખો રૂપિયા ખર્ચીને ખોલી બદલાવતા હતા. જેલમાં મોબાઈલ ફોન (Mobile Phone) ની સુવિધા પણ ચોક્કસ ટોળકી દ્ધારા કરી આપવામાં આવતી હતી.

 

તેજસ પટેલની વિશેષ કિસ્સામાં બદલી

મે-2023ના અંતમાં રાજ્ય સરકારે વિશેષ કિસ્સામાં ત્રણ IPS ની ટ્રાન્સફર કરી હતી. અમદાવાદ જેલ અધિક્ષક તેજસ પટેલને ભચાઉ SRPF ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમના સ્થાને શ્વેતા શ્રીમાળીની નિમણૂંક કરાઈ હતી. IPS Tejas Patel ની બદલી પાછળ જેલનો બેફામ ભ્રષ્ટાચાર કારણભૂત હતો. એક ચર્ચા મુજબ તેજસ પટેલનો સમગ્ર વહીવટ જીજ્ઞેશ સોની અને તેના સાગરીતો સંભાળતા હતા. આરોપીઓ પાસેથી લેવામાં આવતી લાખો રૂપિયાની રકમની ભાગબટાઈ અધિકારીના ઈશારે કરવામાં આવતી હતી. યુપીના ગેંગસ્ટર અતિક અહેમદ (Gangster Atiq Ahmed) ને જેલમાં મળતી સુવિધાઓ પણ ચોક્કસ ગેંગને આભારી હતી.

જેલ સ્ટાફના હપ્તાના હિસાબો મળ્યા

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નિર્લિપ્ત રાય (Nirlipt Rai IPS) ના આદેશથી અમદાવાદના વેજલપુરમાં રેડિયો મીર્ચી રોડ પર આવેલી PNTC (Prahlad Nagar Trade Center) માં આવેલી ઓફિસમાં દરોડો પાડ્યો હતો. જીજ્ઞેશ સોની ઓફિસ પર પીઆઈ આર જી ખાંટ (PI R G Khant) અને ટીમ પહોંચી ત્યારે ઓફિસની અંદર બહાર CCTV અને બાયોમેટ્રીક ગેટ જોવા મળ્યા હતા. પોલીસે ઓફિસમાં રેડની કાર્યવાહી આરંભી ત્યારે તેમને લાખો-કરોડો રૂપિયાના શેરબજાર ડબ્બા ટ્રેડિંગના હિસાબો, ક્રિકેટ સટ્ટા બેટિંગની આઈડી તેમજ વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર SMC ને જીજ્ઞેશ સોની પાસેથી જેલના IPS થી લઈને સિપાઈ સુધીના સ્ટાફને અપાતા હપ્તાના હિસાબો મળી આવ્યા છે. આ ઉપરાંત જેલના કેદીઓ પાસેથી ઉઘરાવવામાં આવતી રકમના ચિઠ્ઠા હાથ લાગ્યા છે. જીજ્ઞેશ સોનીના મોબાઈલ ફોન અને લેપટોપમાંથી અનેક રહસ્યો આગામી દિવસોમાં છત્તા થાય તો નવાઈ નહીં.

આ  પણ  વાંચો- હત્યા કેસમાં આજીવન સજા પામનાર જીજ્ઞેશ સોની IPS ની મહેરબાનીથી GAMBLER બની ગયો

Tags :
Ahmedabad Central JailGangster Atiq AhmedGovernment Of GujaratHarsh SanghviIPS TransferNirlipt Rai IPSSabarmati JailState Monitoring CellTejas Patel IPS
Next Article