Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chandrayaan 3 ના લોન્ચિંગ માટે 14 જુલાઈનો દિવસ જ કેમ પસંદ કરાયો? છે ખાસ કારણ

ભારતનું મુન મિશન ચંદ્રયાન-3 14 જુલાઈ આજે શુક્રવારના દિવસે ઉડાન ભરશે.. ચંદ્રયાન-2દેશનું બીજું ચંદ્ર મિશન છેલ્લા તબક્કામાં નિષ્ફળ ગયું હતું, તેથી હવે ISRO ફરી એકવાર ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યું છે, જો આ મિશન સફળ થશે...
chandrayaan 3 ના લોન્ચિંગ માટે 14 જુલાઈનો દિવસ જ કેમ પસંદ કરાયો  છે ખાસ કારણ
Advertisement

ભારતનું મુન મિશન ચંદ્રયાન-3 14 જુલાઈ આજે શુક્રવારના દિવસે ઉડાન ભરશે.. ચંદ્રયાન-2દેશનું બીજું ચંદ્ર મિશન છેલ્લા તબક્કામાં નિષ્ફળ ગયું હતું, તેથી હવે ISRO ફરી એકવાર ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યું છે, જો આ મિશન સફળ થશે તો ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો દેશ બની જશે. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ બપોરે 2.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ISRO એ જણાવ્યું કે ચંદ્રયાન 23 કે 24 ઓગસ્ટ સુધીમાં ચંદ્ર પર પહોંચી જશે.

લોન્ચિંગ માટે 14 જુલાઈ જ કેમ?

ચંદ્રયાનના લોન્ચિંગ માટે જુલાઈ મહિનો પસંદ કરવા પાછળ એક મહત્વનું કારણ છે. જુલાઈમાં ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. તેથી જ મોટાભાગના ચંદ્ર મિશનનું લોન્ચિંગ જુલાઈ મહિનામાં કરવામાં આવે છે. આ સાથે જ 14 તારીખે પસંદ કરવાનું એક મહત્વનું કારણ પણ છે. જો કોઈ અંતરિક્ષ યાન ચંદ્રમા પર ઉતરે છે ત્યાં પ્રકાશની આવશ્યક્તા હોય છે. ચંદ્રમાનો પોતાનો કોઈ પ્રકાશન નથી તેથી ત્યાં સુર્ય ઉગવાના સમયના આધારે લોન્ચિંગની તારીખ નક્કી કરવી જરૂરી છે.

Advertisement

India's Moon mission Chandrayaan 3 ISRO

Advertisement

ચંદ્રમાની ધીમી ગતિથી પરિભ્રમણના કારણે ચંદ્રમા પર એક દિવસ પૃથ્વીના લગભગ 14 થી 15 દિવસો બરાબર હોય છે. જેનાથી 15 દિવસ સુધી ચંદ્ર પર રોશની રહે છે અને 15 દિવસ સુધી અંધારૂં. ચંદ્રયાનની લેન્ડિંગ માટે ચંદ્રમા પર પુરા એક દિવસની અવધીની જરૂર હોય છે જેના કારણે 14 જુલાઈ નક્કી કરવામાં આવી છે.

India's Moon mission Chandrayaan 3 ISRO

આ મિશન દ્વારા ભારત ચંદ્રમાના દક્ષિણ ભાગ પર ઉતરવાનો પ્રયાસ કરશે. ચંદ્રમાના દક્ષિણ ભાગ પર અત્યાર સુધીમાં એક પણ દેશ નથી ઉતર્યો. જો આ મિશન સફળ રહ્યું તો ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનારો પહેલો દેશ બનશે.

આ પણ વાંચો :  MISSION CHANDRAYAAN-3 : ચંદ્રયાન-3 જ્યાં ઉતરશે તે જગ્યા પર કાયમ અંધારું જ હોય છે..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×