ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bigg Boss ના પ્રથમ હોસ્ટ અરશદ વારસીને કેમ કરાયા રિપ્લેસ, સલમાન ખાનને લઇને કર્યો આ ખુલાસો

Bigg Boss OTT 2 હાલમાં Jiocinema માં પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. આ શો ના ચાહકો દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં તમને જોવા મળી જશે. અને તેમા પણ સલમાન ખાનનું વિકેન્ડ કા વાર (Weekend ka Vaar) જોવા માટે સૌ કોઇ...
01:58 PM Jul 02, 2023 IST | Hardik Shah

Bigg Boss OTT 2 હાલમાં Jiocinema માં પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. આ શો ના ચાહકો દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં તમને જોવા મળી જશે. અને તેમા પણ સલમાન ખાનનું વિકેન્ડ કા વાર (Weekend ka Vaar) જોવા માટે સૌ કોઇ ઉત્સાહી જોવા મળી જાય છે. ત્યારે શું તમે જાણો છો કે આ ખૂબ જ લોકપ્રિય રિયાલિટી શો ની પ્રથમ સીઝન કોણે હોસ્ટ કરી છે? જીહા, આજના આ પ્રખ્યાત રિયાલિટી શો સૌ પ્રથમ અરશદ વારસીએ હોસ્ટ કર્યો છે. પણ એવું શું થયું કે એક સીઝન આ શો ને હોસ્ટ કર્યા બાદ તે આગામી સીઝનમાં હોસ્ટ તરીકે ન જોવા મળ્યો. આ અંગે અરશદે ખુદ મોટો ખુલાસો કર્યો છે. આવો જાણીએ તેણે આ અંગે શું કર્યું ખુલાસો...

અરશદ વારસીએ કર્યો ખુલાસો

બિગબોસની પ્રથમ સીઝન અરશદ વારસીએ કરી હતી અને તે પછી શિલ્પા શેઠ્ઠી અને ત્રીજી સીઝન અમિતાભ બચ્ચને કરી હતી. તે પછી આ શો સલમાન ખાને જ હોસ્ટ કર્યો છે. તાજેતરમાં અરશદ વારસીએ પ્રથમ સીઝન હોસ્ટ કર્યા બાદ પછીની સીઝન કેમ હોસ્ટ ન કરી તે અંગે ખુલાસો કર્યો છે. જણાવી દઈએ કે, વર્ષ 2006માં બિગ બોસની પહેલી સીઝન ઓન એર થઈ હતી. આ શોને પહેલા અરશદ વારસીએ હોસ્ટ કર્યો હતો. પરંતુ શોની આગામી સિઝનમાં તેની જગ્યાએ શિલ્પા શેટ્ટીને આ જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, આ પછી સલમાન ખાન શોનો નવો હોસ્ટ બન્યો અને ત્યારથી માત્ર ભાઈજાન જ આ શોને હોસ્ટ કરી રહ્યા છે. હવે એક ઈન્ટરવ્યુમાં અરશદ વારસીએ શોમાંથી રિપ્લેસ થવા પર ખુલીને વાત કરી છે. આ સાથે તેણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે. બિગ બોસ ફરીથી હોસ્ટ ન કરવા પર અરશદ વારસીએ કહ્યું, હું બિગ બોસની આગામી સિઝન ન કરી શક્યો, કારણ કે તે પછી મારે એક શૂટને કારણે લંડન જવું પડ્યું. આ પછી અરશદ વારસીએ સલમાન ખાનના વખાણ કરતા કહ્યું, 'મને લાગે છે કે સલમાન ખાન આ શો માટે શ્રેષ્ઠ હોસ્ટ છે. આ કામ તેનાથી વધુ સારી રીતે કોઈ કરી શકે તેમ નથી. રિયાલિટી શોમાં સલમાન જેવા દબંગ હોસ્ટની જરૂર છે.

અરશદની અસુર 2 JioCinema માં રિલીઝ

બોલિવૂડનો સર્કિટ અરશદ વારસી ઈન્ડસ્ટ્રીમાં પોતાના શાનદાર અભિનય માટે જાણીતો છે. તેની તાજેતરમાં અસુર 2 (Asur 2) સિરીઝ જિયો સિનેમા (JioCinema) પર રિલીઝ થઇ હતી, જેની દર્શકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. વળી તાજેતરમાં JioCinema પર બિગબોસ ઓટીટી 2 પણ પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. જેને લઇને પણ દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, આ પહેલા બિગબોસની પ્રથમ સીઝન અરશદ વારસીએ કરી હતી અને તે પછી શિલ્પા શેઠ્ઠી અને ત્રીજી સીઝન અમિતાભ બચ્ચને કરી હતી. તે પછી આ શો સલમાન ખાને જ હોસ્ટ કર્યો છે. તાજેતરમાં અરશદ વારસીએ પ્રથમ સીઝન હોસ્ટ કર્યા બાદ પછીની સીઝન કેમ હોસ્ટ ન કરી તે અંગે ખુલાસો કર્યો હતો.

જીવનના બે સફળ પ્રોજેક્ટ્સમાં રિપ્લેસ કરાયા અંગે શું કહે છે અરશદ

અરશદ વારસી દ્વારા તેમના જીવનના બે સફળ પ્રોજેક્ટ્સ, બિગ બોસ અને જોલી એલએલબીની ખોટ વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર, અભિનેતાએ જણાવ્યું હતું કે, "બંને પ્રોજેક્ટ્સ સફળ રહ્યા હતા પરંતુ હું મારા રોલમાં પાછો ફર્યો નથી." તેણે કહ્યું, 'સલમાન ખાન લાંબા સમયથી બિગ બોસને હોસ્ટ કરી રહ્યો છે. અક્ષય કુમારને સુભાષ કપૂરની ફિલ્મ જોલી એલએલબી માટે વકીલની ભૂમિકામાંથી હટાવીને તે રોલ માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે હું અને અક્ષય બંને જોલી એલએલબી 3માં સાથે કામ કરીશું. જ્યારે બિગ બોસ માટે તે કહે છે કે, હું આગલી સીઝન ન કરી શક્યો કારણ કે હું શૂટિંગ માટે લંડન ગયો હતો, પરંતુ હું માનું છું કે આ શો માટે સલમાન ખાન શ્રેષ્ઠ છે. આ કામ સલમાનથી વધુ સારું કોઈ કરી શક્યું ન હતું. રિયાલિટી શોમાં સલમાન જેવા 'દબંગ'ની જરૂર છે.

આ પણ વાંચો - થિયેટરમાં લોકો આદિપુરૂષ જોઇ રહ્યા હતા તે જ સમયે આવી ગયા હનુમાનજી, જાણો શું છે હકીકત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Arshad Warsi Bigg Boss ReplacementAshad WarsiBigg Boss OTTbigg-bosssalman khanSalman Khan Host
Next Article