Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup નું યજમાન ભારત કેમ નથી રમી રહ્યું ઓપનિંગ મેચ, જાણો શું છે કારણ?

ODI વર્લ્ડ કપની જાહેરાત બાદ ફેન્સના મનમાં અનેક સવાલો થયા છે, જેમનો એક સવાલ એ છે કે, વર્લ્ડ કપનું હોસ્ટ હોવા છતાં ભારત કેમ ટુર્નામેન્ટની પહેલી મેચ નથી રમી રહ્યું. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મોટી ટુર્નામેન્ટમાં યજમાન...
world cup નું યજમાન ભારત કેમ નથી રમી રહ્યું ઓપનિંગ મેચ  જાણો શું છે કારણ

ODI વર્લ્ડ કપની જાહેરાત બાદ ફેન્સના મનમાં અનેક સવાલો થયા છે, જેમનો એક સવાલ એ છે કે, વર્લ્ડ કપનું હોસ્ટ હોવા છતાં ભારત કેમ ટુર્નામેન્ટની પહેલી મેચ નથી રમી રહ્યું. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મોટી ટુર્નામેન્ટમાં યજમાન દેશ ઓપનિંગ મેચ રમતું હોય છે. પરંતુ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપના શેડ્યુલમાં પહેલી મેચમાં જે બે દેશોની ટક્કર થવાની છે તેમાં ભારતનું નામ જ નથી. આવું કેમ થયું એ બધાના મનમાં સવાલ છે.

Advertisement

વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ થયું જાહેર
ICC અને BCCI દ્વારા મંગળવારે વનડે વર્લ્ડ કપ 2023ના સંપૂર્ણ કાર્યકમની જાહેરાત કરવામાં આવી હતી. ક્રિકેટનો મહાકુંભ 5 ઓક્ટોબર 2023થી શરૂ થશે અને ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપ 2023ની ઉદ્ઘાટન મેચ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ભારત પહેલી મેચ 8 ઓક્ટોબર રવિવારે ઓસ્ટ્રેલિયા સામે રમશે. ભારત યજમાન દેશ હોવા છતાં વર્લ્ડ કપ 2023ની શરૂઆતની મેચ નથી રમી રહ્યું.

Advertisement

ઓપનિંગ મેચ માટે કોઈ પેટર્ન નથી
વિશ્વ કપ ઈતિહાસમાં નજર કરવામાં આવે તો જાણવા મળશે કે ઓપનિંગ મેચ માટે કોઈ પેટર્ન ફિક્સ નથી કરવામાં આવી. આ અગાવ પણ વર્લ્ડ કપનું હોસ્ટ દેશ પહેલી મેચ નથી રમ્યું. વર્લ્ડ કપમાં ઘણી વખત એવું બન્યું છે કે જ્યારે યજમાન દેશ ઓપનિંગ મેચ રમ્યું ન હોય અને ડિફેન્ડિંગ ચેમ્પિયનને તક મળી હોય. પાકિસ્તાને 1992ના વર્લ્ડ કપમાં ખિતાબ જીત્યો હતો, પરંતુ 1996માં ઉદ્ઘાટન મેચ રમવા તેમને મળ્યું ન હતું. આ સિવાય ઓસ્ટ્રેલિયાને પણ 2015 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ 2019ના વિશ્વ કપમાં ઓપનિંગ મેચ રમવાનો મોકો ના મળ્યો.

Advertisement

ચેમ્પિયન-રનર્સ અપ ટીમ વચ્ચે પહેલી મેચ
આ ત્રીજી વખત છે જ્યારે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ ODI વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં ટકરાશે. આ પહેલા 1983 અને 1996 વર્લ્ડ કપની ઉદ્ઘાટન મેચોમાં આ બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાના કારણે ઈંગ્લેન્ડને અને રનર્સ અપ ટીમ હોવાના કારણે ન્યુઝીલેન્ડને આ વર્ષે શરૂઆતની મેચ રમવાની તક મળી છે.

ભારતની પાંચ મેચો રવિવારે યોજાશે

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની આઠ મેચો રવિવારે રમાશે. પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમના મુકાબલા રવિવારે યોજાશે. જ્યારે અફઘાનિસ્તાન સામે બુધવારે અને બાંગ્લાદેશ તથા અન્ય ક્વોલિફાયર ટીમ સામે ગુરુવારે મેચો રમાશે.

આપણ  વાંચો - WORLD CUP 2023 : ભારત આવવા PCBની આનાકાની…!

Tags :
Advertisement

.