Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાવીમાં દરિયામાંથી મળી આવેલ વસ્તુ શિવલિંગ છે તે કોણ કરશે નક્કી..?

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કાવી કંબોઇના દરિયાકાંઠેથી કેટલાક માછીમારો માછીમારી કરવા ગયા હતા અને માછીમારી દરમિયાન કાવી બંદરથી 180 કિલોમીટર દૂરથી માછીમારોની જાળમાં એક અદભુત વસ્તુ આવી હોય તેનો આકાર શિવલિંગ જેવો હોવાના કારણે તેઓ શિવલિંગને લઈ કાવી કંબોઇના...
કાવીમાં દરિયામાંથી મળી આવેલ વસ્તુ શિવલિંગ છે તે કોણ કરશે નક્કી

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કાવી કંબોઇના દરિયાકાંઠેથી કેટલાક માછીમારો માછીમારી કરવા ગયા હતા અને માછીમારી દરમિયાન કાવી બંદરથી 180 કિલોમીટર દૂરથી માછીમારોની જાળમાં એક અદભુત વસ્તુ આવી હોય તેનો આકાર શિવલિંગ જેવો હોવાના કારણે તેઓ શિવલિંગને લઈ કાવી કંબોઇના બંદરે પહોંચ્યા હતા અને તેમાં સાપ સહિત દેવી-દેવતાઓની પ્રતિમાઓ દેખાતી હોવાનું કહી દર્શન અને પૂજા પાઠ શરૂ કર્યા હતા તો આ શિવલિંગ છે તેવું સ્પષ્ટ કોણ કરશે તેવા સવાલો વચ્ચે અને કુતુહલો ઊભા થઈ ગયા છે.

Advertisement

કાવી બંદરથી 180 કિલોમીટર દૂર મળી આવ્યું હતું શિવલિંગ 

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના કેટલાક માછીમારો માછીમારી કરવા ગયા હતા અને માછીમારી દરમિયાન કાવી બંદરથી 180 કિલોમીટર દૂર માછીમારી કરવા ગયા હતા અને ત્યાં તેમની જાળમાં કોઈ વજનદાર વસ્તુ આવી ગઈ હતી શિવલિંગ જેવો આકાર હોય અને તેમાં સાપ જેવું હોય તથા સંખ અને દેવી-દેવતાની પ્રતિમા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ દેખાતા માછીમારો એ પણ શિવલિંગ હોવાની અનુભૂતિ કરી હતી અને હર હર મહાદેવના નાદ સાથે શિવલિંગ જેવી દેખાતી વસ્તુને બોટ મારફતે કાવી બંદરે લાવ્યા હતા.

Advertisement

શિવલિંગને કમલેશ્વર મહાદેવ મંદિરે લાવતા લોકો દર્શન અર્થે ઉમટ્યા 

કાવી ગામના કમલેશ્વર મહાદેવ મંદિરે લાવતા લોકો દર્શન અર્થે ઉમટ્યા હતા. ભજન કીર્તન પણ શરૂ થઈ ગયા હતા અને વજનદાર અને શિવલિંગ જેવા આકાર ધરાવતી વસ્તુમાં ચાંદીનો સાપ અને દેવી-દેવતા તથા શંખ હોવાનું જણાય આવતા શિવલિંગ હોવાનો આભાસ કરી તેની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

Advertisement

માછીમારની દીકરીએ કહ્યું - 'રોજ પપ્પા મચ્છી પકડી લાવતા હતા, આજે તેમની જાળમાં શિવલિંગ આવી ગઈ'

માછીમારની દીકરીએ પણ કહ્યું હતું કે રોજ પપ્પા મચ્છી પકડી લાવતા હતા. આજે તેમની જાળમાં શિવલિંગ આવી ગઈ છે અને આ શિવલિંગની અંદર ચાંદીનો સાપ તથા દેવી-દેવતા અને શંખ જેવું દેખાય છે અને તે વજનમાં એક ક્વિન્ટલથી વધુ હોવાનું તેમજ આજે આ શિવલિંગ જોઈને મને અનુભૂતિ થાય છે કે મારા પિતા રોજ મચ્છી લાવતા હતા આજે શિવલિંગ લાવ્યા છે.

સમગ્ર બાબતે કાવી કંબોઇના સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંતે કહ્યું કે....

કાવી કંબોઇના સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંતનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો મંદિરના મહંત વિદ્યાનંદ મહારાજે પણ કહ્યું હતું કે સૌ પ્રથમ તો ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માછીમારો જેને શિવલિંગ સમજે છે તે શિવલિંગ છે તેની સ્પષ્ટતા કરે અને જો શિવલિંગ હોય તો તે અંગે અભિપ્રાય આપી વિધિવત સ્થાપના કરવા માટેનું પણ તેઓએ કહ્યું છે પરંતુ તેમની તપાસમાં પણ આ શિવલિંગ છે કે સિલિકોન જેવા પદાર્થમાં સ્કેપ છે પરંતુ સૌ પ્રથમ આ વસ્તુ અંગે સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવ્યા અને તેની સ્થાપના કરવામાં આવે તેવી વ્યથા પણ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંતે વ્યક્ત કરી હતી.

શિવલિંગ કે પછી ફક્ત સિલિકોન ?

દરિયામાંથી માછીમારોને જે વસ્તુ મળી છે તે શિવલિંગ જ છે તેની સ્પષ્ટતા કોણ કરશે? આ પ્રશ્ન વચ્ચે અનેક સવાલો ઉભા થયા છે સૌપ્રથમ શિવલિંગ ક્યારેય પીળા કલરની હોતી નથી અને કાવી ગામના એક અગ્રણીએ કહ્યું કે આને શિવલિંગ કોણ સાબિત કરશે? એક સિલિકોન નામનું કેમિકલ જેવું પ્રદાથ આવે છે અને તેમાં જો સિલિકોન ભરવામાં આવે તો કોઈ પણ આકાર બની શકે છે અને તે મજબૂત થઈ જાય છે સાથે માછીમારોને મળી આવેલી વસ્તુ શિવલિંગ હોય તો તેની સ્થાપના પણ તે જ્યાંથી મળ્યું છે ત્યાં જ થવી જોઈએ અને સૌ પ્રથમ તો આની સ્પષ્ટતા કરી શિવલિંગ હોય તો તેની સ્થાપના કરવા માટે પોતાની વેદના વ્યક્ત કરી છે.

આ પણ વાંચો -- BANASKANTHA : ડીસાની ઠાકોર સમાજની મહિલાએ એવું તે શુ કર્યું કે સરકારે ડ્રોન દીદી બનાવી….

Tags :
Advertisement

.