Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાયરલ વિડીયોમાં સરખેજ પોલીસને 4 મહિના બાદ મર્સિડીઝ કાર દેખાઈ, વધુ તપાસ પાછળ પોલીસનો શું ઈરાદો ?

FIR અને ચાર્જશીટ કરી દીધાંના ચાર મહિના બાદ પોલીસને વિડીયોમાં એક મર્સિડીઝ કાર (Mercedes Car) દેખાઈ અને સવાલો ઉભા થયા. વાત છે, અમદાવાદ શહેર પોલીસની. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોના આધારે પોલીસે અન્યના જીવ જોખમાય તેવી રીતે ભયજનક ડ્રાઈવીંગ...
વાયરલ વિડીયોમાં સરખેજ પોલીસને 4 મહિના બાદ મર્સિડીઝ કાર દેખાઈ  વધુ તપાસ પાછળ પોલીસનો શું ઈરાદો

FIR અને ચાર્જશીટ કરી દીધાંના ચાર મહિના બાદ પોલીસને વિડીયોમાં એક મર્સિડીઝ કાર (Mercedes Car) દેખાઈ અને સવાલો ઉભા થયા. વાત છે, અમદાવાદ શહેર પોલીસની. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોના આધારે પોલીસે અન્યના જીવ જોખમાય તેવી રીતે ભયજનક ડ્રાઈવીંગ કરવાનો ગુનો નોંધી ચાર યુવકોની ધરપકડ કરી સરખેજ પોલીસે (Sarkhej Police) અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી. વિડીયોમાં દેખાતી મર્સિડીઝ કારને લઈને ચાર મહિના બાદ સરખેજ પોલીસને તપાસ શરૂ કેમ કરવી પડી અને કોના આદેશથી ? ગંભીર ઘટનાઓની ફરિયાદ નોંધવાનું ટાળતી પોલીસને જામીનલાયક સામાન્ય પ્રકારના કેસમાં વધુ તપાસનો કેમ રસ પડ્યો છે તે વિચાર માગી લે તેવો સવાલ છે.

Advertisement

શું છે સમગ્ર મામલો ?

અમદાવાદના સિંધુભવન રોડ તાજ સ્કાયલાઈન હોટલ નજીક ચારેક કારમાં યુવકો વિન્ડો અને રૂફટોપમાંથી બહાર નીકળી મોબાઈલ ફોનમાં વિડીયો બનાવતા દેખાય છે તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તારીખ 17 ફેબ્રુઆરીની મોડી રાતે 10.22 કલાકે સરખેજ પોલીસને મામલાની જાણ થાય છે અને માત્ર ત્રણ કલાકમાં જ તારીખ 18 ફેબ્રુઆરીના રાતે સવા એક વાગે આઈપીસી 279 અને મોટર વાહન અધિનિયમ હેઠળ 177, 184 હેઠળ ગુનો નોંધવામાં આવે છે. પોલીસે આ કેસમાં કાર ચાલક આસિફઅલી સૈયદ, હાઝીમ શેખ અને શાહનવાઝ શેખની 18 તારીખે જ ધરપકડ કરી અને ચોથા ચાલક સમીરખાન પઠાણની 22 તારીખે ધરપકડ કરી. સરખેજ પોલીસ સ્ટેશન ખાતેથી ચારેય યુવકોને જામીન મુક્ત કરી દેવાયા. ગત 31 માર્ચના રોજ સરખેજ પોલીસ સ્ટેશન (Sarkhej Police Station) ના PSI ડી.પી.સોલંકીએ ચારેય યુવકો સામે અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી.

Advertisement

વધુ તપાસનો કોનો છે આગ્રહ ?

Advertisement

સરખેજના PSI ડી. પી. સોલંકી જણાવે છે કે, જે-તે સમયે વાયરલ થયેલા વિડીયોમાં દેખાતી તમામ કારના નંબર આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. વિડીયોમાં દેખાતી મર્સિડીઝ કાર અંગે જે-તે સમયે જુનેદ મિર્ઝાની પૂછપરછ કરી હતી અને સાહેદ તરીકે નિવેદન પણ નોંધ્યું હતું. પોલીસે આ મામલામાં ચાર લોકોની ધરપકડ કરી ગત માર્ચ મહિનાના અંતમાં ચાર્જશીટ કરી દીધી હતી. ચાર્જશીટ કર્યાના પોણા ત્રણ મહિના બાદ એટલે કે, ગત તારીખ 22 જૂનના રોજ સરખેજ પોલીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વધુ તપાસની માગ કરતી અરજી કરી. વિડીયોમાં દેખાતી મર્સિડીઝના નંબર આધારે બી. યુ. જાડેજા (DCP Zone 7) ના સ્કવૉડે અગાઉથી જ તપાસ શરૂ કરી દીધી હતી. મર્સિડીઝ કાર શહેરના જાણીતા જવેલર્સ કૈલાશ કાબરા (Kailash Kabra) ની માલિકીની હોવાનું સામે આવ્યું છે. આ મામલે કૈલાશ કાબરાનું નિવેદન લેતા કાર જે-તે સમયે પરિચિત મિત્ર જાવેદ મિર્ઝાને બે વર્ષ અગાઉ આપી હોવાનું જણાવ્યું છે. જેથી પોલીસે જાવેદ મિર્ઝાના પુત્ર જુનેદને કાર અંગેની સ્પષ્ટતા કરવા નોટિસ આપી છે.

પોલીસ સામે ઉઠ્યા અનેક સવાલ

ડીસીપી ઝોન-7 ભગીરથસિંહ યુ. જાડેજા (Bhagirathsinh U Jadeaj IPS) નો સ્કવૉડ તાજેતરમાં જ સેટેલાઈટ વિસ્તારમાં આવેલા કૈલાશ કાબરાના જવેલર્સ શો-રૂમ પર પહોંચી ગયો હતો. પોલીસ કર્મચારીઓએ મર્સિડીઝ કાર ક્યાં છે અને બનાવ સમયે કોની પાસે હતી તેની પૂછપરછ કરી. કેસ નોંધાયાના 4-4 મહિના બાદ અચાનક જ ફરજ નિષ્ઠ પોલીસ કેમ જાગી ?

સવાલ નં.1 : તપાસ સરખેજ પોલીસની તો, DCP જાડેજાના સ્કવૉડે કાર માલિકની તપાસ કેમ શરૂ કરી ?
સવાલ નં.2 : સરખેજ પોલીસે કેસ નોંધ્યો ત્યારે મર્સિડીઝ કારના માલિકની કેમ પૂછપરછ ના કરી ?
સવાલ નં.3 : ફરજ નિષ્ઠ પોલીસે અપૂર્ણ તપાસ પહેલાં જ કેમ અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી ?
સવાલ નં.4 : ચાર મહિના બાદ વાયરલ વિડીયો કોણે ઉતાર્યો તેની પોલીસે તપાસ કેમ આરંભી ?
સવાલ નં.5 : FIR અને ચાર્જશીટના મહિનાઓ બાદ ફરીથી વિડીયો જોવાની કેમ ફરજ પડી પોલીસને ?
સવાલ નં.6 : અદાલતમાં વધુ તપાસની અરજી કરાઈ તેના 5 દિવસ પહેલાં DCP સ્કવૉડ કારની તપાસ માટે કેમ ગયો ?
સવાલ નં.7 : સરખેજ પોલીસ અને DCP સ્કવૉડને જામીનલાયક કેસની તપાસમાં કેમ છે રસ ?

તપાસના નામે તોડ કરવાનો ખેલ ?

વર્ષ 2021માં ઉતારવામાં આવેલો વીડિયો 2023માં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની હકિકતથી સરખેજ પોલીસ વાકેફ છે. કાયદાનું પાલન કરાવવા હંમેશા તત્પર રહેતી પોલીસનો વાસ્તવમાં તપાસ કરવાનો ઈરાદો છે કે તોડનો તે આગામી દિવસોમાં જાણવા મળશે. જો કે, હાલમાં આ મામલે DGP અને શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસ ખોટી અને ઉપજાવી કાઢેલી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : POLICE કમિશનર ઓફિસની ખુરશી પર ગેરકાયદેસર કબજો, સરકારનો હુકમ છતાં IPS અધિકારી કારકૂન સામે લાચાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.